________________
અધ્યયન-૩: શ્રમણોપાસક ચુલનીપિતા
યેષ્ઠ પુત્રને ઘેરથી લાવી મારી સમક્ષ મારી નાંખ્યો. આમ જે રીતે દેવે કર્યું હતું તેનું ચિંતન કર્યું, યાવત્ તેનાં માંસ અને લોહી મારા શરીર પર છાંટયા અને હવે દેવ તથા ગુરુ સમાન પૂજનીય, મારા હિતાર્થે અત્યંત દુષ્કર કાર્ય કરનારી, દુષ્કર ધર્મક્રિયા કરનારી, મારી માતા ભદ્રા સાર્થવાહીને પણ ઘેરથી લાવી મારી સામે જ મારી નાંખવા ઇચ્છે છે, તો મારા માટે તે જ શ્રેષ્ઠ છે કે હું તે પુરુષને પકડી લઉં. આ પ્રમાણે વિચાર કરીને તે તેને પકડવા માટે દોડ્યા. તત્કણ તે દેવ આકાશમાં અદશ્ય થઈ ગયો. પકડવા માટે ફેલાવેલા ચુલનીપિતાના હાથમાં થાંભલો આવ્યો. તે જોરજોરથી અવાજ કરવા લાગ્યા. જનનીની જિજ્ઞાસા:१४ तए णं सा भद्दा सत्थवाही तं कोलाहल-सदं सोच्चा, णिसम्म जेणेव चुलणीपिया समणोवासए, तेणेव उवागच्छइ, उवागच्छित्ता चुलणीपियं समणोवासयं एवं वयासीकिण्णं पुत्ता ! तुम महया-महया सद्देणं कोलाहले कए ? શબ્દાર્થ - #ોતાદત્ત = અવાજ, કોલાહલ સ૬ = શબ્દને વિvi = કેમ, શા માટે. ભાવાર્થ :- ત્યાર પછી ભદ્રા સાર્થવાહીએ તે અવાજ સાંભળ્યો ત્યારે તે જ્યાં શ્રમણોપાસક ચુલનીપિતા હતા, ત્યાં આવ્યા, આવીને બોલ્યા, હે પુત્ર ! તું આમ જોરજોરથી અવાજ કેમ કરે છે? ચુલની પિતા શ્રમણોપાસકનો માતાને પ્રત્યુત્તર :१५ तए णं से चुलणीपिया समणोवासए अम्मयं भई सत्थवाहिं एवं वयासी- एवं खलु अम्मो ! ण जाणामि के वि पुरिसे आसुरत्ते जाव एग महं णीलुप्पल जाव असि गहाय मम एवं वयासी- हं भो चुलणीपिया समणोवासया ! अपत्थिय-पत्थिया जाव अकाले चेव जीवियाओ ववरोविज्जसि । શબ્દાર્થ - અમર્થ = માતા મર્દ = ભદ્રા સીતારું = શીલથી વડું વ્રતોથી. ભાવાર્થ - પોતાની માતા ભદ્રા સાર્થવાહીને શ્રમણોપાસક ચુલનીપિતાએ કહ્યું – હે માતા! ન જાણે તે કયો પુરુષ હતો, જેણે અત્યંત ક્રોધિત થઈને એક મોટી, તીક્ષ્ણ ધારવાળી તલવાર કાઢીને મને કહ્યું, હે મૃત્યુના ઇચ્છુક શ્રમણોપાસક ચુલનીપિતા! મૃત્યુને ઇચ્છનાર યાવત્ અસમયમાં જ પ્રાણોને છોડી દેશો અર્થાત્ મૃત્યુને પ્રાપ્ત કરશો. १६ तए णं अहं तेणं पुरिसेणं एवं वुत्ते समाणे अभीए जाव विहरामि । ભાવાર્થ:- તે પુરુષે આ પ્રમાણે કહ્યું, છતાં હું નિર્ભયતાથી સાધનામાં સંલગ્ન રહ્યો. |१७ तए णं से पुरिसे ममं अभीयं जाव विहरमाणं पासइ, पासित्ता ममं दोच्चंपि तच्चंपि एवं वयासी- हं भो चुलणीपिया समणोवासया ! जाव गाय मसेण य सोणिएण य
ભાવાર્થ :- જ્યારે તે પુરુષે મને નિર્ભયતાપૂર્વક સાધનામાં લીન જોયો, ત્યારે તેણે મને બીજીવાર, ત્રીજીવાર આ પ્રમાણે કહ્યું– શ્રમણોપાસક ચુલનીપિતા! યાવત તેણે માંસ અને લોહીથી શરીરને સિંચ્યું.