________________
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
મહાવીર સ્વામી પાસે શ્રાવકનાં બાર વ્રતો ધારણ કર્યાં. અગ્નિમિત્રા માર્યાએ પણ તેઓની પ્રેરણાથી પ્રભુના દર્શન કરી, ઉપદેશ સાંભળી, તે જ દિવસે બાર વ્રતનો સ્વીકાર કર્યો. તેઓ બંને ગૃહસ્થ જીવનની સાથે ધાર્મિક આરાધનામાં પણ પોતાનો સમય વ્યતીત કરવા લાગ્યાં.
જ
૧૨૪
સકડાલપુત્ર મંલિપુત્ર ગોશાલકના મુખ્ય શ્રાવક હતા. ગોશાલકે જ્યારે આ વૃત્તાંત સાંભળ્યો ત્યારે તેને સકડાલપુત્રનું કાર્ય ઉંચિત ન લાગ્યું, તેણે સકડાલપુત્રને ફરીથી સમજાવવાનું અને સ્વમતમાં સ્થિર કરવાનું મનોમન વિચાર્યું અને તરત જ પોલાસપુરમાં આવીને આજીવિકોના ઉપાશ્રયમાં પોતાનાં પાત્રા, ઉપકરણ વગેરે રાખ્યાં તથા પોતાના કેટલાક શિષ્યોને સાથે લઈને સકડાલપુત્રને ઘેર ગયા. સકડાલપુત્રે તો સત્તત્ત્વ અને સદ્ગુરુ પ્રાપ્ત કરી લીધા હતા. તેથી સકડાલપુત્રે ગોશાલકનો શ્રદ્ધા પૂર્વક આદર-સત્કાર કર્યો નહીં. ગોશાલક સકડાલપુત્રના વર્તન પરથી સમજી ગયો. તેણે યુક્તિપૂર્વક સકડાલપુત્રને પ્રસન્ન કરવા માટે ભગવાન મહાવીરની ખુબજ પ્રશંસા કરી. ભગવાનની ગુણ ગાથા ગાઈ. ગોશાલકના આ કુટિલ વ્યવહારને તે સમજી શકયા નહીં અને ગોશાલક સાથે શિષ્ટાચાર યુક્ત વ્યવહાર કર્યો અને પોતાની કર્મશાળામાં રોકાવાની અને આવશ્યક વસ્તુ લેવાની વિનંતી કરી. ગોશાલકે વિનંતીનો સ્વીકાર કર્યો. ત્યાંના પ્રવાસ દરમ્યાન ગોશાલકે સકડાલપુત્ર સાથે તાત્ત્વિક વાર્તાલાપ કર્યો. તત્ત્વશ્રદ્ધાને પરિવર્તિત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયો. સકડાલપુત્રે તો અત્યંત વિવેક અને સમજણપૂર્વક તત્ત્વને પ્રાપ્ત કર્યું હતું. ગોશાલક નિરાશ થઈ ત્યાંથી વિહાર કરી ગયો. સકડાલપુત્ર શ્રમણોપાસક પૂર્વવત્ પોતાની સાંસારિક આજીવિકાની જવાબદારી સાથે એક ઉચ્ચ કોટીના શ્રમણોપાસક તરીકે ધર્મસાધનામાં લીન રહેવા લાગ્યા. આ રીતે ચૌદ વરસ વ્યતીત થયાં. પંદરમાં વર્ષમાં એકવાર અર્થે રાત્રિના સમયે સકડાલપુત્ર શ્રમણોપાસક પોતાની ધર્મ આરાધનામાં મગ્ન હતા. ત્યાં એક મિથ્યાત્વી દેવ તેનું વ્રતભંગ કરવા માટે આવ્યો. વ્રત છોડી દેવા માટે તેણે તેના પુત્રોને મારી નાંખવાની ધમકી આપી. સકડાલપુત્ર અડગ રહ્યા, ત્યારે તેણે તેની સામે ક્રમથી તેના ત્રણ દીકરાને મારીને નવ નવ ટુકડા કર્યા. ઊકળતા પાણીની કડાઈમાં નાંખ્યા અને તેના માંસ, લોહી તેના ઉપર છાંટયાં, પરંતુ સકડાલપુત્રે આત્મબળ અને ધૈર્યની સાથે આ બધું સહન કર્યું. તેની શ્રદ્ધા ચલિત થઈ નહીં.
છતાં પણ દેવ નિરાશ થયો નહીં, તેણે વિચાર્યું કે સકડાલપુત્રના જીવનમાં અગ્નિમિત્રાનું મહત્ત્વ ઘણું છે. તેણી પતિપરાયણ તથા તેના સુખ દુઃખમાં સહભાગી છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તેણી તેના ધાર્મિક જીવનની અનન્ય સહાયક છે. આ પ્રમાણે વિચારીને તેણે સકડાલપુત્રની સામે તેની પત્ની અગ્નિમિત્રાને મારી નાંખવાની અને તેવી જ દુર્દશા કરવાની ધમકી આપી. સકડાલપુત્ર શ્રમણોપાસક દીકરાઓની હત્યા પોતાની સામે જોતાં હોવા છતાં ખૂબજ અડગ રહ્યા હતા, પરંતુ આ ધમકીથી તેઓ ખળભળી ગયા. ક્રોધિત થયા અને વિચાર્યું કે આ દુષ્ટને મારે પકડી લેવો જોઈએ. તેને પકડવા માટે ઊઠયા, પરંતુ દેવના ષડ્યુંત્રમાં કોણ કોને પકડી શકે ? દેવ અદશ્ય થઈ ગયો. સકડાલપુત્રના હાથમાં સામેનો થાંભલો આવ્યો. આ બધી આશ્ચર્યકારી ઘટના જોઈ સકડાલપુત્ર શ્રમણોપાસક ગભરાઈ ગયા અને જોરથી અવાજ કર્યો. અગ્નિમિત્રાએ જયારે સાંભળ્યું ત્યારે તરત જ ત્યાં આવી. પતિની બધી વાત સાંભળી અને કહ્યું– અંતિમ પરીક્ષામાં તમે હારી ગયા. તે મિથ્યાદષ્ટિ દેવ અંતે તમારા વ્રતભંગ કરવામાં સફળ થયો. આ ભૂલ માટે તમે પ્રાયશ્ચિત કરો. સકડાલપુત્રે તેમ કર્યું.
સકડાલપુત્ર શ્રમણોપાસકનું અંતિમ જીવન ઘણું જ પ્રશસ્ત હતું. અંતે તેઓએ એક મહિનાના સંચારાની (અનશનની) સાથે સમાધિમરણ પ્રાપ્ત કર્યું. દેહત્યાગ કરીને તે અરુણભૂત વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિવાળા દેવ થયા.
܀܀܀܀܀