________________
| અધ્યયન-s: શ્રમણોપાસક કુંડકૌલિક .
[ ૧૨૧ |
વરસ વ્યતીત થઈ ગયાં. પંદરમા વરસનો પ્રારંભ થયો. એકદા તેના મનમાં કામદેવની સમાન વિચાર આવ્યો હતો, તે જ રીતે પોતાના જ્યેષ્ઠ પુત્રને પોતાના સ્થાને નિયુક્ત કરી કામદેવની સમાન પૌષધ શાળામાં જઈને ભગવાન મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ-ધર્મ સાધનાનો સ્વીકાર કર્યો અને ઉપાસનામાં લીન થઈ ગયા.
તેણે અગિયાર ઉપાસક પ્રતિમાની આરાધના કરી. શેષ વર્ણન પણ કામદેવની સમાન જાણવું. અંતે દેહ ત્યાગ કરી અરુણધ્વજ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા.
હે ભગવાન! કંડકૌલિક તે દેવલોકનું આયુ, ભવ અને સ્થિતિનો ક્ષય કરીને દેવ શરીરનો ત્યાગ કરીને કયાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ ! તે મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે. સર્વ દુઃખોનો અંત કરશે. આ અધ્યયનનું ઉપસંહાર વાક્ય પ્રથમ અધ્યયનની સમાન જાણવું. વિવેચન : - ઉપસંહાર:- કંડકૌલિકનું જીવન સમ્યજ્ઞાન અને સમ્યક સમજણની વિશેષતાને પ્રકાશિત કરે છે. શ્રદ્ધાની દઢતા માટે સમ્યજ્ઞાન અનિવાર્ય છે. જ્યારે વસ્તુતત્ત્વ યથાર્થ જણાય ત્યારે તેના પર સહજ શ્રદ્ધાનો ભાવ જાગૃત થાય છે. સમજણપૂર્વકની શ્રદ્ધા જ દઢશ્રદ્ધા બને છે અને દઢશ્રદ્ધા જ ચારિત્રમાં પરિણમી શકે છે. સમજણ વિનાની શ્રદ્ધા ગમે ત્યારે અશ્રદ્ધામાં પલટાઈ શકે છે, માટે દરેક શ્રદ્ધાળુઓએ તત્ત્વનું જ્ઞાન વધારવાનો પ્રયત્ન કરવો જ જોઈએ.
કંડકૌલિકની શ્રદ્ધા સમજણપૂર્વકની હતી, તેથી જ દેવના કથનથી તેઓ ચલિત થયા નહીં, એટલું જ નહીં પરંતુ યુક્તિપૂર્વક નિયતિવાદનું ખંડન કરીને સ્વસિદ્ધાંતની પ્રરૂપણા કરી શક્યા અને દેવને નિરુત્તર કરી શક્યા. પ્રભુએ પણ કુંડકૌલિકની ઘટનાથી સાધુ સાધ્વીઓને પવિત્ર પ્રેરણા આપી.
પ્રજ્ઞા-બુદ્ધિ ધરાવનાર શ્રમણો અને શ્રમણોપાસકોએ નિગ્રંથ પ્રવચનનું એટલે જૈનાગમોનું વિશાળ અને ઊંડાણપૂર્વક અધ્યયન કરવું જોઈએ, એ જ આ અધ્યયનનો સાર છે.
કુંડકૌલિક શ્રાવકની ધર્મ સાધનામાં દેવનો ઉપસર્ગ થયો નથી પરતું તેમણે પોતાની દઢ શ્રદ્ધા અને સત્ય સમજણના સહારે દેવને નિરુત્તર કર્યા હતા. એ જ આ અધ્યયનની વિશિષ્ટ ઘટના છે.
II અધ્યયન-૬ સંપૂર્ણ II