________________
| અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ .
[ ૬૭ ]
ભાવાર્થ :- ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરના કથનને તત્તિ 'આપ કહો છો તેમ જ છે' આ પ્રમાણે કહીને વિનયપૂર્વક સાંભળ્યું, સાંભળીને તે સ્થાનના આચરણ માટે આલોચના યાવત તપશ્ચર્યાનો સ્વીકાર કર્યો અને તે માટે આનંદ શ્રમણોપાસકની પાસે જઈ ક્ષમાયાચના કરી. વિવેચન : - ગુણ-ગરિમા - જિનશાસન ગુણપ્રધાન છે, વેષ પ્રધાન નથી. તે આનંદ શ્રાવક અને ગૌતમ સ્વામીના વ્યવહાર પરથી સિદ્ધ થાય છે. આનંદ શ્રાવકના આમરણાંત અનશનના સમાચાર મળતાં જ ગૌતમ સ્વામીનું સ્વયં
ત્યાં જવું, ત્યાં ગયા પછી પણ આનંદની શારીરિક શક્તિ અને ભાવોના વેગને નિહાળી તેની નિકટ જવું, તેના જ્ઞાન વિષયક વાર્તાલાપ કરવો, વગેરે પ્રસંગો ગૌતમ સ્વામીની ગુણ દષ્ટિને પ્રગટ કરે છે.
આનંદ શ્રાવકના અવધિજ્ઞાનની વિશાળતા વિષયક શંકા થતાં અત્યંત સરળતા અને સહજતાથી પ્રભુ પાસે તેનું સમાધાન કરવું, એટલું જ નહીં પરંતુ એક ગૃહસ્થના ઘરે જઈ ક્ષમા યાચના કરવી તે ગૌતમ સ્વામીના જીવનનો એક મહત્ત્વપૂર્ણ પ્રસંગ છે. જેમાં તેની મહાન સરળતા, નમ્રતા અને પ્રભુ પ્રત્યેની સાચી નિષ્ઠા(અંતરશ્રદ્ધા) પ્રગટ થાય છે.
ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વી હોવા છતાં પણ અલના થઈ શકે છે. માટે દરેક સાધકે જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય, ત્યાં સુધી કોઈપણ જાતનો આગ્રહ રાખ્યા વિના સત્ય સ્વીકારવાની સરળતા અને નમ્રતા રાખવી જોઈએ. કોઈ સાથે સ્કૂલનાયુક્ત વાર્તા થઈ જાય તો તે ભૂલનું ભાન થતાં જ અહંભાવ મૂકી, તે વ્યક્તિની પાસે જઈને, પોતાની ભૂલનો સ્વીકાર કરી, ક્ષમા યાચના કરવી જોઈએ. ९४ तए णं समणे भगवं महावीरे अण्णया कयाइ बहिया जणवयविहारं विहरइ । ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર કોઈક સમયે અન્ય જનપદોમાં વિહાર કરી ગયા. શ્રમણોપાસક આનંદનું સમાધિમરણઃ દેવલોક ગમન :९५ तए णं से आणंदे समणोवासए बहूहिं सीलव्वय गुणवेरमणपच्चक्खाणपोसहोववासेहि अप्पाणं भावेत्ता, वीसं वासाई समणोवासगपरियागं पाउणित्ता, एक्कारस य उवासगपडिमाओ सम्मं कारणं फासित्ता, मासियाए संलेहणाए अत्ताणं झूसित्ता, सट्ठि भत्ताई अणसणाए छेदेत्ता, आलोइय-पडिक्कते, समाहिपत्ते, कालमासे कालं किच्चा, सोहम्मे कप्पे सोहम्मवडिंसगस्स महाविमाणस्स उत्तरपुरस्थिमेणं अरुणे विमाणे देवत्ताए उववण्णे। तत्थ णं अत्थेगइयाणं देवाणं चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता। तत्थ णं आणंदस्स वि देवस्स चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता । શબ્દાર્થ:-સનધ્ય = શીલવ્રતોથી, સદાચરણોથી અખાઈ = આત્માને રિયા = પર્યાય, શ્રાવક પર્યાય પાણી = પાલન કરીને, પ્રાપ્ત કરીને. ભાવાર્થ :- આ રીતે શ્રમણોપાસક આનંદ અનેકવિધ શીલવ્રત, ગુણવ્રત, પ્રત્યાખ્યાન અને પૌષધ દ્વારા આત્માને ભાવિત કર્યો, વીસ વર્ષ સુધી શ્રમણોપાસક પર્યાય-શ્રાવક ધર્મનું પાલન કર્યું. અગિયાર શ્રાવકની પ્રતિમાનું પણ સારી રીતે પાલન કર્યું, એક માસનો સંથારો અને સાઠભક્ત ભોજનનો ત્યાગ