________________
( ૧૧૪ |
| શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
કરતા નથી તેઓ તમારી જેમ દેવ કેમ થયા નહીં? તે જણાવો. અગર તમે એમ કહો કે આ દિવ્ય ઋદ્ધિ અને વૈભવ તમને પુરુષાર્થ અને પ્રયત્નથી મળ્યા છે, તો પછી તમે ગોશાલકના સિદ્ધાંતને, કે જેમાં પુરુષાર્થ અને પ્રયત્નનો સ્વીકાર નથી, સુંદર કેવી રીતે કહી શકશો? અને ભગવાન મહાવીરના સિદ્ધાંતને, કે જેમાં પુરુષાર્થ અને પ્રયતનો સ્વીકાર કરેલ છે, તેને અસુંદર કેવી રીતે કહેશો? માટે તમારું કથન મિથ્યા છે.
કંડકૌલિકનું યુક્તિયુક્ત અને તપૂર્ણ કથન સાંભળી દેવ નિરુત્તર બન્યો અને તેની અંગૂઠી અને દુપટ્ટો ચુપચાપ પૃથ્વીશિલાપટ્ટક ઉપર રાખી ત્યાંથી ચાલ્યો ગયો.
શુભ સંયોગ અનુસાર ભગવાન મહાવીર પ્રામાનુગ્રામ વિચરણ કરતાં પુનઃ કાંપિલ્યપુર પધાર્યા. તેની જાણ થતાં જ કુંડકૌલિક ભગવાનને વંદન કરવા ગયા. તેમનું સાંનિધ્ય પ્રાપ્ત કર્યું અને ધર્મદેશના સાંભળી.
ભગવાન મહાવીર તો સર્વજ્ઞ અને સર્વદર્શી હતા. જે કાંઈ ઘટના બની હતી તેની તેમને ખબર હતી. તેમણે કંડકૌલિકને સંબોધન કરી અશોક વાટિકામાં જે પ્રસંગ બન્યો હતો તેનો સર્વ વૃત્તાંત કહ્યો અને તેને પૂછ્યું- શું આ પ્રમાણે બધું થયું હતું?
કુંડકૌલિકે અત્યંત વિનય અને આદરપૂર્વક કહ્યું, હે પ્રભુ! આપ તો બધું જ જાણો છો. જે પ્રમાણે આપે જણાવ્યું, એમ જ થયું હતું.
કુંડકૌલિકની ધાર્મિક આસ્થા અને તત્ત્વજ્ઞતાને લક્ષિત કરી પ્રભુએ તેની પ્રશંસા કરતાં કહ્યુંકુંડકૌલિક! તમે ધન્ય છો, તમે ખૂબ જ પ્રશંસનીય કાર્ય કર્યું છે.
ત્યાં ઉપસ્થિત સાધુ સાધ્વીઓને પ્રેરણા દેવાના હેતુથી ભગવાને તેઓને કહ્યું – ગૃહસ્થ અવસ્થામાં રહેવા છતાં પણ કુંડકૌલિક કેટલા સુયોગ્ય તત્ત્વવેત્તા છે ! તેમણે અન્ય મતાનુયાયીને યુક્તિ અને ન્યાયથી નિરુત્તર કર્યા.
ભગવાને એ આશા વ્યક્ત કરી કે બાર અંગોનું અધ્યયન કરનારા સાધુ સાધ્વી તો એ પ્રમાણે કરવામાં સક્ષમ છે જ. તેઓમાં તો એવી યોગ્યતા હોવી જ જોઈએ.
- કંડકૌલિકની ઘટનાને આટલું મહત્ત્વ આપવાનો ભગવાનનો આશય એમ સમજવો કે પ્રત્યેક ધર્મોપાસક પોતાના ધર્મસિદ્ધાંતોમાં દઢ તો હોય જ છે પરંતુ તેની સાથે તેને પોતાના સિદ્ધાંતોનું જ્ઞાન તથા તેને બીજાની સમક્ષ રજુઆત કરવાની યોગ્યતા પણ હોવી જરૂરી છે, જેથી અન્ય મતાનુયાયી વ્યક્તિ તેને પ્રભાવિત ન કરી શકે, પરંતુ તેના યુક્તિયુક્ત અને તર્કપૂર્ણ વિશ્લેષણથી તેઓ નિરુત્તર થઈ જાય. વાસ્તવમાં ભગવાન મહાવીર દ્વારા ધર્મોપાસકોને તત્ત્વજ્ઞાનમાં પૂર્ણ જાણકાર રહેવાની આ પ્રેરણા હતી.
કંડકૌલિક ભગવાનને વંદન નમસ્કાર કરી સ્વસ્થાને પાછા ફર્યા. ભગવાન મહાવીર અન્ય જનપદમાં વિહાર કરી ગયા. કંડકૌલિક ઉત્તરોત્તર સાધના પથ ઉપર આગળ વધતા રહ્યા. એ રીતે ચૌદ વર્ષ પસાર થઈ ગયાં. પંદરમા વર્ષે તેણે પોતાના મોટા પુત્રને પરિવારની જવાબદારી સોંપી, પોતે સર્વ રીતે સાધનામાં તલ્લીન થયા. તેના પરિણામ ઉત્તરોત્તર પવિત્ર થતાં ગયાં. તેમણે શ્રાવકની અગિયાર પ્રતિમાઓની ઉપાસના કરી. અંતે એક માસની સંલેખના–આજીવન અનશન દ્વારા સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો અને તે અરુણધ્વજ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા.