________________
[ ૯૬ ]
2
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર |
समणोवासया! तहेव जाव ववरोविज्जसि । શબ્દાર્થ – ક્ = આર્ત સુદૃ = દુખાર્ત વટ્ટ = વ્યાપ્ત. ભાવાર્થ :- તે દેવે શ્રમણોપાસક ચુલની પિતાને નિર્ભય જોયા ત્યારે બીજીવાર, ત્રીજીવાર ફરીથી એમ જ કહ્યું- હે શ્રમણોપાસક ચુલનીપિતા! યાવતુ તમે આર્તધ્યાન અને વિકટ દુઃખથી પીડિત થઈને અસમયમાં જ જીવનથી રહિત થશો અર્થાત્ મૃત્યુને પ્રાપ્ત કરશો. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શ્રમણોપાસક ચુલનીપિતાની માતા ભદ્રા સાર્થવાહીનું એક વિશેષણ દેવય ગુરુજનની = દેવ ગુરુ તુલ્ય પૂજનીય માતા છે જે ભારતીય આચાર પરંપરામાં માતા પ્રતિ રહેલું સન્માન, આદર અને શ્રદ્ધાનું ધોતક છે. માતાનું સંતાનો પર એક એવું ઋણ છે કે જેનાથી ઉઋણ થવું સર્વથા અશકય છે, માટે અહીં માતાની દેવતુલ્ય પૂજનીયતા અને સન્માનનીયતા તરફ સંકેત કર્યો છે.
ડો. રૂડોલ્ફ હોર્નલે એક જૂની વ્યાખ્યાના આધારે દેવગુરુનો અર્થ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ કર્યો છે. એ અર્થ પ્રમાણે માતા બૃહસ્પતિની જેમ પૂજનીય છે.
ભારતની સર્વ પરંપરાઓના સાહિત્યમાં માતાને અસામાન્ય બતાવી છે. નનન નન્નમૂનિગ્ન વલપિ ગરીયસી – આ સૂકિત અનુસાર માતા અને માતૃભૂમિને સ્વર્ગથી પણ અધિક ગૌરવશાળી માની છે. ભગવાન “મનુ” એ તો માતાનું અતિ ગૌરવ સ્વીકાર્યું છે. તેણે માતાને પિતાથી હજારગણું અધિક મહત્ત્વ આપ્યું છે.
દેવે ચુલની પિતા શ્રમણોપાસકને ચલિત કરવાના ત્રણ પ્રયોગ કર્યા પછી પણ સંતુષ્ટ ન થયો. શ્રમણોપાસક ચુલનીપિતા શ્રદ્ધા અને સાધનાના શિખરે સ્થિર હતા અને રૌદ્રરૂપધારી દેવ ક્રોધની પરાકાષ્ટાએ હતો. તેથી તેણે માતૃવધની ધમકીનો નવો ઉપાય કર્યો. ચુલની પિતાનો ક્ષોભઃ કોલાહલ - |१३ तए णं तस्स चुलणीपियस्स समणोवासयस्स तेणं देवेणं दोच्चंपि तच्चपि एवं वुत्तस्स समाणस्स इमेयारूवे अज्झत्थिए जाव समुपण्णे- अहो णं इमे पुरिसे अणारिए अणारियबुद्धी, अणारियाई पावाई कम्माई समायरइ, जेणं ममं जेटुं पुत्तं साओ गिहाओ जीणेइ, णीणेत्ता ममं अग्गओ घाएइ, घाएत्ता एवं जहा कयं तहा चिंतेइ, जाव आयंचइ। जा वि य णं इमा ममं माया भद्दा सत्थवाही देवय-गुरु-जणणी, दुक्करदुक्कर-कारिया तं पि य णं इच्छइ साओ गिहाओ णीणेत्ता मम अग्गओ घाएत्तए, त सेय खलु ममं एयं पुरिसं गिण्हित्तए त्ति कटु उद्धाइए, से वि य आगासे उप्पइए, तेणं च खंभे आसाइए, महया-महया सद्देणं कोलाहले कए । શબ્દાર્થ :- અપિ = અનાર્ય. ભાવાર્થ :- તે દેવે જ્યારે બીજીવાર, ત્રીજીવાર, એ પ્રમાણે કહ્યું, ત્યારે શ્રમણોપાસક ચુલની પિતાના મનમાં વિચાર આવ્યો કે આ પુરુષ અધમ છે, અનાર્ય બુદ્ધિવાળો છે, પાપ કાર્ય કરનાર છે. તેણે મારા