________________
| ૧૪૨ ]
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
સમય લગભગ લાંબાગાળાનો હતો. જહાજમાં વેચવાના માલ સાથે પીવાનું પાણી, ખાવાની ચીજો, દવા વગેરે ઉપયોગની બધી ચીજો રાખતા હતા, આ યાત્રાઓના સંચાલક સાર્થવાહ કહેવાતા હતા. આવા સાર્થવાહની ખાસ વિશેષતા એ હતી કે જ્યારે તે આવી વ્યાપારિક યાત્રા કરતા હતા, ત્યારે નગરમાં ઘોષણા કરાવતા કે- જે કોઈ વ્યાપારી વ્યાપાર માટે આ યાત્રામાં આવવા ઇચ્છતા હોય તે પોતાના સામાનની સાથે ગાડાં-ગાડી લઈને આવી જાય અથવા જહાજમાં આવી જાય, તેની બધી વ્યવસ્થા સાર્થવાહ તરફથી થશે. તેમાં પૈસાની જરૂર પડશે તો સાર્થવાહ તે પણ આપશે. તેનાથી થોડા માલવાળા નાના વેપારીઓને મોટી સગવડ મળતી હતી, સ્વયં યાત્રા કરી શકે તેટલી સાધન સામગ્રી તેની પાસે હોતી નથી, લાંબી યાત્રાઓમાં લૂંટફાટનો ભય રહેતો હતો; માટે સાર્થવાહ આરક્ષકોનું એક શસ્ત્રસજ્જિત દળ પણ પોતાની સાથે રાખતા હતા.
આ રીતે નાના વેપારીઓ પોતાની પાસે અલ્પ સાધનો હોવા છતાં પણ દૂર-સુદૂર વ્યાપાર કરવામાં સહાય મેળવી લેતા. સામાજિક દષ્ટિએ આ પરંપરા ઘણી ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ હતી અને તેથી જ તે સમયમાં સાર્થવાહોની સામાજિક પ્રતિષ્ઠા અને રાજ્યમાં સન્માન હતાં.
આગમોમાં આવા અનેક સાર્થવાહોનાં વર્ણન છે. શ્રી જ્ઞાતાધર્મકથાના ૧૫મા અધ્યયનમાં ધન્ય સાર્થવાહનું વર્ણન છે. તે ચંપાનગરથી અહિચ્છત્રાની વ્યાપારિક જાત્રા કરવા જાય છે ત્યારે તે નગરમાં સાર્વજનિક રૂપે ઘોષણા કરાવે છે કે– તેના સાર્થમાં જે આવવા ઇચ્છે તે નિસંકોચ આવી શકે છે.
આચાર્ય હરિભદ્ર સમરાદિત્ય કથાના ચોથા ભવમાં ધન નામના સાર્થવાહ પુત્રની આ પ્રકારની યાત્રાનું વર્ણન કર્યું છે. જ્યારે તે પોતાના નિવાસ સ્થાન સુશર્મનગરથી તામ્રલિપ્ત જઈ રહ્યા હતા ત્યારે તેણે પણ આ રીતે પોતાની યાત્રાની ઘોષણા કરાવી હતી.
ભગવાન મહાવીરને 'મહાસાર્થવાહ'ની ઉપમાથી તત્કાલીન મહાસાર્થવાહ શબ્દની સાથે રહેલા સામાજિક સન્માનનું પણ સુચન છે. જે રીતે મહાસાર્થવાહ સામાન્ય માણસોને પોતાની સાથે લઈ જાય છે, મોટી વ્યાપારિક સ્થિતિ સુધી પહોંચાડી દે છે, તે રીતે ભગવાન મહાવીર સંસારમાં ભટકતા પ્રાણીઓને મોક્ષ (જે જીવનવ્યાપારનું અંતિમ લક્ષ્ય છે.) સુધી પહોંચવામાં મદદ કરે છે. ४२ तए णं से सद्दालपुत्ते समणोवासए गोसालं मंखलिपुत्तं एवं वयासी- तुब्भे णं देवाणुप्पिया ! इयच्छेया इयदच्छा, इयपट्ठा, इयणिउणा, इय-णयवादी, इय-उवए सलद्धा, इय-विण्णाण-पत्ता, पभू णं तुब्भे मम धम्मायरिएणं धम्मोवएसएणं भगवया महावीरेणं सद्धिं विवादं करेत्तए ? णो इणढे समढे । ___ से केणट्टेणं देवाणुप्पिया ! एवं वुच्चइ- णो खलु पभू तुब्भे ममं धम्मायरिएणं धम्मोवएसएणं, समणेणं भगवया महावीरेणं सद्धिं विवादं करेत्तए ?
__ सद्दालपुत्ता ! से जहाणामए केइ पुरिसे तरुणे जुगवं बलवं, अप्पायके, थिरग्गहत्थे, पडिपुण्णपाणिपाए, पिटुंतरोरुसंघायपरिणए, घणणिचियवट्टपालिखंधे, -પવન- ગફળ-વાયામ-સમલ્થિ,
-મદિય-સમદff૨-, उरस्सबलसमण्णागए, तालजमलजुयलबाहू, छेए, दक्खे, पत्तढे णिउण-सिप्पोवगए एग महं अयं वा एलयं वा सूयरं वा कुक्कुडं वा तित्तिरं वा वट्टयं वा लावयं वा कवोयं वा कविंजलं वा वायसं वा सेणयं वा हत्थंसि वा पायंसि वा खुरंसि वा