________________
અધ્યયન-૭: શ્રમણોપાસક સકડાલપુત્ર
[ ૧૪૧ ]
ખાધમાન, છિદ્યમાન, ભિધમાન, લુપ્યમાન, વિલુપ્યમાન અને ઉન્માર્ગગામી છે. ધર્મ માર્ગ દ્વારા તેની સુરક્ષા કરતાં, ધર્મ માર્ગ પર તેને આગળ વધારતાં, સહાય આપીને મોક્ષરૂપી મહાનગરમાં પહોંચાડે છે. હે સકલાલપુત્ર! આ અભિપ્રાયથી હું તેને મહાસાર્થવાહ કહું છું.
ગોશાલક- હે દેવાનુપ્રિય ! શું મહાધર્મ પ્રવકતા(મહાધર્મકથી) અહીં આવ્યા હતા ? સકલાલપુત્ર- હે દેવાનુપ્રિય! કોણ મહાધર્મકથી છે? ગોશાલક- શ્રમણ ભગવાન મહાવીર મહાધર્મકથી છે. સકડાલપુત્ર- શ્રમણ ભગવાન મહાધર્મકથી કેવી રીતે છે?
ગોશાલક- હે દેવાનુપ્રિય ! આ અત્યંત વિશાળ સંસારમાં ઘણાં પ્રાણી નશ્યમાન, વિનશ્યમાન, ખાધમાન, છિદ્યમાન, ભિધમાન, લુપ્યમાન છે, વિલુપ્યમાન છે, ઉન્માર્ગગામી છે, સત્ય પથ ભ્રષ્ટ છે, મિથ્યાત્વથી ગ્રસ્ત છે, આઠ પ્રકારના કર્મરૂપી અંધકાર સમૂહના આવરણથી ઢંકાયેલાં છે. તેને અનેક પ્રકારે સત્ય સમજાવી વિશ્લેષણ કરી, મનુષ્ય, દેવ, તિર્યંચ, નરકગતિમય સંસારરૂપી ભયાનક વનમાંથી સહાયક બનીને બહાર કાઢે છે. હે દેવાનુપ્રિય ! માટે હું તેને મહાધર્મકથી કહું છું.
ગોશાલક- હે દેવાનુપ્રિય! શું અહીં મહાનિર્ધામક આવ્યા હતા? સકલાલપુત્ર- હે દેવાનુપ્રિય! કોણ મહાનિર્ધામક છે? ગોશાલક- શ્રમણ ભગવાન મહાવીર મહાનિર્ધામક છે. સકલાલપુત્ર- કેવી રીતે?
ગોશાલક- હે દેવાનુપ્રિય ! સંસારરૂપી મહાસમુદ્રમાં અનેક જીવ નશ્યમાન, વિનશ્યમાન અને લુપ્યમાન અને વિલુપ્યમાન છે, તેઓ સંસારરૂપી મહા સમુદ્રમાં ડૂબી રહ્યા છે, ગોથાં ખાઈ રહ્યા છે, વહી રહ્યા છે. તેને સહારો દઈને (પોતે જ) ધર્મમય નૌકા દ્વારા મોક્ષરૂપી કિનારા પર લઈ જાય છે; માટે હું તેને મહાનિર્યામક- કર્ણધાર અથવા મહાન નાવિક કહું છું. વિવેચન :
આ સુત્રમાં ભગવાન મહાવીરની અનેક વિશેષતાઓને સૂચિત કરતાં અનેક વિશેષણ પ્રયુક્ત થયાં છે. તેમાં મહાગોપ તથા મહાસાર્થવાહ પણ છે. આ બંને વિશેષણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. મહાગોપ - ભગવાન મહાવીરનો સમય એક એવો યુગ હતો, જેમાં ગોપાલનનો પ્રચાર ઘણો હતો. તે સમયમાં મોટા ગૃહસ્થો હજારોની સંખ્યામાં ગાયો રાખતા હતા. તે સમયે ગોધન સમૃદ્ધિનું દ્યોતક હતું. ઉપયોગિતા અને અનેક લોકોને રોજગારી આપવાની દષ્ટિએ તેનું મહત્ત્વ હતું. આ રીતે ગાય પ્રધાન યુગમાં ગાયોની સાર સંભાળ કરનારા ગોવાળનું પણ અત્યંત મહત્ત્વ હતું. ભગવાનનું મહાગોપના રૂપક દ્વારા અહીં જે વર્ણન થયું છે, તેની પાછળ સમાજની ગોપાલન પ્રધાનવૃત્તિનો સંકેત છે. ગાયોને નિયંત્રિત કરનાર ગોવાળ તેને ઉત્તમ ઘાસ વગેરે ચરવાના લોભમાં ભટકવા દેતા નથી, પરંતુ ખોવાય ન જાય તેનું ધ્યાન રાખતા ચરાવીને ગાયોને સાંજે વાડામાં પહોંચાડતા હતા. તે રીતે ભગવાન પણ ભટકતા પ્રાણીઓને ભટકતા અટકાવીને મોક્ષરૂપી વાડામાં નિર્વિને પહોંચાડે છે, તેથી જ ભગવાન લોકસંરક્ષક અને કલ્યાણકારી મહાગોપ હતા. મહાસાર્થવાહ :- “મહાસાર્થવાહ’ શબ્દ પણ ઘણો મહત્ત્વનો છે. તે સમયે એવા વ્યાપારી સાર્થવાહ કહેવાતા હતા કે જે દૂરસુદૂર ભૂમાર્ગથી અથવા જલમાર્ગથી લાંબી મુસાફરી કરીને વ્યાપાર કરતા હતા. જો તેઓ ભૂમાર્ગથી યાત્રાઓ કરે તો અનેક ગાડા-ગાડી માલ ભરીને લઈ જતાં, જ્યાં લાભ મળે ત્યાં વેચી દેતા, ત્યાંથી બીજો સસ્તો માલ ભરી લેતા. જો આ યાત્રા સમુદ્રમાર્ગથી કરે તો જહાજ લઈ જતા. યાત્રાઓનો