________________
૧૨૨
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
( સાતમું અધ્યયન ) પરિચય 99999999999ચ્છશ્વાશ્વ સ્વાસ્થha
ભગવાન મહાવીરનો સમય વિભિન્ન સંપ્રદાયો, ધર્માવલંબીઓ અને ઘણા ક્રિયાકાંડોની બહુલતાવાળો હતો.
ઉત્તર ભારતમાં અવૈદિક વિચારધારાવાળા ઘણા આચાર્યો હતા. જે બધા પોતપોતાના સિદ્ધાંતોનો પ્રચાર કરતા હતા. તેમાંથી કેટલાક પોતાની જાતને અહંતુ, જિન, કેવળી અથવા સર્વજ્ઞ કહેતા હતા. તે વખતે એવા ૩ સંપ્રદાયો હોવાનો ઉલ્લેખ બૌદ્ધ ગ્રંથોમાં મળે છે.
- સૂત્રકૃતાંગ સૂત્રમાં આવા સૈદ્ધાંતિકોના ચાર વર્ગ કરવામાં આવ્યા છે. ટીકામાં તેના જ ૩૩ ભેદ પ્રભેદ કરવામાં આવ્યા છે.
- બૌદ્ધશાસ્ત્રોમાં મુખ્યરૂપે છ શ્રમણ સંપ્રદાયોનો ઉલ્લેખ છે, જેના નિમ્નોક્ત આચાર્ય અથવા સંચાલક કહ્યા છે– (૧) પૂરણ કાશ્યપ, (૨) મખલિ ગોશાલક, (૩) અજીત કેસકંબલિ, (૪) પકુધ કાત્યાયન, (૫) નિગ્રંથ જ્ઞાતપુત્ર, (૬) સંજયવેલડ્રિપુત્ર.
તેના સૈદ્ધાંતિકવાદ ક્રમશઃ (૧) અક્રિયાવાદ, (૨) નિયતિવાદ, (૩) ઉચ્છેદવાદ, (૪) અન્યોન્યવાદ, (૫) ચાતુર્યામ કે પંચમહાવ્રતરૂપ સંવરવાદ તથા (૬) વિક્ષેપવાદ કહ્યા છે. બૌદ્ધ સાહિત્યમાં ભગવાન મહાવીર માટે નિગ્રંથ જ્ઞાતપુત્ર નો પ્રયોગ થયો છે.
જૈન અને બૌદ્ધ બંને સાહિત્યોમાં મખલિપુત્ર ગોશાલકનું નિયતિવાદના પ્રરૂપક રૂપે વિસ્તૃત વર્ણન છે. પંચમ અંગ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્રના ૧૫ મા શતકમાં ગોશાલકનું વિસ્તારથી વર્ણન છે.
ગોશાલકને અષ્ટાંગ નિમિત્તનું કંઈક જ્ઞાન હતું. તેનાથી લાભ, અલાભ, સુખ, દુઃખ, જીવન અને મરણના વિષયમાં સત્ય ઉત્તર આપતો હતો, તેથી ઘણા લોકો તેની પાસે આવીને એવી જ વાતો કરતા હતા.
આ રીતે તેના જ્ઞાનથી પ્રભાવિત થઈ હજારો લોકો તેના અનુયાયી થઈ ગયા હતા. પોલાસપુરમાં સકલાલપુત્ર નામના કુંભકાર પણ તેના મુખ્ય અનુયાયી હતા. તે સમૃદ્ધ અને સંપન્ન ગૃહસ્થ હતા. તેણે એક કરોડ સોનામહોર સુરક્ષિત ખજાનામાં, એક કરોડ સોનામહોર વ્યાપારમાં, એક કરોડ સોનામહોર ઘરના વૈભવ અને સાધન સામગ્રીમાં રાખી હતી. તેને દસ હજાર ગાયોનું એક ગોકુળ હતું.
સકલાલપુત્ર માટીનાં વાસણ બનાવવા તથા વેચવાનો વ્યાપાર કરતા હતા. પોલાસપુર નગરની બહાર તેની પાંચસો કર્મશાળા હતી, જ્યાં અનેક પગારદાર માણસો સવારથી સાંજ સુધી વાસણો બનાવવાનું અને વેચવાનું કામ કરતા હતા.
સકલાલપુત્રની પત્નીનું નામ અગ્નિમિત્રા હતું. તે ગૃહકાર્યમાં કુશળ તથા પોતાના પતિના સુખદુઃખમાં સહભાગી હતી. સકલાલપુત્ર પોતાના ધાર્મિક સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠાવાન હતા. તે પ્રમાણે ધર્મ ઉપાસનામાં પણ સમય વ્યતીત કરતા હતા. તે યુગ જ કંઈક એવો હતો કે વ્યક્તિ પોતાના વિચારો પ્રમાણે આચરણ કરતા હતા. અર્થાત્ શ્રદ્ધા અનુસાર ચારિત્રનું પાલન કરતા હતા.