________________
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
અને ધીરજ આ મુખ્ય ગુણો જ સાધુતાનો આધાર છે. તેનાથી જ સાધના નિર્મળ અને ઉજ્જવળ બને છે. ભગવાનની દૃષ્ટિમાં કામદેવનું આચરણ ધાર્મિક દૃઢતાના સંદર્ભમાં એક પ્રેરક ઉદાહરણ હતું, તેથી જ પ્રભુએ પરિષદમાં તેનો ઉલ્લેખ કર્યો.
૭૨
કામદેવે જિજ્ઞાસાથી ભગવાનને અનેક પ્રશ્નો પૂછ્યા અને સમાધાન કર્યું. વંદન નમસ્કાર કરી પાછા આવ્યા, પૌષધને પૂર્ણ કર્યો.
કામદેવ શ્રાવક આરાધનામાં ઉત્તરોત્તર વિકાસ કરતાં ગયા. તેના પરિણામ ઉજ્જવળ, ઉજ્જવળતર અને ઉજ્જવળતમ બનતા ગયા, ભાવના વિશુદ્ધ થતી ગઈ.
કામદેવે વીસ વર્ષ સુધી શ્રમણોપાસક ધર્મનું સમ્યક પાલન કર્યું, અગિયાર પ્રતિમાઓની આરાધના કરી. એક માસના અનશન દ્વારા સમાધિપૂર્વક દેહ ત્યાગ કર્યો. તે સૌધર્મ કપના સૌધર્માવતસક મહાવિમાનના ઈશાન ખૂણામાં સ્થિત અરુણાભ નામના વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિવાળા દેવ
થયા.