________________
| અધ્યયન-૨: શ્રમણોપાસક કામદેવ .
[ ૮૧ ]
जहा णं तुमं देवाणुप्पिया ! अट्ट-दुहट्ट-वसट्टे अकाले चेव जीवियाओ ववरोविज्जसि । શદાર્થ:- ૩૪T = ઉગ્ર ચંડ પ્રચંડ મરી = શાહી, કાળી શાહી, રુશનાઈમૂસા = લોઢાનું વાસણ, મૂસ મંગળ-jન = કાજળનો સમૂહ રત્ત = લાલ આંખો વેળભૂયં = વેણી જેવો ૩૬ = ઉત્કટ, ઉગ્ર
ડ = દેદિપ્યમાન, સ્પષ્ટ ડિત = કુટિલ, વાંકી વિથડ = વિકટ, ભયંકર ઋષિ = પાછળથી નવું = ગ્રીવા, ગર્દન, ડોક વેનિ= લપેટાવું ૩રંસિ = છાતી ઉપર. ભાવાર્થ :- જ્યારે હાથી રૂપધારી દેવ શ્રમણોપાસક કામદેવને નિગ્રંથ પ્રવચનથી વિચલિત કરી શકયો નહીં ત્યારે યાવતુ હાથીના રૂપનો ત્યાગ કર્યો અને દિવ્ય વિકરાળ સર્પનું રૂપ ધારણ કર્યું.
તે સર્પ ઉગ્રવિષધર, પ્રચંડવિષધર, ઘોરવિષધર અને વિશાળકાય હતો. તે શ્યાહી અને ઊંદર જેવો કાળો હતો. તેની આંખોમાં વિષ અને ક્રોધ ભરેલાં હતાં. તે કાજળના ઢગલા જેવો લાગતો હતો. તેની આંખો અત્યંત લાલ હતી. તેની જીભ ચંચળ હતી, લપલપ થઈ રહી હતી. તેની કાળાશથી તે પૃથ્વીની (પૃથ્વીરૂપી નારી) વેણી (વાળના ગુચ્છ) જેવો લાગતો હતો. તે પોતાની ઉત્કટ–ઉગ્ર, ફુટ-દેદીપ્યમાન, કુટિલ-વાંકી, જટિલ-મોટી, કર્કશ-કઠોર, વિકટ–ભયંકર ફેણ ફેલાવવા સમર્થ હતો. લુહારની ધમણની જેમ ફૂંફાડો મારી રહ્યો હતો. તેનો તીવ્ર ક્રોધ રોકયો રોકાય તેવો ન હતો.
તે સર્પ રૂપધારી દેવ જ્યાં પૌષધશાળા હતી, જ્યાં શ્રમણોપાસક કામદેવ હતા ત્યાં આવ્યો, આવીને શ્રમણોપાસક કામદેવને કહ્યું – અરે કામદેવ! જો તમે શીલવ્રત યાવત ત્યાગ નહીં કરો, ભંગ નહીં કરો તો હું હમણાં સરરર કરતો તમારા શરીર પર ચઢીશ. ચઢીને પાછલા ભાગથી (પૂંછ બાજુથી) તમારા ગળામાં ત્રણ લપેટા લઈશ, લપેટા લઈને તીક્ષ્ણ ઝેરવાળા દાંતોથી તમારી છાતી પર ડંખ મારીશ. જેના કારણે તમે આર્તધ્યાન અને વિકટ દુઃખથી પીડિત થતાં અકાળે જ જીવનથી પૃથક થઈ જશો, મરી જશો. १८ तए णं से कामदेवे समणोवासए तेणं देवेणं सप्परूवेणं ए वत्ते समाणे अभीए जाव विहरइ । सो वि दोच्चंपि तच्चंपि भणइ । कामदेवो वि जाव विहरइ । શબ્દાર્થ:- તે = દેવ દ્વારા. ભાવાર્થ :- સર્પ રૂપધારી તે દેવે આ પ્રમાણે કહ્યું, છતાં કામદેવ નિર્ભયતાથી ઉપાસનામાં લીન રહ્યા. દેવે બીજીવાર, ત્રીજીવાર પણ એવું જ કહ્યું પરંતુ કામદેવ પહેલાની જેમ ઉપાસનામાં લીન રહ્યા. |१९ तए णं से देवे सप्परूवे कामदेवं समणोवासयं अभीयं जाव पासइ, पासित्ता आसुरत्ते जाव कामदेवस्स सरसरस्स कायं दुरुहइ, दुरुहित्ता पच्छिमभाएणं तिक्खुत्तो गीवं वेढेइ, वेढित्ता तिक्खाहिं विसपरिगयाहिं दाढाहिं उरंसि चेव णिकुट्टेइ । શબ્દાર્થ - વાર્દિ = દાઢ દ્વારા બિરુદ = ડંખ માર્યો. ભાવાર્થ :- સર્પ રૂપધારી દેવે, જ્યારે શ્રમણોપાસક કામદેવને નિર્ભય જોયા ત્યારે તે અત્યંત ક્રોધિત થઈને સરરર કરતો શરીર પર ચઢી ગયો. ચઢીને પાછલા ભાગથી તેના ગળામાં ત્રણ લપેટા લીધા, લપેટા લઈને પોતાના તીક્ષ્ણ ઝેરવાળા દાંતોથી છાતી પર ડંખ માર્યો. २० तए णं से कामदेवे समणोवासए तं उज्जलं जाव अहियासेइ ।