________________
| અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ |
૯
|
વિષયક વાર્તાલાપના સમયે તેનામાં અત્યંત નમ્રતા, લઘુતા અને ભક્તિભાવ પ્રતીત થતાં હતાં. આવા અનેક સદગુણોના કારણે જ તેઓએ ગૃહસ્થ જીવનને સફળ બનાવ્યું, અંતિમ આરાધના કરી એકાવતારી પદને પ્રાપ્ત કર્યું.
ગુહસ્થ જીવનમાં રહીને પણ ગૃહસ્થ કઈ રીતે આરાધના કરવી, પ્રવૃત્તિમાં પણ નિર્વેદભાવ કેળવી, કઈ રીતે આધ્યાત્મ વિકાસ કરવો, તેનું સંપૂર્ણ માર્ગદર્શન આનંદ શ્રાવકનું જીવન કરાવે છે. અગત્યની શિક્ષા આ લેવાની છે કે આત્મિક વિકાસની ચાહનાવાળા દરેક શ્રમણોપાસકે જીવનના(આયુષ્યના) છેલ્લા ભાગમાં ઘરધંધાથી નિવૃત્ત થઈ પૂર્ણ ધર્મારાધનામાં જ લાગી જવું જોઈએ.
I અધ્યયન-૧ સંપૂર્ણ II