________________
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
કરીને, એક માસનું અનશન પૂર્ણ કરીને, આલોચના, પ્રતિક્રમણ કરીને, મૃત્યુ સમયે સમાધિપૂર્વક શરીરનો ત્યાગ કર્યો. શરીરનો ત્યાગ કરી તે સૌધર્મ દેવલોકમાં, સૌધર્માવતંસક મહાવિમાનના ઈશાન કોણમાં સ્થિત અરુણવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં અનેક દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની છે. શ્રમણોપાસક આનંદનું આયુ-સ્થિતિ પણ ચાર પલ્યોપમનું છે.
e
આનંદનું ભવિષ્ય :
९६ आणंदे णं भंते! देवे ताओ देवलोगाओ आउक्खएणं, भवक्खएणं, ठिइक्खए णं अनंतरं चयं चइत्ता, कहिं गच्छिहिइ ? कहिं उववज्जिहिइ ? गोयमा ! महाविदेहे वासे सिज्झहिइ |
एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं उवासगदसाणं पढमस्स अज्झयणस्स अयमट्ठे पण्णत्ते ।
શબ્દાર્થ:- આસનવ્રુષ્ણ = આયુષ્યના દલિકનો ક્ષય થવા પર મવવવ્રુક્ષ્ણ = ગતિરૂપ કર્મોનો ક્ષય થવા પર વિવળ = સ્થિતિનો ક્ષય થવા પર.
ભાવાર્થ:- ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને પૂછ્યું- ભંતે ! આનંદ, તે દેવલોકનું આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય કરીને, દેવ–શરીરનો ત્યાગ કરી, કયાં જશે ? કયાં ઉત્પન્ન થશે ? ભગવાને કહ્યું– ગૌતમ ! આનંદ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરીને સિદ્ધ થશે, સિદ્ધગતિ અથવા મોક્ષ પ્રાપ્ત કરશે.
આ રીતે હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ શ્રી ઉપાસકદશાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં આ ભાવ કહ્યા છે.
વિવેચનઃ
શ્રાવક ધર્મનું સમ્યક પ્રકારે આરાધન કરીને આનંદ શ્રાવક એકાવતારી થયા. આત્મશુદ્ધિની સાધના માટે કોઈ પણ ક્ષેત્ર, કાલ કે વેશનું બંધન નથી. વ્યક્તિ સ્વયં જાગૃત થઈને બોધ પ્રાપ્ત કરી લે છે ત્યારે તે કોઈ પણ ક્ષેત્રમાં સાધના કરી શકે છે. આનંદ શ્રાવકનું ચરિત્ર તે તથ્યને સિદ્ધ કરે છે.
आयुर्दलिक निर्जरेण
आउक्खणं
भवक्खणं
ठिक्खणं
=
भव निबंधनभूत गत्यादि निर्जरेण आयुष्य कर्मणो स्थिति वेदनेन
ભાવાર્થ :– (૧) આયુકર્મના પ્રદેશોનો ક્ષય (૨) આયુકર્મની સ્થિતિનો ક્ષય (૩) આયુકર્મથી સંબંધિત ગતિ, જાતિ આદિ અન્ય નામ કર્મની પ્રકૃતિઓની નિર્જરા થવાથી.
ઉપસંહાર :- આનંદ શ્રાવક અને શિવાનંદા શ્રાવિકાનું જીવન એક આદર્શ શ્રમણોપાસકના જીવનનું દર્શન કરાવે છે. સરળતા અને સહજતાથી તે દંપતીએ ગૃહસ્થ ધર્મનું પાલન કર્યું. આનંદના જીવનમાં એક પણ ઉપસર્ગ કે અન્ય કોઈપણ જાતની પ્રતિકૂળતા આવી નથી. જે શ્રદ્ધાથી શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો હતો તે જ શ્રદ્ધા અંતિમ સમય સુધી ટકી રહી હતી. ગૌતમસ્વામીના પદાર્પણ સમયે તેમજ અવધિજ્ઞાનના ક્ષેત્ર