________________
[ ૭૪ ]
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
નીકળ્યા. ભગવાનની પાસે પહોંચ્યા. શ્રાવક ધર્મ સ્વીકાર્યો.
ત્યાર પછીની ઘટના પણ પૂર્વવત્ છે યાવતુ પોતાના મોટા પુત્ર, મિત્રો તથા જ્ઞાતિજનોની અનુમતિ લઈને કામદેવ જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યા. આવીને આનંદની જેમ પૌષધશાળાનું પ્રમાર્જન કર્યું (સાફ કરી). વડીનીત, લઘુનીતના સ્થાનનું પ્રતિલેખન કર્યું, પ્રતિલેખન કરીને તૃણનો સંથારો કર્યો અને તેના પર સ્થિત થયા. આ રીતે કામદેવે પૌષધશાળામાં પૌષધ કર્યો. શ્રમણ ભગવાન મહાવીરની ધર્મ પ્રજ્ઞપ્તિ- નિવૃત્ત સાધનાનો સ્વીકાર કરી ઉપાસનામાં લીન થયા. વિવેચન :ધર્મપ્રજ્ઞતિઃ- પ્રસ્તુત આગમમાં ભગવાન મહાવીરના શાસનની વિશિષ્ટ સાધનાના કથન માટે આ શબ્દપ્રયોગ થયો છે. તે સાધનામાં મુખ્યત્વે સાંસારિક કાર્યોથી નિવૃત્ત થઈને ધાર્મિક, આધ્યાત્મિક સાધના કરાય છે.
શ્રમણોપાસક આનંદ, કામદેવ આદિ દશે શ્રાવકોના વર્ણનમાં આ શબ્દપ્રયોગ ગૃહસ્થ જીવનની જવાબદારીઓથી પૂર્ણ નિવૃત્ત થઈને પૌષધશાળામાં કરેલી અંતિમ આરાધના માટે થયો છે. શ્રમણોપાસક કંડકૌલિકના અધ્યયનમાં સામાયિકની સાધના માટે પણ આ શબ્દ પ્રયોગ છે.
તાત્પર્ય એ છે કે અલ્પકાલીન અથવા દીર્ઘકાલીન સાવધ અને સાંસારિક કાર્યોના ત્યાગ રૂપ આત્મ-સાધનાને માટે આગમોમાં ઠેર ઠેર ધર્મપ્રજ્ઞપ્તિ શબ્દનો પ્રયોગ થયો છે.
શ્રમણ ભગવાન મહાવીરના શ્રાવક જે આ પ્રકારની સામાયિક, પૌષધાદિની સાધના કરે છે તેને ભગવાન મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ કહે છે. ગોશાલકના શ્રાવકની આ પ્રકારની જ નિવૃત્તિમય સાધનાને ગોશાલકની ધર્મપ્રજ્ઞપ્તિ (શકપાલ શ્રાવકના પ્રકરણમાં) કહી છે.
આ રીતે સ્પષ્ટ થાય છે કે નિવૃત્તિમય કોઈપણ સાધના(સંવર, સામાયિક વગેરે) માટે ધર્મપ્રજ્ઞપ્તિ શબ્દનો પ્રયોગ થાય છે. અન્ય રીતે ભગવાન મહાવીરના ધર્મશાસન માટે તેમજ ગોશાલકના ધર્મશાસન માટે ધર્મપ્રજ્ઞપ્તિ શબ્દપ્રયોગ થયો છે. ઉિપાસક દશાંગ સૂત્ર, અધ્યયન-૪]
સુત્ર પાઠમાં ધર્મ પ્રજ્ઞપ્તિ સ્વીકારવાના પ્રસંગે અંતિયં શબ્દનો પ્રયોગ પ્રતોમાં જોવા મળે છે. આ શબ્દની ઉપયોગિતા જ્યારે ભગવાન પાસે વ્રત ગ્રહણ કરે ત્યારે તો બરોબર છે પરંતુ પ્રતોમાં ઉપલબ્ધ બધી જગ્યાએ ઉપયુક્ત જણાતું નથી, માટે કસમાં આપેલ છે. દેવકૃત ઉપસર્ગઃ| ३ तए णं तस्स कामदेवस्स समणोवासगस्स अंतिए पुव्वरत्तावरत्त काल-समयसि एगे देवे मायीमिच्छदिट्ठी पाउब्भूए । શબ્દાર્થ:- પુષ્પરાવરત્તાન = મધ્યરાત્રિ મિલિટ્ટ = મિથ્યાદષ્ટિ પડમૂS = પ્રગટ થયો. ભાવાર્થ :- ત્યાર પછી (કોઈ સમયે) પૂર્વરાત્રિના અપરાત્ર(મધ્યરાત્રિ) કાલમાં શ્રમણોપાસક કામદેવની સમક્ષ એક મિથ્યાદષ્ટિ, માયાવી દેવ પ્રગટ થયો. વિવેચન :
આ અધ્યયનના પ્રારંભનો મૂળ પાઠ ઘણો સંક્ષિપ્ત જ છે. તેનો વિસ્તૃત પાઠ પ્રથમ અધ્યયન