________________
| અધ્યયન-૨: શ્રમણોપાસક કામદેવ
શબ્દાર્થ:- હાય= ગ્રહણ કરીને ૩વસ | = ઉપસર્ગ. ભાવાર્થ:- શ્રમણ ભગવાન મહાવીરે કામદેવને કહ્યું- હે કામદેવ! રાત્રિના પૂર્વાર્ધમાં એક દેવ તમારી સામે પ્રગટ થયો હતો. તે દેવે એક વિકરાળ રાક્ષસનું રૂપ ધારણ કર્યું વગેરે ત્રણેય ઉપસર્ગોનું કથન કર્યું. યાવતુ દેવ જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ગયો. આ વર્ણન કરી ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું- હે કામદેવ ! શું આ પ્રમાણે થયું છે? કામદેવ બોલ્યા- ભગવન્! હા એમ જ થયું છે. | २८ अज्जो ! त्ति समणे भगवं महावीरे बहवे समणे णिग्गंथे य णिग्गंथीओ य
आमतेत्ता एवं वयासी- जइ ताव, अज्जो ! समणोवासगा, गिहिणो, गिहमज्झावसंता दिव्व-माणुस-तिरिक्खजोणिए उवसग्गे सम्मं सहति खमंति, तितिक्खंति अहियासेंति, सक्का पुणाई, अज्जो ! समणेहिं णिग्गंथेहिं दुवालसंगं गणिपिडगं अहिज्जमाणेहिं दिव्व-माणुस-तिरिक्खजोणिए उवसग्गे सम्म सहित्तए खमित्तए, तितिक्खित्तए अहियासित्तए । શબ્દાર્થ :- foliળી = સાધ્વી આમંત્તિ = આમંત્રણ આપીને ક્લિનહિ = અધ્યયન કરતાં સમું = સારી રીતે દિત્ત = સહન કરી શકે. ભાવાર્થ :- ભગવાન મહાવીરે અનેક સાધુ અને સાધ્વીઓને સંબોધન કરીને કહ્યું- હે આર્યો ! જો શ્રમણોપાસક ગૃહસ્થ હોવા છતાં પણ દેવકૃત, મનુષ્યકૃત, તિર્યચકૃત, પશુપક્ષીકૃત ઉપસર્ગોને સારી રીતે સહન કરે છે, ક્ષમા અને તિતિક્ષાભાવથી સહે છે તો પછી આર્યો ! દ્વાદશાંગરૂપ ગણિપિટક—બાર અંગોનું અધ્યયન કરનારા શ્રમણ નિગ્રંથોએ દેવકૃત, મનુષ્યકૃત તથા તિર્યચકૃત ઉપસર્ગોને સહન કરવા જોઈએ તથા ક્ષમા અને તિતિક્ષાભાવથી સારી રીતે સહન કરવા જોઈએ. |२९ तओ ते बहवे समणा णिग्गंथा य णिग्गंथीओ य समणस्स भगवओ महावीरस्स तह त्ति एयमटुं विणएणं पडिसुणेत्ति । શબ્દાર્થ -વિષi = વિનયભાવથી ડિસુતિ = સાંભળે છે (સ્વીકાર કરે છે). ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરના આ કથનનો અનેક સાધુ અને સાધ્વીઓએ તહત્તિ આમ જ છે ભગવન્! એમ કહીને વિનયપૂર્વક સ્વીકાર કર્યો. |३० तए थे कामदेवे समणोवासए हट्ठ जाव समणं भगवं महावीरं पसिणाई पुच्छइ, अट्ठमादियइ । समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता जामेव दिसं पाउब्भूए, तामेव दिसं पडिगए । શબ્દાર્થ – માય = સમાધાન મેળવ્યું. ભાવાર્થ :- શ્રમણોપાસક કામદેવ અત્યંત પ્રસન્ન થયા, તેણે શ્રમણ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછ્યા, સમાધાન મેળવ્યું. શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર વંદન નમસ્કાર કરી, જે દિશામાંથી તે આવ્યા હતા તે દિશા તરફ પાછા ફરી ગયા. ३१ तए णं समणे भगवं महावीरे अण्णया कयाइ चंपाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवय-विहारं विहरइ ।