________________
અધ્યયન-૭ : શ્રમણોપાસકે સકડાલપુત્ર
ભાવાર્થ:- તે દેવે બીજીવાર, ત્રીજીવાર આ પ્રમાણે કહ્યું, ત્યારે શ્રમણોપાસક સકડાલપુત્રના મનમાં ચુલનીપિતાની જેમ વિચાર આવ્યો યાવતુ માંસ અને લોહી મારા શરીર પર છાંટયાં. હવે મારા સુખદુઃખમાં સહભાગી પત્ની અગ્નિમિત્રાને ઘેરથી લાવી મારી સમક્ષ મારી નાંખશે. મારા માટે એ જ શ્રેયસ્કર છે કે
૧૪૭
હું આ પુરુષને પકડી લઉં. આમ વિચારી હું દોડયો. શેષ ઘટના ચુલનીપિતાની સમાન સમજવી જોઈએ. વિશેષમાં અહીં સકડાલપુત્રની પત્ની અગ્નિમિત્રા કોલાહલ સાંભળીને આવી અને સકડાલપુત્રને વાસ્તવિકતાનો બોધ કરાવ્યો, ધર્મ માર્ગમાં સ્થિર કર્યાં યાવત્ સકડાલપુત્ર શ્રમણોપાસક અરુણભૂત વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે. આ અધ્યયનનું ઉપસંહાર વાક્ય પ્રથમ અધ્યયનની સમાન જાણવું.
ઃ
ઉપસંહાર :– સર્કડાલ શ્રમણોપાસક જાતિથી કુંભકાર હતા, પાંચસો કુંભારશાળાઓના માલિક હતા. તેના જીવનનું કથાનક એક સરળ, પવિત્ર અને આદર્શ ગૃહસ્થનું દર્શન કરાવે છે. પુણ્યના યોગે સાધન સંપન્ન હોવા છતાં તેના જીવનમાં ધર્મનું સ્થાન હતું. તેની શ્રદ્ધા ગોશાલકના નિયતિવાદની હતી. પ્રભુના પ્રથમ સમાગમે જ તેને સત્ય સમજાઈ ગયું. તરત જ તેણે પોતાના વિચારોનો આગ્રહ ન રાખતા સત્—તત્ત્વને સ્વીકારી લીધું. સરળ વ્યક્તિ જ પોતાના છંદ(અભિપ્રાય)ને છોડી શકે છે અને જે સ્વચ્છંદને છોડી શકે છે તે જ સત્યને સમર્પિત થઈ શકે છે અને અંતે સત્યને પામી શકે છે. જીવનના પ્રત્યેક વ્યવહારમાં સરળતા અતિ આવશ્યક છે. તેનાથી અનેક દુર્ગુણોને રોકી શકાય છે. તે સદ્ગુણોને જન્માવી શકે છે. તેની પત્ની અગ્નિમિત્રા પણ સરળતાની મૂર્તિ હતી. આ એક ગુણના કારણે જ અંત સુધી તે દંપતીએ ભગવાન મહાવીરના ધર્મની આરાધના કરી. આવા આદર્શ શ્રાવક શ્રાવિકાના જીવનથી દરેક મુમુક્ષુ આત્માએ
સરળભાવે સત્ય તત્ત્વનો સ્વીકાર કરીને જીવનનો વિકાસ કરવો જોઈએ.
II અધ્યયન- સંપૂર્ણ ॥