________________
૧૧૦
પાંચમું અધ્યયન શ્રમણોપાસક ચુલ્લશતક
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
ચુલ્લશતક ગાથાપતિઃ
१ उक्खेवो पंचमस्स अज्झयणस्स । एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं आलभिया णामं जयरी । संखवणे उज्जाणे । जियसत्तू राया । चुल्लसयए गाहावई अड्डे जाव छ हिरण्णकोडीओ णिहाणपउत्ताओ, छ वुड्डिपडत्ताओ, छ पवित्थरपडत्ताओ, छ वया, दस गो साहस्सिएणं वएणं । बहुला भारिया ।
सामी समोसढे । जहा आणंदो तहा गिहिधम्मं पडिवज्जइ । सेसं जहा कामदेवो जाव धम्म पण्णत्ति उवसंपज्जित्ताणं विहरइ । ભાવાર્થ:- પાંચમા અધ્યયનનું પ્રારંભ વાક્ય પ્રથમ અધ્યયનની સમાન સમજવું જોઈએ.
આર્ય સુધર્માસ્વામીએ કહ્યું– હે જંબૂ ! તે કાળે – વર્તમાન અવસર્પિણીના ચોથા આરાના અંતે, તે સમયે—જ્યારે ભગવાન મહાવીર સદેહે બિરાજમાન હતા, ત્યારે આલભિકા નામની નગરી હતી. ત્યાં શંખવન નામનું ઉદ્યાન હતું. જિતશત્રુ નામના રાજા હતા. તે નગરીમાં ચુલ્લશતક નામના ગાથાપતિ રહેતા હતા. તે વૈભવશાળી અને પ્રભાવશાળી પુરુષ હતા. છ કરોડ સોનામહોર તેના ખજાનામાં, છ કરોડ સોનામહોર વ્યાપારમાં અને છ કરોડ સોનામહોર ઘરના વૈભવમાં હતી. તેને છ ગોકુળ હતાં. પ્રત્યેક ગોકુળમાં દસ-દસ હજાર ગાય હતી. તેની પત્નીનું નામ બહુલા હતું
ભગવાન મહાવીર પધાર્યા, સમોવસરણ થયું. આનંદની જેમ ચુલ્લશતકે પણ શ્રાવકધર્મ સ્વીકાર્યો. ત્યાર પછીની ઘટના કામદેવની સમાન છે. તે ભગવાન મહાવીર પાસે અંગીકાર કરેલી ધર્મપ્રજ્ઞપ્તિધર્મશિક્ષાને અનુરૂપ ઉપાસનામાં લીન થયા. દેવકૃત ઉપસર્ગ :
२ तए णं तस्स चुल्लसयगस्स समणोवासयस्स अंतिए पुव्व-रत्तावरत्तकाल - समयसि एगे देवे पाउब्भूए जाव असिं गहाय एवं वयासी- भो चुल्लसयगा समणोवासया ! जाव ण भंजेसि तो ते अज्ज जेट्टं पुत्तं साओ गिहाओ णीणेमि । एवं जहा चुलणीपियं, णवरं एक्केक्के सत्त मंससोल्लया जाव कणीयसं जाव आयंचामि । तए णं से चुल्लसयए समणोवासए जाव विहरइ ।
શબ્દાર્થ -- ગાય = લઈને ક્ષત્ત = સાત વવ = ક્રમશઃ એક એકને.
ભાવાર્થ -- ત્યાર પછી એકદા પૂર્વાર્ધ રાત્રિના સમયે ચુલ્લશતકની સામે એક દેવ પ્રગટ થયો. યાવત્ તેણે તલવાર કાઢીને કહ્યું– અરે શ્રમણોપાસક ચુલ્લશતક ! યાવત્ જો તમે તમારા વ્રતનો ત્યાગ નહીં કરો તો હું આજે તમારા મોટા પુત્રને ઘરેથી લાવીશ યાવત્ ચુલનીપિતાની સાથે જેવું થયું હતું, તેવું