________________
૧૪૪
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
મતમતાંતરના પ્રવર્તકો સાથે અતિ સંપર્ક કે તેમને માનસન્માન પ્રદાન કરવું ન જોઈએ કે તેમની વિચારધારામાં ઊંડા ઊતરવું ન જોઈએ, તેમ કરવાથી સમકિતના અતિચાર કયારેક અનાચારમાં પરિણમી જાય છે.
સકડાલપુત્રને પ્રભુ મહાવીરની ધર્મ પ્રજ્ઞપ્તિમાં શ્રદ્ધા થયા પછી તેણે ગોશાલકને આદર-સત્કાર આપ્યો નહીં તેની સાથે ઉપેક્ષાપૂર્વકનો ભાવ પ્રદર્શિત કર્યો.
સાધકે ભગવાન મહાવીરના શ્રમણો પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ, તથા આદરભાવ બરાબર રાખવો જોઈએ. કદાચિત્ છદ્મસ્થતા કે ચારિત્રમોહના ઉદયે કોઈના આચરણમાં કંઈ પણ સ્ખલના કે ફેરફાર જણાય, તો પણ આવા વીતરાગ માર્ગના સાધકો સાથે દુર્વ્યવહાર, અવ્યવહાર અથવા નિંદા, તિરસ્કાર જેવી પ્રવૃત્તિઓ કરવી ઉચિત નથી. તેવા વીતરાગ માર્ગના સાધકો કુદર્શની પણ નથી અને સમકિતથી પતિત પણ નથી. માટે તેવા સાધકોનો અનાદર કરવો કે અભક્તિ કરવી એ જિનશાસનની જ અભક્તિ કહેવાય છે.
તાત્પર્ય એ છે કે કોઈએ ગોશાલક સાથે કરેલા સકડાલપુત્રના વ્યવહારનો આદર્શ સામે રાખીને જૈન સાધુઓનો, મહાવીરના શ્રદ્ધાવાન શ્રમણોનો અનાદર ક્યારેય કરવો ન જોઈએ. ભગવતી સૂત્રના પચીસમાં શતકમાં મૂલગુણ દોષ સેવનારા શ્રમણોમાં પણ સાધુપણાનો નિષેધ ન કરતાં તેઓને નિગ્રંથમાં ગણાવ્યા છે. માટે વીતરાગ ધર્મની શ્રદ્ધા રાખનારા શ્રમણો સાથે વિવેકથી વ્યવહાર કરવો જોઈએ. તે ઉપરાંત જૈન સાધુઓ સાથે ઉચિત વ્યવહાર ન કરવો તે સુજ્ઞ શ્રાવકોને યોગ્ય નથી. પ્રભુના ગુણગ્રામના કારણે ગોશાલકને નિમંત્રણ :
४३ तए णं से सद्दालपुत्ते समणोवासए गोसालं मंखलिपुत्तं एवं वयासी - जम्हा णं देवाप्पिया ! तुब्भे मम धम्मायरियस्स धम्मोवएसगस्स, समणस्स भगवओ महावीरस्स संतेहिं, तच्चेहिं, तहिएहिं, सब्भूएहिं भावेहिं गुणकित्तणं करेह, तम्हा णं अहं तुब्भे पाडिहारिएणं पीढ-फलग-सेज्जा-संथारएणं उवणिमंतेमि, णो चेव णं धम्मोति वा, तवोत्ति वा । तं गच्छह णं तुब्भे मम कुंभारावणेसु पाडिहारियं पीढ-फलग सेज्जासंथारयं ओगिण्हित्ताणं विहरह ।
ભાવાર્થ:ત્યારે શ્રમણોપાસક સકડાલપુત્રે ગોશાલક મંખલિપુત્રને કહ્યું – હે દેવાનુપ્રિય ! આપ મારા ધર્માચાર્ય ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીરના સત્ય, યથાર્થ, તથ્ય, તથા સદ્ભૂત ભાવોથી ગુણકીર્તન કરી રહ્યા છો, માટે હું આપને પ્રાતિહારિક પીઠ(બાજોઠ) શય્યા તથા સંસ્તારક માટે આમંત્રિત કરું છું, ધર્મ અથવા તપ માનીને નહીં. આપ મારી કુંભકારની કર્મશાળામાં પ્રાતિહારિક, બાજોઠ, પાટિયું શય્યા તથા સંસ્તારક ગ્રહણ કરી નિવાસ કરો.
४४ तए णं से गोसाले मंखलिपुत्ते सद्दालपुत्तस्स समणोवासयस्स एयमट्ठ पडिसुणेइ, पडिसुणेत्ता कुंभारावणेसु पाडिहारियं पीढ-फलग- सेज्जा - संथारयं ओगिण्हित्ताणं विहरइ । ભાવાર્થ:- મંખલિપુત્ર ગોશાલકે શ્રમણોપાસક સકડાલપુત્રનું આ કથન સ્વીકાર્યું અને તે તેની કર્મ-શાળાઓમાં પ્રાતિહારિક પીઠ ફલક, શય્યા, સંસ્તારક ગ્રહણ કરીને રહ્યો.
ગોશાલકનું ગમન :
४५ तए णं से गोसाले मंखलिपुत्ते सद्दालपुत्तं समणोवासयं जाहे णो संचाएइ बहूहिं