________________
| અધ્યયન-૨: શ્રમણોપાસક કામદેવ
સૌધર્મ આદિ દેવલોકના દેવો એક, અનેક, સંખ્યાત, અસંખ્યાત, સમાન, અસમાન સર્વ પ્રકારની વિકર્વણાઓ કરવામાં સક્ષમ હોય છે. આ વિફર્વણાની અંતર્ગત એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ પ્રકારનાં રૂપ ધારણ કરી શકે છે.
પ્રસ્તુત પ્રકરણમાં શ્રમણોપાસક કામદેવને ધર્મશ્રદ્ધાથી વિચલિત કરવા માટે દેવે વિવિધ રૂપ ધારણ કર્યા. આ તેનું ઉત્તર વૈક્રિય રૂ૫ અર્થાતુ મૂળ વૈક્રિય શરીરના આધારે બનાવેલું વૈક્રિય શરીર હતું.
શ્રમણોપાસક કામદેવને પીડિત કરવા માટે દેવે આટલો ઉપદ્રવ કેમ કર્યો? તેનું સમાધાન આ સુત્રમાં છે. તે દેવ મિથ્યાદષ્ટિ હતો. મિથ્યાત્વી હોવા છતાં પણ પૂર્વજન્મમાં કરેલાં તપશ્ચરણાદિથી દેવયોનિ તો પ્રાપ્ત થઈ પણ મિથ્યાત્વને કારણે નિગ્રંથ પ્રવચન, જૈનધર્મમાં જે અશ્રદ્ધા હતી, તે દેવભવમાં પણ વિદ્યમાન રહી. ઈન્દ્રના મુખથી પ્રશંસા સાંભળીને તથા ઉત્કૃષ્ટ ધર્મોપાસનામાં કામદેવને તન્મય જોઈને તેને ઈર્ષ્યા આવી, તેથી તે દેવને કામદેવની શ્રદ્ધાની કસોટી કરવી હતી પણ તેને મારવાની કામના ન હતી. વૈક્રિય લબ્ધિધારી દેવોની આ વિશેષતા હોય છે કે તે દેહના પુદ્ગલોનું જેટલી શીઘ્રતાથી છેદન-ભેદન કરે છે, કાપે છે, તોડે છે, ફોડે છે, તેટલી જ શીઘ્રતાથી તેને યથાવત્ સંયોજિત પણ કરી શકે છે. આ બધું એટલી શીઘ્રતાથી થાય છે કે આક્રાન્ત વ્યક્તિ ઘોર પીડાનો અનુભવ કરે પરંતુ છેદાવું-ભેદાવું આદિનો અનુભવ કરી શકતો નથી, તે ક્રિયા અત્યંત અલ્પકાલીન હોય છે અને તેથી જ વ્યક્તિનું શરીર જેવું હોય તેવું જ પ્રતીત થાય છે. કામદેવની સાથે આવું જ બન્યું હતું.
કામદેવે ઘોર કષ્ટ સહન કર્યા પરંતુ ધર્મથી વિચલિત થયા નહીં, ત્યારે દેવ મૂળરૂપમાં પ્રગટ થયો અને તેણે સર્વ વૃત્તાંત કહ્યો, જે કારણે કામદેવને કષ્ટ દેવા માટે તે દુષ્પરિત થયો હતો. २३ तए णं से कामदेवे समणोवासए णिरुवसग्गं इति कट्टु पडिम पारेइ । શબ્દાર્થ - જિવન = ઉપસર્ગ રહિત. ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણોપાસક કામદેવે જાણી લીધું કે હવે ઉપસર્ગ (વિન) સમાપ્ત થઈ ગયા છે, ત્યારે પોતાની પ્રતિમાને પૂર્ણ કરી વ્રત સમાપન કર્યું. ભગવાન મહાવીરનું પદાર્પણ:२४ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे जाव जेणेव चंपा णयरी, जेणेव पुण्णभद्दे चेइए, तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूव ओग्गह ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । શબ્દાર્થ:-મહાપર્વ = યથોચિત, યોગ્ય. ભાવાર્થ :- તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર યાવતુ ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા, યથોચિત્ત સ્થાન ગ્રહણ કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરી રહ્યા હતા. | २५ तए णं से कामदेवे समणोवासए इमीसे कहाए लद्धढे समाणे एवं खलु समणे भगव महावीरे जाव विहरइ । तं सेयं खलु मम समणं भगवं महावीरं वंदित्ता, णमंसित्ता तओ पडिणियत्तस्स पोसह पारित्तए त्ति कटु एवं संपेहेइ, संपेहेत्ता सुद्धप्पावेसाई वत्थाई पवर-परिहिए जेणेव समणे भगवं महावीरे, तेणेव उवागच्छइ,