________________
અધ્યયન-૭: શ્રમણોપાસક મકડાલપુત્ર
૧૩૭ ]
ભાવાર્થ :- સકલાલપુત્રની પત્ની અગ્નિમિત્રા શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મ શ્રવણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થઈ, તેણે ભગવાનને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરી તે બોલી- હે ભગવાન! હું નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરું છું, વિશ્વાસ કરું છું, નિગ્રંથ પ્રવચનમાં હું રુચિ કરું છું. હે ભગવાન! આ આમ જ છે, આ તથ્ય છે, સત્ય છે, ઇચ્છિત છે, વારંવાર ઇચ્છિત છે, ઇચ્છિત-પ્રતીચ્છિત છે, જેવું આપે પ્રતિપાદન કર્યું તેમ જ છે. હે દેવાનુપ્રિય! આપની પાસે જે રીતે ઘણા ઉગ્ર–આરક્ષક અધિકારી, ભોગ–રાજાના મંત્રીમંડળના સભ્ય, રાજન્ય-રાજાના પરામર્શક મંડલના સદસ્ય, ક્ષત્રિય વંશના રાજકર્મચારી, બ્રાહ્મણ, સુભટ, યોદ્ધાયુદ્ધોપજીવી સૈનિક, પ્રશાસ્તા-પ્રશાસન અધિકારી, મલ્લિક-મલ્લ ગણરાજ્યના સભ્ય, લિચ્છવીલિચ્છવી ગણરાજ્યના સભ્ય તથા અન્ય અનેક રાજા, ઐશ્વર્યશાળી, તલવર–જાગીરદાર, માડંબિક, કૌટુંબિક, ધનવાન, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહ વગેરે મુંડિત થઈ, ગૃહવાસનો ત્યાગ કરી અણગાર અથવા શ્રમણ રૂપે પ્રવ્રજિત થયા છે, હું તે રીતે મુંડિત થઈને, ગૃહવાસનો ત્યાગ કરી અણગાર ધર્મમાં પ્રવ્રજિત થવામાં અસમર્થ છું માટે આપની સમીપે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ ગ્રહણ કરવા ઇચ્છું છું.
અગ્નિમિત્રાએ આ પ્રમાણે કહ્યું, ત્યારે ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિયા ! તમને જેમ સુખ ઊપજે તેમ કરો, વિલંબ કરો નહીં. ३४ तए णं सा अग्गिमित्ता भारिया समणस्स भगवओ महावीरस्स अंतिए पंचाणुवइयं सत्तसिक्खावइयं दुवालसविहं सावगधम्म पडिवज्जइ, पडिवज्जित्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता तमेव धम्मियं जाणप्पवरं दुरुहइ, दुरुहित्ता जामेव दिसिं पाउब्भूया, तामेव दिसिं पडिगया । ભાવાર્થ :- ત્યારે અગ્નિમિત્રાએ શ્રમણ ભગવાન મહાવીર પાસે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારનો શ્રાવક ધર્મ સ્વીકાર્યો; શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યો, વંદન નમસ્કાર કરીને ઉત્તમ રથ પર આરૂઢ થઈ, જે દિશામાંથી આવી હતી તે દિશામાં પાછી ગઈ. વિવેચન :
અગ્નિમિત્રા સાધન સંપન્ન પરિવારની સ્ત્રી હતી. તેમ છતાં અભિમાન આદિ અવગુણો તેનામાં ન હતા. તેનામાં પણ ઘણી સરળતા હતી. પતિના નિર્દેશ અનુસાર પ્રભુનો ઉપદેશ સાંભળ્યો. સરળ વ્યક્તિની જ શુદ્ધિ થાય છે અને તેના અંતરમાં જ ઉપદેશ અસર કરે છે. અગ્નિમિત્રાના અંતરમાં પ્રભુનો વીતરાગ ધર્મ સ્પર્શી ગયો અને તરત જ શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો. ભગવાનનો વિહાર:३५ तए णं समणे भगवं महावीरे अण्णया कयाई पोलासपुराओ णयराओ सहस्संबवणाओ उज्जाणाओ पडिणिग्गच्छइ, पडिणिग्गच्छित्ता बहिया जणवयविहारं विहरइ । ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર પોલાસપુર નગરમાંથી સહસામ્રવન ઉદ્યાનમાંથી પ્રસ્થાન કરી એક દિવસ અન્યત્ર વિહાર કરી ગયા.
३६ तए णं से सद्दालपुत्ते समणोवासए जाए अभिगयजीवाजीवे जाव विहरइ । तए णं सा अग्गिमित्ता भारिया समणोवासिया जाया अभिगयजीवाजीवे जाव विहरइ ।