________________
૧૪૮
આઠમું અધ્યયન go
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
પરિચય 11 11
ளகயிலான
સંઘર્ષમય પરિસ્થિતિમાં પણ વ્યક્તિની સમજણ દશા હોય તો તે આરાધના કરી શકે છે. તેનું આદર્શ દષ્ટાંત રાજગૃહીના નિવાસી ગાથાપતિ મહાશતક હતા. ત્યાંના રાજા શ્રેણિક હતા, જે બૌદ્ધ સાહિત્યમાં બિંબિસાર નામથી પ્રસિધ્ધ હતા. શ્રેણિક રાજાના રાજ્યમાં પ્રજા સુખ-શાંતિથી જીવન વ્યતીત કરતી હતી. ગાથાપતિ મહાશતકને રેવતી પ્રમુખ તેર પત્નીઓ હતી. તે સમયે સાધન સંપન્ન લોકોમાં બહુપત્નીની પ્રથા પ્રચલિત હતી.
મહાશતક પાસે આઠ કરોડ કાંસ્યપાત્ર પ્રમાણ સુવર્ણ મુદ્દાઓ સુરક્ષિત ખજાનામાં, તેટલી જ વ્યાપારમાં અને તેટલી જ ઘરની સાધન-સામગ્રીમાં હતી. તેની સંપત્તિની ગણતરી મુદ્રાથી ભરેલાં કાંસ્ય પાત્રોથી કરવામાં આવી છે, કાંસ્યપાત્ર તે જમાનાનું એક માપવાનું પાત્ર હતું.
રેવતી વગેરે તેર પત્નીઓ પોતાના પિયરથી પ્રીતિદાનના રૂપમાં વિપુલ સંપત્તિ લાવી હતી. તેમાં રેવતી આઠ કરોડ સુવર્ણ મુદ્રા અને દશ-દશ હજાર ગાયોનાં આઠ ગોકુળ અને શેષ બાર પત્નીઓ એક એક કરોડ સુવર્ણમુદ્રા અને એક એક ગોકુળ પિયરથી લાવી હતી. પિયરની સંપત્તિ પત્નીઓના અધિકારમાં સ્વતંત્ર રૂપે રહેતી હતી.
આ રીતે મહાશતક તેર તેર પત્નીઓ સાથે પાંચે ઇન્દ્રિયોનાં વિષય સુખને ભોગવતો હતો. તેમ જ તેની સજ્જનતા આદિ સદ્ગુણોના કારણે સમાજમાં પણ તેની પ્રતિષ્ઠા હતી. કેવળ ભોગ વિલાસ જ તેનું જીવન ન હતું. ભોગની સાથે ત્યાગનું પણ સ્થાન તેના જીવનમાં હતું. યોગાનુયોગ પ્રભુ મહાવીર રાજગૃહી નગરીમાં પધાર્યા. તેના દર્શન અને ઉપદેશ શ્રવણ માટે પરિષદ ભેગી થઇ. મહાશતક વૈભવશાળી અને સાંસારિક દષ્ટિથી સુખી હતા, પરંતુ તે વૈભવ અને સુખમાં લિપ્ત ન હતા. નગરના લોકોની જેમ તે પણ ભગવાન મહાવીરના સાંનિધ્યમાં પહોંચી ગયા, ઉપદેશ સાંભળ્યો, આત્મ પ્રેરણા જાગી, આનંદની જેમ તેણે પણ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. પરિગ્રહના રૂપમાં આઠ-આઠ કરોડ કાંસ્ય પ્રમાણ સોનામહોરોને ખજાના વગેરેમાં રાખવાની મર્યાદા કરી, ગૌધનમાં આઠ ગોકુળો રાખવાનો સંકલ્પ કર્યો. પોતાની તેર પત્નીઓ સિવાય અન્ય સ્ત્રીઓ સાથે અબ્રહ્મચર્યનો ત્યાગ કર્યો. પ્રતિદિન લેવડ-દેવડ માટે એક કાંસ્યપાત્ર પ્રમાણ સોનામહોરોની છૂટ રાખી. આ રીતે તેણે પોતાની વૃત્તિને મર્યાદિત બનાવી લીધી.
મહાશતકની મુખ્ય પત્ની રેવતી વ્યક્તિગત સંપત્તિના રૂપમાં ધનાઢય હતી પરંતુ તેના મનમાં અર્થ અને ભોગની અદમ્ય લાલસા હતી. એકવાર મધ્યરાત્રિએ તેને એક દુષ્ટ વિચાર આવ્યો- જો હું મારી બાર શોક્યોને મારી નાંખુ તો તેની વ્યક્તિગત સંપત્તિ પર મારો સહજ અધિકાર થઈ જાય અને મહાશતકની સાથે હું એકલી મનુષ્ય જીવનના વિપુલ, વિષય–સુખ ભોગવતી રહું.
રેવતી કામાંધ બની ગઈ હતી. પોતાના કુળ અને ગોત્રનો વિચાર કર્યા વિના પોતાની સત્તાના જોરે અત્યંત ક્રૂર કૃત્ય તેણે કરાવ્યું, બાર શોક્યોની ઘાત કરાવીને, મનની ઇચ્છા પૂર્ણ કરી. કામાંધ વ્યક્તિ કેવાં ભયાનક કામ મનુષ્ય ભવમાં કરી શકે છે, તે રેવતીની પ્રવૃત્તિથી જાણી શકાય છે. એક ભોગ લાલસાને