________________
અધ્યયન-૮: શ્રમણોપાસક મહાશતક
| १५३
મહાશતક દ્વારા શ્રાવક ધર્મ સ્વીકાર:| ५ तेणं कालेणं तेणं समएणं सामी समोसढे । परिसा णिग्गया । जहा आणंदो तहा णिग्गच्छइ । तहेव सावयधम्म पडिवज्जइ । णवरं अट्ठ हिरण्णकोडीओ सकंसाओ उच्चारेइ, अट्ट वया । रेवइपामोक्खाहिं तेरसहिं भारियाहिं अवसेस मेहुणविहिं पच्चक्खाइ। सेस सव्व तहेव,इम च ण एयारूव अभिग्गह अभिगिण्हइ-कल्लाकल्लि च णं कप्पइ मे बे-दोणियाए कंस-पाईए हिरण्ण-भरियाए संववहरित्तए । ભાવાર્થ :- સમયે ભગવાન મહાવીરનું રાજ્યગૃહીમાં પદાર્પણ થયું. પરિષદ નીકળી. મહાશતક પણ આનંદ શ્રાવકની જેમ ભગવાનની સમીપે પહોંચી ગયા અને તેણે પણ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. તેમાં અંતર એ જ હતું કે મહાશતકે પરિગ્રહના રૂપમાં આઠ-આઠ કરોડ કાંસ્ય-પ્રમાણ સોનામહોર ખજાના આદિમાં તથા આઠ ગોકુળ રાખવાની મર્યાદા કરી. રેવતી વગેરે તેર પત્નીઓ સિવાય બીજી સ્ત્રીઓ સાથે મૈથુન – સેવનનો ત્યાગ કર્યો. તેણે શેષ પ્રત્યાખ્યાન આનંદ શ્રાવકની સમાન કર્યા, પરંતુ એક વિશેષ મર્યાદા કરી કે હું રોજ લેવડ-દેવડમાં બે દ્રોણ-પરિમાણ એક કાંસ્ય પાત્રથી અધિક સોનામહોરની મર્યાદા કરું છું.
६ तए णं से महासयए समणोवासए जाए अभिगयजीवाजीवे जाव विहरइ । ભાવાર્થ :- તત્પશ્ચાતુ મહાશતક જીવ, અજીવ વગેરે તત્ત્વોના જ્ઞાતા શ્રમણોપાસક થઈ ગયા. યાવત ધાર્મિક જીવન જીવવા લાગ્યા. |७ तए णं समणे भगवं महावीरे बहिया जणवय विहारं विहरइ । ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર અન્ય જનપદમાં વિહાર કરી ગયા. રેવતીની અધમ વિચારધારા - | ८ तए णं तीसे रेवईए गाहावइणीए अण्णया कयाइ पुव्वरत्तावरत्त-कालसमयंसि कुटुंब-जागरियं जागरमाणीए इमेयारूवे अज्झथिए- एवं खलु अहं इमासिं दुवालसण्ह सवत्तीणं विघाएणं णो संचाएमि महासयएणं समणोवासएणं सद्धिं उरालाई माणुस्सयाई भोगभोगाई भुंजमाणी विहरित्तए । तं सेयं खलु ममं एयाओ दुवालस वि सवत्तियाओ अग्गिप्पओगेणं वा सत्थप्पओगेणं वा विसप्पओगेणं वा जीवियाओ ववरोवित्ता एयासि एगमेगं हिरण्णकोडिं, एगमेगं वयं सयमेव उवसंपज्जित्ताणं महासयएणं समणोवासए णं सद्धिं उरालाई माणुस्सयाई भोगभोगाई भुंजमाणी विहरित्तए । एवं संपेहेइ, संपेहेत्ता तासिं दुवालसण्ह सवत्तीण अंतराणि य छिद्दाणि य विवराणि य पडिजागरमाणी विहरइ । शार्थ :- सवत्तियाओ = शोऽय. ભાવાર્થ :- એક દિવસ પૂર્વાર્ધ રાત્રિના સમયે ગાથાપતિ મહાશતકની પત્ની રેવતી પોતે પારિવારિક વિષયોની ચિંતામાં જાગતી હતી. ત્યારે તેના મનમાં એ વિચાર આવ્યો કે હું મારી બાર શોક્યોના વિદનને કારણે મારા પતિ શ્રમણોપાસક મહાશતકની સાથે મનુષ્ય જીવનના વિપુલ વિષયસુખ ભોગવી શકતી નથી, તેથી મારા માટે એ જ શ્રેષ્ઠ છે કે હું બાર શોક્યોને અગ્નિપ્રયોગ, શસ્ત્રપ્રયોગ અથવા વિષપ્રયોગ