________________
અધ્યયન-૫: પરિચય
:
૧૦૯ ]
પત્ની બહુલા ત્યાં આવી, જ્યારે તેણે પોતાના પતિ પાસેથી સર્વ હકીકત સાંભળી, ત્યારે પતિને સત્ય તત્ત્વનો બોધ કરાવ્યો, તેથી તેઓ આલોચના, પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત કરી પુનઃ ઉપાસનામાં–સાધનામાં સ્થિર થઈ ગયા.
ચુલ્લશતકનું ઉત્તરવર્તી જીવન ચલની પિતાની જેમ વ્રત આરાધનામાં ઉત્તરોત્તર ઉન્નતિશીલ બન્યું. તેણે અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત વગેરેની સમ્યક ઉપાસના કરતા વીસ વરસ સુધી શ્રાવકધર્મનું અને શ્રાવકની અગિયાર પ્રતિમાનું સમ્યક પ્રકારે પાલન કર્યું. અંતે એક મહિનાનો સંથારો(અનશન) કરી, સમાધિપૂર્વક દેહનો ત્યાગ કર્યો. સૌધર્મ દેવલોકમાં અરુણસિદ્ધ વિમાનમાં તે દેવરૂપે ઉત્પન્ન થયા.