________________
ર
=
શબ્દાર્થ:ભાવાર્થ:તે દેવે જયારે બીજીવાર, ત્રીજીવાર, શ્રમણોપાસક ચુલશતકને આ પ્રમાણે કહ્યું ત્યારે તેના મનમાં ચુલનીપિતાની સમાન વિચાર આવ્યો. આ અનાર્ય પુરુષે યાવતુ માંસ અને લોહીથી મારું શરીર સિંચ્યું. હવે મારા ખજાનામાં રાખેલી છ કરોડ સોનામહોર લઈ લેવા ઇચ્છે છે અને તેને આભિકા નગરીના ત્રિકોણ માર્ગ વગેરે સ્થાનોમાં વેરવિખેર કરવા(વેરી નાંખવા) ઇચ્છે છે. મારા માટે એ જ શ્રેયસ્કર છે કે હું આ પુરુષને પકડી લઉં. આમ વિચારી તે દેવને પકડવા માટે સુરાદેવની જેમ દોડ્યા.
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
વિખવાદ્ - વિખેરવું, વેરવું પ્િ - પકડી લઉં અન૬૫ - દોડયા.
–
શેષ વૃત્તાંત સુરાદેવની જેમ જાણવું. સુરાદેવની પત્નીની જેમ તેની પત્નીએ પણ તેને સર્વ હકીકત પૂછી, તેણે યથાતથ્ય કંચન કર્યું.
પ્રાયશ્ચિત્ત સ્વીકાર અને અંતિમ આરાધના :
६ सेसं जहा चुलणीपियस्स जाव सोहम्मे कप्पे अरुणसिद्धे विमाणे उववणे । चत्तारि पलिओवमाई ठिई ।
से णं भंते ! चुल्लसयए ताओ देवलोगाओ आउक्खएणं, भवक्खएणं, ठिइक्खए णं अनंतरं चयं चइता कहिं गमिहिइ ? कहिं उववज्जिहिइ ? गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ । णिक्खेवो जहा पढमस्स ।
ભાવાર્થ:- ત્યાર પછીની ઘટના ચુલનીપિતાની સમાન છે. દેહ ત્યાગ કરી ચુલ્લશતક સૌધર્મ દેવલોકમાં અરુણસિદ્ધ વિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેની આયુ—સ્થિતિ ચાર પલ્યોપમની કહી
હે ભગવન્ ! ચુલ્લશતક તે દેવલોકમાંથી આયુ, ભવ અને સ્થિતિનો ક્ષય કરીને, દેવ શરીરનો ત્યાગ કરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, મોક્ષ પ્રાપ્ત કરશે. આ અધ્યયનનું ઉપસંહાર વાક્ય પ્રથમ અધ્યયનની સમાન સમજવું જોઈએ. વિવેચન :
શ્રમણોપાસક ચુલ્લશતકનું કથાનક આજના ભૌતિક યુગના માનવો માટે અત્યંત પ્રેરક છે. વ્રત, તપ, જપ આદિની આરાધના કરવી તે કદાચ સુગમ હોઈ શકે પરંતુ ધનની મૂર્છા છોડવી તે કઠિન છે. માનવ ધનને જ સર્વસ્વ માને છે પરંતુ ધન સર્વસ્વનો નાશ પણ કરી શકે છે. વાસ્તવમાં જે આરાધના કરવાથી રાગ-દ્વેષ કે આસક્તિનો ભાવ ઘટતો જાય તે જ સદ્ઘર્મ છે. રાગ-દ્વેષ દૂર થાય તે જ ધર્મનું ફળ છે.
સંસારની અને ધનની આસક્તિનો ત્યાગ કરવો અને છેલ્લે સુધી તે જ વિરક્તિના પરિણામોને સાચવી રાખવાં, જાળવી રાખવાં, તે જ આ અધ્યયનનો સાર છે.
-~ II અધ્યયન-૫ સંપૂર્ણ ॥
ܡ