________________
અધ્યયન-૨: શ્રમણોપાસક કામદેવ
વિવેચન :નિક્ષેપ - સર્વ અધ્યયનના પ્રારંભમાં ૩Fરો અને અંતે નિરો શબ્દ છે. જે ઉત્થાનિકા અને ઉપસંહાર વાક્યને સૂચિત કરવા માટેના સંક્ષિપ્ત શબ્દો છે. તે બે શબ્દથી જે પાઠ ગ્રહણ થાય છે તે આ પ્રકારે છે– ૩cવો- ન - મતે !સમાં ભવિય નાસપત્તે ડેવીસવિસા પદમસ્ત મયણલ્સ આયમરે પUnત્તે કોબ્લમ્સ [ મતે મયણલ્સ & સર્વેિ પUUUત્તે ? અર્થ- આર્ય જંબુસ્વામીએ સુધર્માસ્વામીને પૂછ્યું, સિદ્ધિ પ્રાપ્ત ભગવાન મહાવીરે ઉપાસક દશાના પ્રથમ અધ્યયનનો જો આ અર્થ–ભાવ પ્રતિપાદિત કર્યો છે, તો હે ભગવન્! તે પ્રભુએ બીજા અધ્યયનનો શો અર્થ કહ્યો છે?
निक्खेवो- एवं खलु जम्बू ! समणेणं जावसंपत्तेणं बीइयस्स अज्झयणस्स अयमठे पण्णत्ते ત્તિનિ અર્થ- નિગમન-આર્ય સુધર્માસ્વામીએ કહ્યું – હે જંબુ! સિદ્ધિ પ્રાપ્ત ભગવાન મહાવીરે બીજા અધ્યયનનો આ જ અર્થ–ભાવ કહ્યો હતો, જે મેં તને કહ્યો છે. ઉપસંહાર :- દઢ શ્રદ્ધા વ્યક્તિને મહાન બનાવે છે. ધર્મારાધકને કોઈ પ્રતિકૂળતા આવતી નથી, તેમ નથી પરંતુ ધર્મ એ વ્યક્તિને પ્રતિકૂળતામાં સહન કરવાની ક્ષમતા અને સમજણ પ્રદાન કરે છે. | ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ દઢ ધર્મશ્રદ્ધાવાન વ્યક્તિ જ ટકી શકે છે. સ્થિર અને સ્વસ્થ રહી શકે છે. પ્રત્યેક વ્યક્તિ પૂર્વકૃત કર્મને આધીન છે. ક્યારે, કયું અને કેવું કર્મ ઉદયમાં આવે તેનાથી વ્યક્તિ અજ્ઞાત છે. જો તેનામાં અવિચલ ધર્મશ્રદ્ધા હોય તો જ તે પ્રતિકૂળતાને સમભાવથી સહી શકે છે, પ્રસન્ન રહી શકે છે, અનર્થકારી કર્મબંધથી અટકી શકે છે.
આ રીતે ધર્મશ્રદ્ધા ઈહલોક અને પરલોકની દષ્ટિએ લાભનું કારણ છે, આધ્યાત્મ વિકાસનું પ્રથમ સોપાન છે. ધર્મશ્રદ્ધા તે જીવન જીવવાની એક અનોખી કળા શીખવે છે તે કામદેવ શ્રાવકના કથાનકથી જાણી શકાય છે.
II અધ્યયન-ર સંપૂર્ણ II