________________
અધ્યયન-૭: શ્રમણોપાસક સકડાલપુત્ર
[ ૧૪૫ ]
आघवणाहि य पण्णवणाहि य सण्णवणाहि य विण्णवणाहि य णिग्गथाओ पावयणाओ चालित्तए वा खोभित्तए वा विपरिणामित्तए वा, ताहे संते, तंते, परितंते पोलासपुराओ णयराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवय-विहारं विहरइ । શબ્દાર્થ :- મયવાહં = અનેક પ્રકારે કહીને પુછાવણfહં = ભેદપૂર્વક તત્ત્વનિરૂપણ કરીને સUવાહ = સમ્યક પ્રકારે સમજાવીને વિવાહ = મનને અનુકૂળ ભાષણ કરીને. ભાવાર્થ :- પંખલિપુત્ર ગોશાલક આખ્યાપના-અનેક પ્રકારે કહીને, પ્રજ્ઞાપના–ભેદપૂર્વક તત્ત્વ નિરૂપણ કરીને, સંજ્ઞાપના-સમ્યક પ્રકારે સમજાવીને તથા વિજ્ઞાપના–તેના મનને અનુકુળ ભાષણ કરીને પણ જ્યારે શ્રમણોપાસક સકડાલપુત્રને નિગ્રંથ પ્રવચનથી વિચલિત, ક્ષભિત તથા વિપરિણામિત-વિપરીત પરિણામયક્ત કરી શકયો નહીં, તેના મનોભાવોને પરિવર્તિત કરી શક્યો નહીં ત્યારે તે શ્રાન્ત, કલાત્ત, અને ખિન્ન થઈને પોલાસપુર નગરથી પ્રસ્થાન કરી અન્યત્ર વિહાર કરી ગયો. દેવકૃત ઉપસર્ગઃ - ४६ तए णं तस्स सद्दालपुत्तस्स समणोवासयस्स बहूहिं सीलजाव भावेमाणस्स चोइस संवच्छराई वइक्कंताई । पण्णरसमस्स संवच्छरस्स अंतरा वट्टमाणस्स अण्णया कयाई पुव्व-रत्तावरत्त-काले जाव समणस्स भगवओ महावीरस्स [अतिय] धम्मपण्णत्ति उवसंपज्जित्ताणं विहरइ । શબ્દાર્થ :- વક્રતા = વ્યતીત થયા. ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણોપાસક સકલાલપુત્રને વ્રતોની ઉપાસના દ્વારા આત્માને ભાવિત કરતા ચૌદ વરસ વ્યતીત થઈ ગયાં. જ્યારે પંદરમું વરસ વ્યતીત થઈ રહ્યું હતું, ત્યારે એકવાર પૂર્વાદ્ધ રાત્રિના સમયે વાવતું શ્રમણ ભગવાન મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિને સ્વીકાર કરી ઉપાસનામાં નિમગ્ન થયા. ४७ तए णं तस्स सद्दालपुत्तस्स समणोवासयस्स अंतियं पुव्वरत्तावरत्तकाले एगे देवे पाउब्भवित्था । ભાવાર્થ - એકવાર મધ્યરાત્રિએ સકડાલપુત્રની સામે એક દેવ પ્રગટ થયો. ४८ तए णं से देवे एगं महं णीलुप्पल जाव खुरधारं असिं गहाय सद्दालपुत्तं समणोवासयं एवं वयासी- हं भो सद्दालपुत्ता समणोवासया ! एवं सव्वं उच्चारेयव्वं जाव आयंचइ। णवरं एक्केक्के पुत्ते णव मंस-सोल्लए करेइ आयंचइ । ભાવાર્થ :- દેવે એક મોટી, ઉત્પલ જેવી નીલી યાવતુ તીક્ષ્ણ ધારવાળી તલવાર હાથમાં લઈ, શ્રમણોપાસક સકડાલપુત્રને કહ્યું– અરે ઓ શ્રમણોપાસક સકલાલપુત્ર! (આ પ્રકારે સંપૂર્ણ કથન કરવું) થાવત્ માંસ અને લોહી સકડાલપુત્ર પર છાંટયા. વિશેષતા એ છે કે એક-એક પુત્રના નવ-નવ ટુકડા (માંસ-ખંડ) કર્યા. ४९ तए णं से सद्दालपुत्ते समणोवासए अभीए जाव विहरइ । ભાવાર્થ :- ત્યારે સકડાલપુત્ર શ્રમણોપાસક નિર્ભયતાપૂર્વક યાવત્ ધર્મધ્યાનમાં લીન રહ્યા.