________________
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
ભાવાર્થ :- ત્યારે તે સકડાલપુત્ર જીવ-અજીવ વગેરે તત્ત્વોના જ્ઞાતા શ્રમણોપાસક થઈ ગયા યાવત્ ધાર્મિક જીવન જીવવા લાગ્યા. ત્યારે તે અગ્નિમિત્રાભાર્યા જીવ-અજીવ વગેરે તત્ત્વોની જ્ઞાતા શ્રમણોપાસિકા થઈ ગઈ યાવત્ ધાર્મિક જીવન જીવવા લાગી.
ગોશાલકનું આગમન :
૧૩૮
३७ तए णं से गोसाले मंखलिपुत्ते इमीसे कहाए लद्धट्ठे समाणे एवं खलु सद्दालपुत्ते आजीविय-समयं वमित्ता समणाणं णिग्गंथाणं दिट्ठि पडिवण्णे । तं गच्छामि णं सद्दालपुत्तं आजीविओवासयं समणाणं णिग्गंथाणं दिट्ठि वामेत्ता पुणरवि आजीविय दिट्ठि गेण्हावित्तए त्ति कट्टु एवं संपेहे, संपेहेत्ता आजीविय- संघसंपरिवुडे जेणेव पोलासपुरे णयरे, जेणेव आजीवियसभा, तेणेव उवागच्छइ, उवागच्छित्ता आजीवियसभाए भंडगणिक्खेवं करेइ, करेत्ता कइवएहिं आजीविएहिं सद्धिं जेणेव सद्दालपुत्ते समणोवासए तेणेव उवागच्छइ । શબ્દાર્થ:- માળીવિય-સમય- આજીવિક સિદ્ધાંત વિĚિ- દષ્ટિને, વિચારધારાને સંપસંપરવુડે=
સંઘ સાથે.
ભાવાર્થ:ત્યાર પછી મંખલિપુત્ર ગોશાલકે સાંભળ્યું કે સકડાલપુત્રે આજીવિક સિદ્ધાંત છોડીને શ્રમણ નિગ્રંથોની દષ્ટિ (દર્શન) અથવા માન્યતા સ્વીકારી લીધી છે, ત્યારે તેણે વિચાર કર્યો કે, હું આજીવિકોપાસક સકડાલપુત્રની પાસે જાઉં અને શ્રમણ નિગ્રંથોની માન્યતા છોડાવી તેને ફરી આજીવિક સિદ્ધાંતનો સ્વીકાર કરાવું. આ પ્રમાણે વિચાર કરીને તે આજીવિક સંઘની સાથે પોલાસપુર નગરમાં આવ્યો, આજીવિક સભામાં પહોંચ્યો. ત્યાં પોતે પાત્ર, ઉપકરણ રાખ્યાં તથા કેટલાક આજીવિકોની સાથે જ્યાં સકડાલપુત્ર હતા ત્યાં ગયો. વિવેચનઃ
વર્તમાન પ્રણાલિકા અનુસાર ઉપાશ્રય, સ્થાનક અને સભાભવન વગેરે ધર્મસ્થાન હોય છે, તે જ રીતે આગમકાલીન યુગમાં પણ પૌષધશાળા અને સભાભવન આદિ ધર્મસ્થાન હતાં. ઉપરોક્ત સૂત્રમાં કહ્યું છે કે ગોશાલક પોતાની આજીવિક સભામાં રહ્યો હતો.
સકડાલપુત્રનો ઉપેક્ષાભાવઃ
३८
તમ णं से सद्दालपुत्ते समणोवासए गोसालं मंखलिपुत्तं एज्जमाणं पासइ, पासित्ता णो आढाइ, णो परिजाणाइ, अणाढायमाणे अपरिजाणमाणे तुसिणीए संचिट्ठइ । શબ્દાર્થ:- જ્નમાળ = આવતાં નો આહાફ = આદર ન આપ્યો.
ભાવાર્થ:
શ્રમણોપાસક સકડાલપુત્રે મંખલિપુત્ર ગોશાલકને આવતાં જોયા ; જોઈને આદર કર્યો નહીં, તેમજ અપરિચિત જેવો વ્યવહાર કર્યો. આદર ન કરતાં, અપરિચિત જેવો વ્યવહાર કરતાં અર્થાત્ ઉપેક્ષાભાવપૂર્વક ચુપચાપ બેઠા રહ્યા.
ગોશાલક દ્વારા ભગવાનના ગુણગ્રામ :
३९ तए णं से गोसाले मंखलिपुत्ते सद्दालपुत्तेणं समणोवासएणं अणाढाइज्जमाणे