________________
[ ૧૪૦ |
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
समणे भगवं महावीरे महाधम्मकही । से केणद्वेणं समणे भगवं महावीरे महाधम्मकही?
एवं खलु देवाणुप्पिया ! समणे भगवं महावीरे महङ्महालयसि संसारसि बहवे जीवे णस्समाणे, विणस्समाणे, खज्जमाणे, छिज्जमाणे, भिज्जमाणे, लुप्पमाणे, विलुप्पमाणे, उम्मग्गपडिवण्णे, सप्पह-विप्पणढे मिच्छत्त-बलाभिभूए, अट्ठविह-कम्म- तम-पडलपडोच्छण्णे, बहूहिं अद्वेहि य जाव वागरणेहि य चाउरताओ संसारकंताराओ साहत्थि णित्थारेइ । से तेणटेण देवाणुप्पिया ! एवं वुच्चइ- समणे भगवं महावीरे महाधम्मकही।
आगए णं देवाणुप्पिया! इहं महाणिज्जामए? के णं देवाणुप्पिया! महाणिज्जामए? समणे भगवं महावीरे महाणिज्जामए । से केणट्रेण ?
एवं खलु देवाणुप्पिया ! समणे भगवं महावीरे संसार महासमुद्दे बहवे जीवे णस्समाणे, विणस्समाणे जाव विलुप्पमाणे बुड्डमाणे, णिबुड्डमाणे, उप्पियमाणे धम्ममईए णावाए णिव्वाण-तीराभिमुहे साहत्थि संपावेइ । से तेणटेणं देवाणुप्पिया ! एवं वुच्चइ समणे भगवं महावीरे महाणिज्जामए । શબ્દાર્થ :- અડવી = અટવીમાં ઉનાળે = ખવાઈ રહ્યા છે નણં વંદેળ = ધર્મરૂપી દંડથી ઉત્થા = બહાર કાઢે છે સન્ધિ = પોતાના હાથે, પોતે જ. ભાવાર્થ :- પંખલિપુત્ર ગોશાલકે શ્રમણોપાસક સકડાલપુત્રને કહ્યું– શ્રમણ ભગવાન મહાવીર મહામાહણ છે. સકલાલપુત્ર- હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવાન મહાવીરને આપ મહામાહણ કયા અભિપ્રાયથી કહો છો? ગોશાલક- હે સકલાલપુત્ર! શ્રમણ ભગવાન મહાવીર અપ્રતિહત જ્ઞાન દર્શનના ધારક છે યાવત ત્રણે લોક દ્વારા સેવિત અને પૂજિત છે યાવત સત્કર્મ સંપત્તિથી યુક્ત છે, તેથી હું તેને મહામાહણ કહું છું.
ગોશાલક- શું અહીં મહાગોપ આવ્યા હતા? સકલાલપુત્ર- હે દેવાનુપ્રિય ! કોણ મહાગોપ? મહાગોપથી આપનો શું અભિપ્રાય છે ? ગોશાલક- શ્રમણ ભગવાન મહાવીર મહાગોપ છે. સકલાલપુત્ર- હે દેવાનુપ્રિય ! તેમને આપ કયા અર્થમાં મહાગોપ કહો છો ?
ગોશાલક- હે દેવાનુપ્રિય ! આ સંસારરૂપી ભયાનક વનમાં અનેક જીવો નષ્ટ થઈ રહ્યા છે. સન્માર્ગથી ભ્રષ્ટ થઈ રહ્યા છે, વિનશ્યમાન છે–(પ્રતિક્ષણ મરણ પ્રાપ્ત કરી રહ્યા) છે; ખાદ્યમાન છે–(હરણ વગેરેની યોનિમાં) સિંહ, વાઘ, દ્વારા ખવાઈ રહ્યા છે; છિદ્યમાન છે-(મનુષ્ય વગેરે યોનિમાં) તલવાર વગેરેથી છેદાઈ રહ્યા છે; ભિધમાન છે–ભાલા વગેરે દ્વારા વીંધાઈ રહ્યા છે; લુપ્યમાન છે–જેના કાન, નાક વગેરેનું છેદન કરવામાં આવે છે; વિલુપ્યમાન છે–જેને વિકલાંગ કરવામાં આવે છે. તેનું ધર્મરૂપી દંડથી રક્ષણ કરતાં, સંગોપન કરતાં, તેને મદદ કરી મોક્ષરૂપીવિશાળ વાડામાં પોતે જ પહોંચાડે છે. હે સકલાલપુત્ર! માટે શ્રમણ ભગવાન મહાવીરને હું મહાગોપ કહું છું.
ગોશાલક- હે દેવાનુપ્રિય ! શું અહીં મહાસાર્થવાહ આવ્યા હતા? સકડાલપુત્ર- આપ કોને મહાસાર્થવાહ કહો છો ? ગોશાલક- હે સકલાલપુત્ર ! શ્રમણ ભગવાન મહાવીર મહાસાર્થવાહ છે. સકલાલપુત્ર- કેવી રીતે ?
ગોશાલક- હે દેવાનુપ્રિય! આ સંસારરૂપી ભયાનક વનમાં ઘણા જીવો નશ્યમાન, વિનશ્યમાન,