________________
અધ્યયન-૮: શ્રમણોપાસક મહાશતક
૧૫૧ |
આઠમુ અધ્યયની
શ્રમણોપાસક મહાશતક
ddddddછી મહાશતક ગાથાપતિઃ| १ अट्ठमस्स उक्खेवओ । एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे गुणसीलए चेइए । सेणिए राया । ભાવાર્થ :- આઠમા અધ્યયનનું આરંભ વાક્ય પ્રથમ અધ્યયનની સમાન જાણવું.
આર્ય સુધર્માસ્વામીએ કહ્યું- જંબૂ! ચોથા આરાના અંતિમ ભાગમાં, ભગવાન સંદેહે બિરાજમાન હતા, ત્યારે રાજગૃહ નામનું નગર હતું. નગરની બહાર ગુણશીલ નામનું ચૈત્ય હતું. શ્રેણિક નામના રાજા
ત્યાં રાજ્ય કરતા હતા. | २ तत्थ णं रायगिहे महासयए णामं गाहावई परिवसइ, अड्डे, जहा आणंदो । णवरं अट्ठ हिरण्णकोडीओ सकसाओ णिहाण-पउत्ताओ, अट्ठ हिरण्णकोडीओ सकसाओ वुडिपउत्ताओ, अट्ट हिरण्णकोडीओ सकसाओ पवित्थरपउत्ताओ, अट्ट वया, दसનો સાહસિ વM I શબ્દાર્થ :- સસાઓ = કાંસ્ય પ્રમાણ સોનામહોર. ભાવાર્થ :- રાજગૃહમાં મહાશતક નામના ગાથાપતિ નિવાસ કરતા હતા. તે સમૃદ્ધિશાળી હતા. વૈભવ વગેરેમાં આનંદ શ્રાવકની સમાન હતા. ભિન્નતા એ હતી કે તેની પાસે આઠ કરોડ કાંસ્ય પ્રમાણ સોનામહોર સુરક્ષિત ખજાનામાં, આઠ કરોડ કાંસ્ય પ્રમાણ સોનામહોર વ્યાપારમાં અને આઠ કરોડ કાંસ્ય પ્રમાણ સોનામહોર ઘરના વૈભવમાં રાખી હતી. તેના આઠ વ્રજ–ગોકુળ હતાં. પ્રત્યેક ગોકુળમાં દસ-દસ હજાર ગાયો હતી. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં મહાશતકની સંપત્તિનો વિસ્તાર કાસ્યપાત્ર પ્રમાણ સોનામહોરમાં વર્ણિત છે. કાંસ્યનો અર્થ કાંસાથી બનાવેલું એક પાત્ર વિશેષ છે. પ્રાચીનકાળમાં વસ્તુઓની ગણતરી તથા વજનની (તોલની) સાથે સાથે માપનું પણ ચલણ હતું. એક વિશેષ માપની સામગ્રી અંદર સમાઈ શકે એવા માપનાં પાત્ર આ ઉપયોગમાં લેવામાં આવતાં હતાં. અહીં કાંસ્યનો અર્થ આ પ્રકારના પાત્રથી છે.
૧૬ માસા = ૧કર્ષ ૧ કર્ષ = ૧ તોલો ૬૪ તોલા = ૧ શેર = પ્રસ્થ ૪ પ્રસ્થ = ૧ આઢક = કાંસ્યપાત્ર = ચતુઃષષ્ટિપલ કાંસ્યપાત્ર પણ નાનાં મોટાં અનેક પ્રકારનાં હોય છે. બે દ્રોણ પરિમાણનું પણ કાંસ્યપાત્ર હોય છે.