________________
૮૬ ]
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર |
उवागच्छित्ता तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ, णमंसइ, वंदित्ता, णमंसित्ता तिविहाए पज्जुवासणाए पज्जुवासइ । શબ્દાર્થ :- ડાયરલ્સ = પાછા ફરીને પરિત્તર = પારણું કરીશ. ભાવાર્થ :- શ્રમણોપાસક કામદેવે જ્યારે આ સાંભળ્યું કે ભગવાન મહાવીર પધાર્યા છે, ત્યારે તેણે વિચાર્યું કે મારા માટે એ શ્રેયસ્કર છે કે હું શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરી, પાછો ફરી પૌષધ સમાપન કરું. આમ વિચારીને તેણે શુદ્ધ શ્રેષ્ઠ તથા પરિષદને યોગ્ય માંગલિક વસ્ત્ર પરિધાન કર્યા. પૌષધ- શાળામાંથી નીકળીને પગપાળા ચાલતાં ચાવતું જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા. આવીને ત્રણવાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરી ત્રિવિધ કાયિક, વાચિક અને માનસિક પર્યાપાસના કરી. २६ तए णं समणे भगवं महावीरे कामदेवस्स समणोवासयस्स तीसे य जाव धम्मकहा સત્તા | ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણોપાસક કામદેવ તથા પરિષદને ધર્મદેશના આપી(ધર્મદેશના પૂર્ણ થઈ). વિવેચન :પૌષધમાં દર્શનાર્થ જવું :- કામદેવ શ્રાવક પૌષધની સમાપ્તિ કર્યા વિના પગપાળા ભગવાનના દર્શન કરવા ગયા. પૌષધ સમાપ્તિના અહીં બે અર્થો સમજી શકાય છે :- (૧) આશ્રવ ત્યાગ સમાપ્તિ (૨) આહાર ત્યાગ સમાપ્તિ.
આ વિષયમાં એક વિચારણા આ છે કે કામદેવ શ્રાવક પૌષધમાં પગપાળા ગયા. તેમણે કોઈપણ વાહન કે પગરખાં વગેરેનો ઉપયોગ ન કર્યો તથા સભાને યોગ્ય વસ્ત્રો (પોશાક) બદલ્યાં. પૌષધશાળામાં કામદેવ નિવૃત્ત સાધનામાં હતા; એટલે શ્રમણની જેમ પૌષધયોગ્ય ૧-૨ જોડી વસ્ત્રો તેમની પાસે હતાં. તેમાંથી બહાર સભામાં જવા યોગ્ય બીજા વસ્ત્રો પહેરી લીધાં.
સાવધયોગ ત્યાગ પૌષધ અને આહારત્યાગ પૌષધ બંનેમાં ભગવાનના દર્શન કરવા જઈ શકાય છે. બીજી વિચારણા અનુસાર કામદેવે પૌષધ સમાપ્તિ કરી લીધી હતી પરંતુ ઉપવાસનું પારણું પાછા આવ્યા પછી કર્યું હતું. આ બંનેમાં પ્રથમ વિચારણા યથોચિત જણાય છે.
ભગવતીસૂત્ર શતક–૧૨, ઉદ્દેશક–૧, અનુસાર પુષ્કલી શ્રાવક પોતાની પૌષધશાળામાંથી પૌષધમાં જ શંખ શ્રાવકજીના ઘેર એમને બોલાવવા માટે ગયા હતા. ભગવાન દ્વારા કામદેવને ધન્યવાદ - २७ कामदेवा ! ति समणे भगवं महावीरे कामदेवं समणोवासयं एवं वयासी- से णूणं कामदेवा! तुब्भं अंतिए पुव्व-रत्तावरत्तकाल-समयंसि एगे देवे पाउब्भूए । तए णं से देवे एग महं दिव्वं पिसाय-रूवं विउव्वइ, एवं तिण्णि वि उवसग्गा कहेइ जाव जामेव दिसं पाउब्भूए तामेव दिसं पडिगए । से णूणं कामदेवा ! अढे समढे ? हंता, અત્યિ T