________________
| અધ્યયન-૭: પરિચય
૧૨૩ ]
એકદા સકલાલપુત્ર બપોરના સમયે પોતાની અશોકવાટિકામાં ગયા. ત્યાં પોતાની માન્યતા પ્રમાણે ધર્મ આરાધનામાં નિમગ્ન થયા. થોડીક વારમાં ત્યાં એક દેવ આવ્યો અને આકાશમાં અદશ્ય રહી દેવે તેને સંબોધન કરીને કહ્યું– કાલે સવારે અહીં મહામાહણ, અપ્રતિહત જ્ઞાન-દર્શનના ધારક, રૈલોકય દીપક, અરિહંત, જિન, કેવળી સર્વજ્ઞ, સર્વદર્શી પધારશે. તમે તેને વંદના નમસ્કાર કરી પર્યાપાસના કરજો અને તેને સ્થાન, પાટ, બાજોઠ, વગેરે માટે આમંત્રણ આપજો. આ પ્રમાણે કહી તે દેવ પાછો ગયો. સકલાલપુત્રે વિચાર્યું– દેવે શ્રેષ્ઠ વધામણી આપી. મારા ધર્માચાર્ય સંખલિપુત્ર ગોશાલક કાલે અહીં આવશે. તે જ જિન, અર્હત્ અને કેવળી છે, માટે હું અવશ્ય તેને વંદન નમસ્કાર કરીને પર્યાપાસના કરીશ. તેના ઉપયોગની વસ્તુઓ માટે તેને આમંત્રણ આપીશ, પરંતુ બીજે દિવસે પ્રાતઃકાલે ભગવાન મહાવીરનું પદાર્પણ થયું. તેઓ સહસામ્રવનમાં બિરાજ્યા, અનેક શ્રદ્ધાળુ માનવો તેના દર્શન કરવા માટે ગયા. સકલાલપુત્ર તેના આચાર્ય ગોશાલકના પદાર્પણને સમજીને તે પણ દર્શન માટે ગયા.
ભગવાન મહાવીરે ધર્મદેશના આપી. અન્ય લોકોની સાથે સકડાલપુત્રે પણ સાંભળી. ભગવાન જાણતા હતા કે સકલાલપુત્ર સુલભબોધિ છે. તેને સદુધર્મની પ્રેરણા આપવી જોઈએ, તેથી ભગવાને તેને સંબોધન કરીને કહ્યું – કાલે બપોરે અશોક વાટિકામાં દેવે તમને જે વધામણી આપી હતી, તેમાં દેવનો અભિપ્રાય ગોશાલકના આગમનનો ન હતો. સકલાલપુત્ર ભગવાનના અપરોક્ષ જ્ઞાનથી પ્રભાવિત થયા અને મનમાં ને મનમાં પ્રસન્ન થયા. તે ઊઠ્યા, ભગવાનને વિધિવત્ વંદના કરી અને પોતાની કર્મશાળાઓમાં પધારવાની તથા અપેક્ષિત સામગ્રી ગ્રહણ કરવાની વિનંતી કરી, ભગવાને તેની વિનંતી સ્વીકારી અને ત્યાં પધાર્યા.
સકડાલપુત્ર ભગવાન મહાવીરના વ્યક્તિત્વ અને તેના અતીન્દ્રિય જ્ઞાનથી પ્રભાવિત થઈ ગયા હતા, પરંતુ તેની સૈદ્ધાંતિક શ્રદ્ધા મંખલિપુત્ર ગોશાલકમાં હતી. એક દિવસ સકડાલપુત્રે પોતાનાં વાસણોને સૂકવવા માટે બહાર તાપમાં રાખ્યાં. સર્વજ્ઞ પ્રભુએ તેને પૂછ્યું– આ વાસણ કેવી રીતે બનાવ્યાં?સકડાલપુત્ર બોલ્યા- ભગવાન ! પહેલાં માટીને ભેગી કરી, તેને પલાળી, તેમાં રાખ અને છાણ મેળવ્યાં, ત્યાર પછી તેને ખૂંદીને બધું ભેગું કર્યા પછી તૈયાર થયેલી ભીની માટીને ચાકડા પર ચઢાવી, તેનાથી વિવિધ પ્રકારના આ વાસણો તૈયાર કર્યા. ત્યારે ફરીથી પ્રભુએ તેને પૂછ્યું– સંકડાલપુત્ર ! તમારાં આ વાસણો પ્રયત્ન, પુરુષાર્થ, ઉદ્યમથી બન્યાં છે કે પ્રયત્ન અને પુરુષાર્થ વિના બન્યાં છે?
સકલાલપુત્ર- હે ભગવાન! અપ્રયત્ન, અપુરુષાર્થ અને અનુમથી બન્યાં છે, કારણ કે પ્રયત્ન, પુરુષાર્થ અને ઉદ્યમનું કોઈ મહત્ત્વ નથી. જે કાંઈ થાય છે તે સર્વ નિયત જ છે.
ભગવાન મહાવીર- સકડાલપુત્ર ! કોઈ પુરુષ સુકાઈ ગયેલાં તમારાં વાસણ ચોરી જાય, તેને કોઈ વિખેરી નાખે, તોડી દે, ફોડી દે અથવા તમારી પત્ની અગ્નિમિત્રા સાથે બળાત્કાર કરે તો તમે તેને શો દંડ આપશો?
સકલાલપુત્ર- હે ભગવાન! હું તેને ઘણો માર મારીશ, એટલું જ નહીં તેને જીવતો પણ છોડીશ નહીં.
ભગવાન મહાવીર- સકલાલપુત્ર ! આવું કેમ? તમે તો પ્રયત્ન અને પુરુષાર્થને સ્વીકારતા જ નથી, સર્વ ભાવોને નિયત માનો છો, તો પછી જે પુરુષે આ દુષ્કૃત્ય કર્યું, તેમાં તેનું શું કર્તાપણું છે? આ સર્વ ભાવો તો પહેલેથી જ નિયત છે. તેને દોષિત શા માટે માનો છો? જો તમે કહો કે તે તો પ્રયત્નપૂર્વક થાય છે તો પ્રયત્ન અને પુરુષાર્થને ન માનવાનો અને સર્વ ભાવોને નિયત જ માનવાનો તમારો સિદ્ધાંત મિથ્યા છે, અસત્ય છે.
સકડાલપુત્ર એક મેધાવી અને સમજદાર પુરુષ હતા. ભગવાનના કથન માત્રથી તેઓ સિદ્ધાંતની વાસ્તવિકતાને સમજી ગયા અને અંતરની શ્રદ્ધાથી ભગવાન મહાવીરના ચરણમાં ઝૂકી ગયા. ભગવાન