________________
અધ્યયન–૨ ઃ પરિચય
૭૧
અન્યથા હમણાં આ તલવારથી કાપી તમારા ટુકડે ટુકડા કરી નાંખીશ. કામદેવ વિવેકી અને સાહસિક પુરુષ હતા. તેઓ દઢ શ્રદ્ધાવાળા હતા, દેહ અને આત્માના ભેદજ્ઞાનને અનુભવતા હતા.
કંચન જ્યારે કસોટીએ ચડે ત્યારે જ તેનું મૂલ્ય થાય છે. તેમ વ્યક્તિનું વ્યક્તિત્વ પણ પ્રતિકૂળ તામાં જ જાણી શકાય છે. કામદેવ માટે પણ કસોટીનો સમય હતો, પરંતુ કામદેવ ધર્મ ભાવમાં સ્થિર હતા. રાક્ષસ વધારે ક્રોધિત બન્યો. તેણે બીજીવાર, ત્રીજીવાર ફરીથી તે જ પ્રમાણે કહ્યું, પરંતુ કામદેવ પૂર્વવત્ દંઢ અને સ્થિર રહ્યા. ત્યારે રાક્ષસે જેવું કહ્યું હતું તે જ પ્રમાણે કામદેવના શરીરના ટુકડે ટુકડા કરી નાંખ્યા. કામદેવે દઢ આત્મબળ અને ઘીરતાથી ઘોર વેદનાને સહન કરી. આ દેવ માયાવી હતો, તેથી સર્વ કાર્ય ઝડપથી પૂર્ણ થયું અને કામદેવ દૈહિક દષ્ટિએ થાવત્ બની ગયા.
દેવના મનમાં કામદેવને વિચલિત કરવાની ભાવના શમી ન હતી. તેણે એક ઉન્મત્ત અને દુર્રાન્ત હાથીનું રૂપ બનાવ્યું. કામદેવને આકાશમાં ઉછાળવાની, દાંતોથી વીંધી દેવાની, પગ નીચે કચડી નાંખવાની ધમકી આપી. એકવાર, બેવાર અને ત્રણવાર આમ કહ્યું. કામદેવ દઢ અને સ્થિર રહ્યા. ત્યારે હાથીના રૂપધારી દેવે કામદેવને કહ્યા પ્રમાણે ઘોર કષ્ટ આપ્યું, પરંતુ કામદેવની દઢતા અવિચલ રહી.
દેવે એકવાર ફરી પ્રયત્ન કર્યો. તેણે ઉગ્ર વિષધર સર્પનું રૂપ ધારણ કર્યું. સર્પના રૂપમાં તેણે કામદેવને ક્રૂરતાથી પીડા આપી. તેની ડોકમાં ત્રણવાર લપેટાઈ છાતી પર ડંખ માર્યો, પરંતુ તેનો આ પ્રયત્ન પણ નિષ્ફળ ગયો. કામદેવ શ્રાવક કિંચિત્ માત્ર પણ ચલિત થયા નહીં. ધર્મશ્રદ્ધાથી કામદેવ અગ્નિ પરીક્ષામાંથી સફળતાપૂર્વક પસાર થઈ ગયા. વિપરીત પરિસ્થિતિ વિદ્યમાન હોવા છતાં પણ જે ચલિત થતાં નથી, તે જ ઘીર છે. વીર છે. હિંસા ઉપર અહિંસાનો વિજય થયો. ક્રોધભાવ પર ક્ષમાભાવનો વિજય થયો. દેવે હાર સ્વીકારી. દેવના મુખમાંથી શબ્દ સરી પડ્યા. કામદેવ ! ખરેખર તમે ધન્ય છો, ધન્ય છો. દેવે કામદેવનાં ચરણોમાં ઝૂકીને ક્ષમાયાચના કરી અને પોતાના પાપનો સ્વીકાર કર્યો– સૌધર્મ દેવલોકના ઇંદ્રે આપની ધર્મશ્રદ્ધાની પ્રશંસા કરી, તે પ્રશંસાને હું સહન કરી શક્યો નહીં કે સ્વીકારી શક્યો નહીં, ઇર્ષ્યાને વશ થઈને આપને ચલિત કરવા આવ્યો હતો, પરંતુ આપની ધર્મશ્રદ્ધા મેં પ્રત્યક્ષ જોઈ લીધી. વંદન છે આપની અનન્ય ધર્મશ્રદ્ધાને ! આ રીતે પાપના પ્રકાશનથી દેવ હળવો બની દેવલોકમાં ચાલ્યો ગયો.
શ્રમણોપાસક કામદેવનું મન ઉપાસનામાં જ તલ્લીન હતું. ઉપસર્ગ પૂર્ણ થયો છે, તેમ જાણીને સ્વીકારેલી પ્રતિમાનું સમાપન કર્યું.
શુભ સંયોગે બીજે દિવસે ભગવાન મહાવીર ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ચંપાનગરીમાં પધાર્યા. પ્રભુના આગમનથી કામદેવ શ્રાવક અત્યંત હર્ષિત થયા. તેણે વિચાર્યું કે પ્રભુને વંદન કરીને જ પૌષધને પૂર્ણ કરીશ. તે પ્રમાણે પૂર્ણભદ્ર ઉદ્યાનમાં જ્યાં ભગવાન બિરાજમાન હતા ત્યાં પહોંચ્યા. ભગવાનના દર્શન કર્યા. અને પ્રસન્ન થયા. ભગવાન તો સર્વજ્ઞ હતા. જે કાંઈ થયું હતું તે જાણતા જ હતા. પ્રભુએ કામદેવને સંબોધન કરી તે ત્રણ ઉપસર્ગોનું વર્ણન કર્યું. જે ઉપસર્ગોને કામદેવે નિર્ભયતાથી સહન કર્યા હતા. અંતે પ્રભુએ કામદેવને સંબોધન કરીને કહ્યું – હે કામદેવ ! શું આ યથાર્થ છે ? કામદેવે વિનીત ભાવથી પ્રત્યુત્તર આપ્યો- ભંતે ! આપ જે કહો છો તેમ જ થયું છે.
ભગવાન મહાવીરે કામદેવની સાથે થયેલી ઘટનાને દષ્ટિમાં રાખીને ઉપસ્થિત સાધુ સાધ્વીઓને સંબોધન કરીને કહ્યું કે એક શ્રમણોપાસક ગૃહસ્થ જીવનમાં પણ ધર્મ આરાધનામાં આટલી દઢતા રાખી શકે છે, તો આપ સહુ એ તો આ પ્રમાણે કરવુંજ જોઈએ. સાધકોએ કદાપિ કષ્ટોથી કાયર થવુંન જોઈએ. સહનશીલતા