________________
[ ૭૦ ]
2
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
બીજું અધ્યયન પરિચય 2િ A2 ગ્રામ શુ છે 999 492 49) શ્રી કૃષ્ણ રુ
શ્રમણ ભગવાન મહાવીરના સમયની વાત છે. પૂર્વ બિહારમાં ચંપા નામની નગરી હતી. ત્યાં જિતશત્રુ નામના રાજા રાજ્ય કરતાં હતા. આજે જ્યાં ભાગલપુર છે તેની આસપાસમાં ચંપાનગરી હતી. કેટલાંક અવશેષો, ચિહ્નો વગેરે આજે પણ ત્યાં જોવા મળે છે.
ચંપાનગરી પોતાના યુગની એક અત્યંત સમૃદ્ધ નગરી હતી. ત્યાં કામદેવ નામના ગાથાપતિ રહેતા હતા. તેની પત્નીનું નામ ભદ્રા હતું જે સુયોગ્ય તથા પતિપરાયણ હતી. કામદેવ એક અત્યંત સમૃદ્ધ અને સુખી ગૃહસ્થ હતા. તેની સંપત્તિ ગાથાપતિ આનંદથી પણ ઘણી વધારે હતી. છ કરોડ સોનામહોરો ખજાનામાં, છ કરોડ સોનામહોરો વ્યાપારમાં, છ કરોડ સોનામહોરો ઘરના ઉપકરણ–સાધન સામગ્રીમાં રોકી હતી.
પ્રબલ પુણ્યોદયના કારણે કામદેવનું પારિવારિક જીવન સુખી હતું. તે એક સજ્જન તથા મિલનસાર સ્વભાવના અને સમાજમાં અગ્રગણ્ય હતા. રાજકીય ક્ષેત્રમાં તેનું ઘણું માન હતું. આ રીતે સામાજિક, રાજકીય અને આર્થિકક્ષેત્રે તેનું ઉચ્ચ સ્થાન હતું. કુટુંબમાં તે મેઢ સમાન(મેઢીભૂત) હતા.
ભોગવિલાસ યોગ્ય સંપૂર્ણ સાધનોની ઉપસ્થિતિમાં પણ આનંદ શ્રાવકની જેમ કામદેવના જીવનમાં પણ એક નવો વળાંક આવ્યો. તેના વિવેકને જાગૃત થવાનો એક વિશેષ અવસર પ્રાપ્ત થયો. જનજનને અહિંસા, સમતા અને સદાચારનો સંદેશ આપતા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિહાર કરતાં ચંપાનગરીમાં પધાર્યા. પૂર્ણભદ્ર નામના ચૈત્યમાં બિરાજ્યા. ભગવાનનું પદાર્પણ થયું જાણીને દર્શનાર્થીઓના સમૂહ ત્યાં જઈ રહ્યા હતા. રાજા જિતશત્રુ પણ પોતાના રાજકીય ઠાઠમાઠથી ભગવાનના દર્શન કરવા ગયા. અન્ય ધર્માનુરાગી નાગરિકો પણ ત્યાં પહોંચ્યા. આ સમાચાર મળતાં જ કામદેવ પણ સાંભળવાની કામનાથી ભગવાનની સેવામાં પહોંચી ગયા. ધર્મદેશના સાંભળી તેનો વિવેક જાગૃત થયો. પૂર્વભવના સંસ્કાર અને સાક્ષાત્ તીર્થકરનું સાંનિધ્ય તેમજ ઉપદેશ, પરમ વૈભવશાળી ગાથાપતિ કામદેવના ચિત્ત પર અસર કરી ગયો. આનંદની જેમ તેણે પણ ભગવાન પાસે ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો. ગૃહસ્થવાસમાં રહેવા છતાં પણ ભોગવાસના, લાલસા અને કામનાને સંયમિત અને નિયમિત કરી. જીવનના પ્રત્યેક કાર્યમાં આસક્તિને ઘટાડવાનો પ્રયત્ન કર્યો.
કામદેવની ધર્મભાવના પુષ્ટ થઈ. વિશેષ આરાધના માટે તેઓ ગૃહસ્થ જીવનની જવાબદારીથી મુક્ત થયા. જ્યેષ્ઠ પુત્રને સર્વસ્વ સોંપીને તેઓ જીવનની અંતિમ ધર્મ સાધનામાં લીન થયા. શીલ, વ્રત, ત્યાગ, પ્રત્યાખ્યાન વગેરેની આરાધનામાં તન્મય બની આત્મભાવમાં રમણ કરવા લાગ્યા. એકદા તેના જીવનમાં કસોટીની ઘડી આવી. તે પૌષધશાળામાં પૌષધના ભાવમાં મગ્ન હતા. તેની સાધનામાં વિદન કરવા માટે અને શ્રદ્ધાની કસોટી કરવા માટે એક મિથ્યાત્વી દેવ આવ્યો. તેણે કામદેવને ભયભીત કરવા અને ત્રાસ આપવા માટે એક અત્યંત ભીષણ, વિકરાળ, ભયાવહ રાક્ષસનું રૂપ ધારણ કર્યું.
રાક્ષસે હાથમાં તલવાર લઈને કામદેવને ડરાવ્યા, ધમકાવ્યા અને કહ્યું કે તમે તમારી સાધના છોડો