________________
અધ્યયન− : પરિચય
૧૧૩
છઠ્ઠું અધ્યયન
પરિચય 00 00 00 0000
કાંપિલ્યપુર માં કુંડકૌલિક નામના ગાથાપતિ રહેતા હતા. તેમની પત્નીનું નામ પૂષા હતું. કાંપિલ્યપુર ભારતનું એક પ્રાચીન નગર હતું. ભગવાન મહાવીરના સમયમાં તે બહુજ સમૃદ્ધ અને પ્રસિદ્ધ હતું. ઉત્તર પ્રદેશમાં ગંગાને કિનારે બદાયું અને ફરૂખાબાદની વચ્ચે કપિલ નામનું આજે પણ એક ગામ છે. જે ઇતિહાસકારોના મત અનુસાર કાંપિલ્યપુરનું વર્તમાન રૂપ છે. કાંપિલ્યપુર નગર આગમ વાડ્મયમાં અનેક સ્થાને સંકેત પામેલું, ભગવાન મહાવીરના સમકાલીન રાજા જિતશત્રુના રાજ્યમાં હતું. ત્યાં તે નગરમાં સહસ્રામ્રવન નામનું ઉદ્યાન હતું. તેમાં પ્રાયઃ હજારો આમ્રવૃક્ષો હોવાને કારણે ઉદ્યાનોનાં એ પ્રમાણે નામ રાખવામાં આવતાં હતાં.
ગાથાપતિ કુંડકૌલિક એક સમૃદ્ધ અને સુખી ગૃહસ્થ હતા. તેની પાસે અઢાર કરોડ સુવર્ણમુદ્રાઓ હતી. તેમાંથી છ કરોડ મુદ્રાઓ સુરક્ષિત ધનરૂપે ખજાનામાં રાખેલ હતી. છ કરોડ વ્યાપારમાં અને છ કરોડ ઘરના વૈભવમાં રોકેલી હતી તથા તેની પાસે દસ-દસ હજાર ગાયોનાં છ ગોકુળ હતાં.
એક સમયે ભગવાન મહાવીર કાંપિલ્યપુર પધાર્યા. ત્યારે અન્ય લોકોની જેમ ગાથાપતિ કુંડકૌલિક પણ ભગવાનના સાંનિધ્યમાં પહોંચ્યા, ધર્મદેશના સાંભળીને પ્રભાવિત થયા અને શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. તેમના જીવનમાં અધ્યાત્મનો સમાવેશ થયો. કુંડકૌલિક સ્વીકારેલાં વ્રતોનું સારી રીતે પાલન કરતાં એક ઉત્તમ ધાર્મિક ગૃહસ્થ જીવન વ્યતીત કરવા લાગ્યા.
એક દિવસ કુંડકૌલિક બપોરના સમયે ધર્મોપાસનાની ભાવનાથી અશોક વાટિકામાં ગયા. ત્યાં પોતાની અંગૂઠી (વીંટી) અને ઉત્તરીય વસ્ત્ર ઉતારીને પૃથ્વીશિલાપટ્ટક ઉપર રાખી સ્વયં ધર્મધ્યાનમાં સંલગ્ન થઈ ગયા. તેમની શ્રદ્ધા વિચલિત કરવા માટે એક દેવ ત્યાં પ્રગટ થયો. કુંડકૌલિકનું ધ્યાન વિચલિત કરવા માટે દેવ તે અંગૂઠી અને દુપટ્ટો ઉઠાવી લઈને આકાશમાં સ્થિર થઈ ગયો. દેવે કુંડકૌલિક ને કહ્યુંજુઓ, મંખલિપુત્ર ગોશાલકના ધર્મસિદ્ધાન્ત બહુ જ સુંદર છે. તેમાં પ્રયત્ન, પુરુષાર્થ કે કર્મનું કોઈ મહત્ત્વ નથી. જે થવાનું છે તે બધું નિશ્ચિત છે.
ભગવાન મહાવીરના ધાર્મિક સિદ્ધાંત ઉત્તમ નથી. તેમાં તો ઉધમ, પ્રયત્ન અને પુરુષાર્થ એ બધાને સ્વીકારેલ છે અને જે કાંઈ થાય છે તે બધું તેમના અનુસાર નિયત નથી. હવે તે બન્નેનું અંતર તમે પોતે જ જુઓ. ગોશાલકના સિદ્ધાંત અનુસાર પુરુષાર્થ, પ્રયત્ન આદિ જે કાંઈ કરવામાં આવે છે તે બધું નિરર્થક છે. કંઈ જ કરવાની આવશ્યકતા નથી કારણકે અંતે જે થવાનું હોય તે જ થાય.
એ સાંભળીને કુંડકૌલિક બોલ્યા—હે દેવ ! જરા એક વાત એ જણાવો કે તમે જે આ દિવ્ય ઋદ્ધિ, ધૃતિ, કાંતિ, વૈભવ, પ્રભાવ આદિ પ્રાપ્ત કર્યાં છે તે બધાં પુરુષાર્થ અને પ્રયત્નથી પ્રાપ્ત કર્યા છે કે અપુરુષાર્થ અને અપ્રયત્નથી ? શું પ્રયત્ન અને પુરુષાર્થ કર્યા વગર જ આ બધું મેળવ્યું છે ? ત્યારે દેવ બોલ્યો હે કુંડકૌલિક ! આ બધું મેં પુરુષાર્થ અને પ્રયત્ન કર્યા વગર જ મેળવ્યું છે.
ત્યારે કુંડકૌલિકે દેવને કહ્યું કે જો એ પ્રમાણે થયું હોય તો જે અન્ય પ્રાણીઓ પુરુષાર્થ અને પ્રયત્ન