________________
| ૧૦૮ |
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
પાંચમું અધ્યયન .3 2 2 2 2 ગ્રે 229 2222
(પરિચય
ઉત્તર ભારતમાં આલભિકા નામની નગરી હતી. ત્યાં શંખવન નામનું ઉદ્યાન હતું. જિતશત્રુ નામના રાજા હતા. તે નગરીમાં ચુલ્લશતક નામના એક સમૃદ્ધ ગાથાપતિ નિવાસ કરતા હતા. તેને બહુલા નામની પત્ની હતી. તેની છ કરોડ સોનામહોરો ખજાનામાં સુરક્ષિત હતી. તેટલી જ વેપારમાં અને તેટલી જ ઘરના વૈભવમાં હતી. તેને ત્યાં દસ દસ હજાર ગાયોનાં છ ગોકુળ હતાં. પૂર્વકૃત પુણ્યના યોગે સુખી અને સમૃદ્ધ હતા. તેઓ આદર્શ ગૃહસ્થ જીવન વ્યતીત કરતા હતા.
શ્રમણ ભગવાન મહાવીર જનપદમાં વિહાર કરતાં એકવાર આલભિકા નગરીમાં પધાર્યા. અન્ય માનવોની જેમ ચુલ્લશતક પણ પ્રભુના દર્શન માટે ગયા. પ્રભુની ધર્મદેશનાથી તેઓ પ્રભાવિત થયા અને તેણે ગૃહસ્થ ધર્મ અથવા શ્રાવકનાં વ્રત સ્વીકાર્યા.
ગૃહસ્થધર્મી હોવા છતાં પણ ચુલ્લશતક વ્રતોની આરાધના, ધર્મની ઉપાસનામાં તલ્લીન હતા. લોક-વ્યવહાર અને અધ્યાત્મનો સુંદર સમન્વય તેના જીવનમાં હતો. તે યથા સમયે વ્રત, સાધના, અભ્યાસ, વગેરેનું પાલન યથાવિધિ કરતા હતા. એક દિવસ તે પૌષધશાળામાં બ્રહ્મચર્ય અને પૌષધ ગ્રહણ કરી ધર્મોપાસનામાં લીન હતા. પૂર્વાર્ધ રાત્રિના સમયે અચાનક એક દેવ તેની સામે પ્રગટ થયો. તે ચુલ્લશતકને સાધનાથી ચલિત કરવા ઇચ્છતો હતો. ચુલનીપિતાની સાથે દેવે જેવો વ્યવહાર કર્યો હતો, તેવો જ વ્યવહાર આ દેવે ચુલ્લશતકની સાથે પણ કર્યો. દેવે તેના ત્રણ પુત્રોને તેની સમક્ષ મારી નાખ્યા. તેના સાત સાત ટુકડા કરી નાખ્યા. તેનું લોહી અને માંસ તેના પર છાંટયું. પરંતુ પુત્ર-મોહ કે દેવકોપથી તેઓ ચલિત થયા નહીં અને વ્રત ભંગ કર્યો નહીં. ધર્મધ્યાનમાં તન્મય રહ્યા.
દેવે ત્યારે વિચાર્યું કે આ સંસારમાં દરેકને લક્ષ્મી પ્રત્યે ગાઢ આસક્તિ હોય છે. કદાચ મનુષ્ય બીજું સહન કરી શકે છે પરંતુ ધન-નાશનો આઘાત તે સહી શકતો નથી. માટે મારે હવે તેની સાથે એ પ્રકારનું જ વર્તન કરવું જોઈએ. દેવે અત્યંત ક્રોધિત થઈને અને કર્કશ અવાજમાં ગુલશતકને સંપૂર્ણ ધનનાશની ધમકી આપી. પરંતુ ચુલશતક સાધનામાં સ્થિર રહ્યા. દેવે કડક ભાષામાં બીજીવાર, ત્રીજીવાર પૂર્વવત્ કહ્યું. ચુલ્લશતક સાધનામાં સ્થિર હતા, ભાવોમાં દઢ હતા, ત્યાં અચાનક તેના આખા શરીરમાં વીજળી જેવો સંચાર થયો. દરિદ્રતાનું ભયાનક દશ્ય તેની નજર સમક્ષ ખડું થયું. તેઓ ગભરાઈ ગયા. તેના મનમાં વારંવાર આ વિચાર આવ્યો કે નીતિશાસ્ત્રોમાં કહ્યું છે કે આ જગતમાં ધન જીવન છે, ધન પ્રાણ છે, ધન સર્વસ્વ છે. વિશ્વની પ્રત્યેક વસ્તુ ધનથી પ્રાપ્ત થઈ શકે છે. જેની પાસે ધન છે તેના જ મિત્રો, તેના જ ભાઈ હોય છે. તે જ મનુષ્ય કહેવાય છે. તેને જ લોકો બુદ્ધિમાન માને છે.
વ્યાકુળ મનોસ્થિતિમાં ચુલ્લશતકને વ્રતનું ભાન રહ્યું નહીં. ધનની આસકિતએ તેને માર્ગભ્રષ્ટ કર્યા. તે ક્રોધિત થઈને દેવને પકડવા ગયા પરંતુ દેવ તત્ક્ષણ અદશ્ય થઈ ગયો અને ચુલ્લશતકના હાથમાં પૌષધ- શાળાના થાંભલા સિવાય કંઈ આવ્યું નહીં. ચુલ્લશતકકિંકર્તવ્યમૂઢ જેવા બની ગયા. તે પરિસ્થિતિને સમજી શક્યા નહીં. વ્યાકુળતાના કારણે તે જોરજોરથી બૂમો પાડવા લાગ્યા. અવાજ સાંભળીને તેની