________________
અધ્યયન-૭: શ્રમણોપાસક સકડાલપુત્ર
૧૨૫ |
6)
સાતમું અધ્યયના શ્રમણોપાસક સકલાલપુત્ર
ddddddછી
સકલાલપુત્ર ગાથાપતિ:| १ सत्तमस्स उक्खेवो । पोलासपुरे णाम णयरे । सहस्संबवणे उज्जाणे । जियसत्तू राया। ભાવાર્થ - સાતમા અધ્યયનનું પ્રારંભ વાક્ય પ્રથમ અધ્યયનની સમાન સમજવું જોઈએ. આર્ય સુધર્મા સ્વામીએ કહ્યું –પોલાસપુર નામનું નગર હતું. ત્યાં સહસામ્રવન નામનું ઉધાન હતું. જિતશત્રુ નામના રાજા હતા. | २ तत्थ णं पोलासपुरे णयरे सद्दालपुत्ते णामं कुंभकारे आजीविओवासए परिवसइ। आजीविय-समयसि लद्धटे, गहियटे, पुच्छियढे, विणिच्छियटे, अभिगयटे, अट्ठिमिंजपेमाणुरागरत्ते अयमाउसो ! आजीविय-समए अढे, अयं परमढे, सेसे अणढे त्ति आजीविय- समएणं अप्पाणं भावेमाणे विहरइ । શબ્દાર્થ :- મારે = કુંભાર માનવિયોવાસા = આજીવિકોપાસક પરિવસ = રહેતા હતા પુ0િ = પ્રશ્નો દ્વારા અર્થ સ્થિત કરેલા નિંગ = અસ્થિ અને મજ્જા માપુરી રત્ત = પ્રેમ અને અનુરાગવાળા મા = અપ્રયોજનભૂત. ભાવાર્થ :- પોલાસપુરમાં સકડાલપુત્ર નામના કુંભાર રહેતા હતા. તે આજીવિક સિદ્ધાંત અથવા ગોશાલકના મતાનુયાયી હતા. તેણે લબ્ધાર્થ-શ્રવણ આદિ દ્વારા આજીવિક મતના યથાર્થ તત્ત્વને પ્રાપ્ત કરેલા, ગ્રહણ કરેલા, પુષ્ટાર્થ-જિજ્ઞાસા અથવા પ્રશ્ન દ્વારા સ્થિત કરેલાં, વિનિશ્ચિતાર્થ-નિશ્ચયરૂપે આત્મસાત્ કરેલાં, અભિગતાર્થ–સ્વાધીન કરેલાં હતાં. તેને પોતાના ધર્મ પ્રતિ અસ્થિ અને મજ્જા સુધી પ્રેમ અને અનુરાગ હતો. તેનો આ નિશ્ચિત વિશ્વાસ હતો કે આજીવિકા મત જ અર્થભૂત છે, એ જ પરમાર્થ છે બાકી બધું અપ્રયોજનભૂત છે. આ રીતે આજીવિકા મત અનુસાર તે આત્માને ભાવિત કરતાં ધર્મમાં રહેતા હતા. વિવેચન :
- ઉપરોક્ત સૂત્રમાં સકડાલપુત્રની ગોશાલક મત પરની દઢ શ્રદ્ધાનું પ્રતિપાદન છે. તેમની શ્રદ્ધા સિદ્ધાંતના સમજણ સહિતની હતી, તેથી જ તેના માટે લબ્ધાર્થ, ગૃહીતાર્થ આદિ વિશેષણનો પ્રયોગ કર્યો છે. તે પરથી તત્કાલીન લોકોની ધર્મ રુચિ પણ પ્રગટ થાય છે. લોકો લૌકિક જીવન સાથે ધાર્મિક અને તાત્ત્વિક દષ્ટિએ પણ ઊંડો રસ ધરાવતા હતા, તેવું સ્પષ્ટ સમજાય છે. સકલાલપુત્રની સંપદા - | ३ तस्स णं सद्दालपुत्तस्स आजीविओवासगस्स एक्का हिरण्णकोडी णिहाणपउत्ता, एक्का वुड्डिपउत्ता, एक्का पवित्थरपउत्ता, एक्के वए, दस-गोसाहस्सिएणं वएणं । ભાવાર્થ :- આજીવિક મતાનુયાયી સકડાલપુત્રની એક કરોડ સોનામહોર સુરક્ષિત ખજાનામાં, એક