________________
| અધ્યયન-૪: શ્રમણોપાસક સુરાદેવ
૧૦૭ ]
રીતે ચલન પિતાએ કહ્યું હતું. ધન્યાએ કહ્યું- હે દેવાનુપ્રિય ! કોઈએ તમારા જ્યેષ્ઠ, મધ્યમ કે કનિષ્ઠ પુત્રને માર્યા નથી. કોઈ પુરુષે તમારા શરીરમાં સોળ રોગ પણ ઉત્પન્ન કર્યા નથી. આ તો કોઈ દેવપુરુષે ઉપસર્ગ કર્યો છે. શેષ સર્વ કથન ચુલનીપિતાની સમાન જાણવું અર્થાત્ આલોચના, પ્રાયશ્ચિત કરીને પુનઃ આરાધનામાં તલ્લીન થયા. પછીની સર્વ હકીકત પણ ચુલની પિતાની સમાન જ છે. અંતે સુરાદેવ દેહનો ત્યાગ કરીને સૌધર્મકલ્પમાં અરુણકાંત વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. તેની આયુ–સ્થિતિ ચાર પલ્યોપમની કહી છે. મહાવિદેહ ક્ષેત્રમાં તે સિદ્ધ થશે, મોક્ષ પ્રાપ્ત કરશે.
અહીં અધ્યયનનું ઉપસંહાર વાક્ય પ્રથમ અધ્યયનની સમાન સમજવું જોઈએ. વિવેચન :ઉપસંહાર :- વીતરાગદશા પ્રગટ ન થાય ત્યાં સુધી ગમે તે નિમિત્તથી સાધકના પતનની પૂર્ણ શક્યતા છે, પરંતુ પતન થયા પછી સ્વયં જાગૃત થઈ જાય અથવા તેની આસપાસની વ્યક્તિ જો તેને જાગૃત કરે અને સાધક સમજી જાય તો તુરંત માર્ગસ્થ બની જાય છે. શ્રમણોપાસક સુરાદેવ દેઢભાવે સાધનામાં આગળ વધી રહ્યા હતા, પરંતુ દેહાધ્યાસના નિમિત્તે, મહારોગ ઉત્પન્ન થવાના ભયના કારણે અલિત થયા. પરંતુ ધર્મપત્નીએ ખરેખર ધર્મમાર્ગમાં પોતાનું કર્તવ્ય બજાવ્યું અને પતિને સ્વસ્થ કર્યા. ગૃહસ્થ જીવનમાં પતિ-પત્નીએ પરસ્પર ધર્મમાર્ગમાં પૂરક બનવું આવશ્યક છે. તો ગૃહસ્થ જીવનમાં પણ સાધના થઈ શકે અને જીવન સફળ બનાવી શકાય છે.
II અધ્યયન-૪ સંપૂર્ણ