________________
૧૫ર |
|
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
ચાર આઢક = ૧ દ્રોણ. બે દ્રોણ = ૧ શૂર્પ = કુંભ = કાંસ્ય પાત્ર.-ભાવ પ્રકાશ. દ્વિતીય ભાગ, પૂર્વ ખંડ]
મહાશતકની સંપત્તિ એટલી વિપુલ હતી કે મુદ્રાઓની ગણતરી કરવી મુશ્કેલ હતી, તેથી સુવર્ણ મુદ્રાઓથી ભરેલા પાત્રથી આ સંપત્તિનું પરિમાણ બતાવ્યું છે.
અનુયોગ દ્વાર સૂત્રમાં પણ દ્રોણ નું માપ બતાવ્યું છે. મહાશતક પોતાના દૈનિક લેવડ-દેવડના સંબંધમાં એક મર્યાદા કરે છે, તે અનુસાર બે દ્રોણપરિમાણ એક કાંસ્ય પાત્રથી અધિક સ્વર્ણમુદ્રાઓનો લેવડ-દેવડમાં ઉપયોગ ન કરતા.
તેનો આશય એ થયો કે જે પાત્રમાં બે દ્રોણ અર્થાત્ આઠ આઢક અથવા ૩૨ પ્રસ્થ અર્થાત્ ૬૪ તોલાના શેરના હિસાબથી ૩ર શેર પ્રમાણ વસ્તુઓ સમાઈ શકતી હતી. તે શૂર્પ અથવા કુંભ કહેવાતો હતો. આ સૂત્રમાં આવેલ કાંસ્ય અથવા કાંસ્યપાત્ર, આ શૂર્પ અથવા કુંભનો પર્યાયવાચી છે. ભાવપ્રકાશકારે જેને શુર્પ અથવા કુંભ કહ્યો છે, તે જ અર્થમાં અહીં કાંસ્ય શબ્દ પ્રયુક્ત છે, કારણ કે બે દ્રોણનો એક શૂર્પ અથવા કુંભ થાય છે અને પૂર્વોકત વર્ણન અનુસાર બે દ્રોણનું તે કાંસ્યપાત્ર હતું. એકંદરે ગાથાપતિ મહાશતક પ્રચુર ધનસંપત્તિના સ્વામી હતા. રેવતી પ્રમુખ તેર પત્નીઓની રૂપ સંપદા - | ३ तस्स णं महासयगस्स रेवईपामोक्खाओ तेरस भारियाओ होत्था-अहीण पडिपुण्ण-पंचिंदियसरीराओ,लक्खण-वंजण-गुणोववेयाओ, माणुम्माणप्पमाणपडिपुण्णसुजायसव्वंग-सुंदरीओ, ससि-सोमाकार-कंत-पिय-दसणाओ सुरूवाओ । શબ્દાર્થ :- સિસોનાર = ચંદ્ર સમાન સૌમ્ય. ભાવાર્થ :- મહાશતકને રેવતી વગેરે તેર રૂપવતી પત્નીઓ હતી. તેઓના શરીરની પાંચ ઇન્દ્રિયો અહીન, પ્રતિપૂર્ણ–રચનાની દષ્ટિથી અખંડિત, સંપૂર્ણ અને પોતાના વિષયમાં સક્ષમ હતી. તેઓ ઉત્તમ સૌભાગ્યસૂચક હાથની રેખાઓ વગેરે, લક્ષણો-પ્રગતિસૂચક તલ, મસા વગેરે ચિહ્નરૂપ વ્યંજન તથા સદાચાર, પતિવ્રતા વગેરે ગુણોથી યુક્ત હતી અથવા લક્ષણો અને વ્યંજનોના ગુણોથી યુકત હતી. શરીરનો ઘેરાવો, વજન, ઊંચાઈ વગેરે દષ્ટિથી પણ પરિપૂર્ણ, શ્રેષ્ઠ તથા સર્વાગ સુંદર હતી. તેનું રૂપ ચંદ્ર સમાન સૌમ્ય હતું તથા જોવામાં મોહક, પ્રિયકારી, દર્શનીય અને રૂપાળું હતું. સાધન સંપદા - | ४ तस्स णं महासयगस्स रेवईए भारियाए कोल-घरियाओ अट्ठ हिरण्णकोडीओ, अट्ठ वया, दस-गो-साहस्सिएणं वएणं होत्था । अवसेसाणं दुवालसण्ह भारियाणं कोलघरिया एगमेगा हिरण्णकोडी, एगमेगे य वए, दस-गो-साहस्सिएणं वएणं होत्था। ભાવાર્થ :- મહાશતકની પત્ની રેવતી પાસે પોતાના પિયરથી લાવેલ આઠ કરોડ સોનામહોર તથા દસ-દસ હજાર ગાયોનાં આઠ ગોકુળ વ્યક્તિગત સંપત્તિના રૂપમાં હતાં. શેષ બાર પત્નીઓની પાસે તેના પિયરથી લાવેલી એક એક કરોડ સોનામહોર તથા દસ દસ હજાર ગાયોનું એક એક ગોકુળ વ્યક્તિગત સંપત્તિના રૂપમાં હતું.