________________
[ ૯૦]
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
( ત્રીજું અધ્યયન ) પરિચય જય ચાર રથ 298 2999049 8 થી 9 ચુ
પ્રભુ મહાવીરના સમયે વારાણસી નામની નગરી હતી. ત્યાં કોષ્ટક નામક ચૈત્ય હતું. જિતશત્રુ નામના રાજા હતા.
તે નગરીમાં ચુલનીપિતા નામના પુણ્યવાન ગાથાપતિ, શ્યામા નામની ધર્મપત્ની સાથે આદર્શ ગૃહસ્થ જીવન જીવી રહ્યા હતા. ગૃહસ્થ જીવન સુવ્યવસ્થિત રીતે વ્યતીત થાય તે માટે પોતાની સંપત્તિનો સુયોગ્ય રીતે વિનિયોગ કરતા હતા. તેઓ આનંદ અને કામદેવ ગાથાપતિ કરતા વિશેષ સમૃદ્ધ હતા.
આઠ કરોડ સોનામહોરો તેના સુરક્ષિત ખજાનામાં, આઠ કરોડ સોનામહોરો વ્યાપારમાં, આઠ કરોડ સોનામહોરો ઘરનાં ઉપકરણમાં તથા વૈભવમાં રાખી હતી. તે સમયના લોકોનું જીવન એવું સંતુલિત હતું કે જેટલી સંપત્તિ વ્યાપારમાં રાખતા હતા તેટલી જ સંપત્તિ ઘરની શાન તથા સુવિધાને માટે પણ વાપરતા હતા. તે સમયે ભારતમાં ગો-પાલનનું કામ વ્યાપક રૂપે પ્રચલિત હતું. આનંદ અને કામદેવને ચાર અને છ ગોકુળ હતાં, ચુલની પિતાને દસ દસ હજાર ગાયોના આઠ ગોકુળ હતાં. આ સંપત્તિના વર્ણનથી સ્પષ્ટ થાય છે કે ચુલનીપિતા તે સમયના એક અત્યંત વૈભવશાળી પુરુષ હતા.
પ્રાચીન સાહિત્યને જ્યારે વાંચીએ છીએ ત્યારે એક વાત સ્પષ્ટ થાય છે કે અનેક પુરુષો તે વખતે અઢળક સંપત્તિના અને વૈભવના સ્વામી હતા. સર્વ પ્રકારનું ભૌતિક અથવા લૌકિક સુખ તેઓને પ્રાપ્ત હતું. પરંતુ તે સુખના ઉન્માદમાં તેઓ ઉન્મત્ત ન હતા. તેઓ ધાર્મિક જીવન સંબંધી વાસ્તવિક વિચાર પણ કરતા હતા.
ભગવાન મહાવીરના આગમનથી આનંદ અને કામદેવની જેમ ચુલનીપિતાના જીવનમાં પણ વિશેષ પ્રકારનું પરિવર્તન આવ્યું. ભગવાન મહાવીર જ્યારે વિહાર કરતાં કરતાં વારાણસી નગરીમાં પધાર્યા ત્યારે ચુલનીપિતાએ પણ ભગવાનની ધર્મદેશના સાંભળી, અંતરમાં અવધારી અને તેને આચારમાં ઉતારી. તેણે શ્રાવકધર્મ-ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો અને અધ્યાત્મવિકાસ માટે પ્રયત્નશીલ બન્યા.
એક દિવસની વાત છે. તે બ્રહ્મચર્યવ્રત અને પૌષધવ્રત સ્વીકારીને પૌષધશાળામાં ઉપાસનામાં તલ્લીન હતા. રાત્રિના પૂર્વાર્ધ ભાગમાં ઉપસર્ગ કરવા માટે એક દેવ પ્રગટ થયો. હાથમાં તીક્ષ્ણ તલવાર લઈ તેણે ચુલનીપિતાને કહ્યું કે તમે વ્રતને છોડી દો, અન્યથા હું તમારા મોટા દીકરાને ઘેરથી ઉપાડી લાવીશ. તમારી સામે તેને કાપી ત્રણ ટુકડા કરીશ, ઉકળતા પાણીની ભરેલી કડાઈમાં તેને નાંખીશ, તમારા દીકરાનું ઉકાળેલું માંસ અને લોહી તમારા શરીર પર છાંટીશ.
ચુલનીપિતાની સામે એક ભયંકર દશ્ય હતું. પુત્રની હત્યાનો કારમો પ્રસંગ હતો. સાંસારિક સ્વજનોમાં પુત્રનું સ્થાન અસાધારણ છે. પુત્ર પ્રત્યે પિતાની મમતા જગપ્રસિદ્ધ છે. ચુલનીપિતાની સામે એક હૃદયદ્રાવક પરિસ્થિતિ હતી, પરંતુ અત્યંત સમજણ અને વિવેકથી તેણે તેના મનને મક્કમ રાખ્યું. પોતાની ઉપાસનામાં અવિચલ ભાવથી લીન રહ્યા. દેવનો ક્રોધ વધી ગયો. તેણે કહ્યા પ્રમાણે દેવમાયાથી