________________
| અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ
|
૩
|
પ્રતિલેખન કર્યું, પાત્ર અને વસ્ત્રોનું પ્રતિલેખન અને પ્રમાર્જન કર્યું, પાત્રો હાથમાં ગ્રહણ કરીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા. તેમને વંદન, નમસ્કાર કર્યા; વંદન, નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! આપની આજ્ઞા લઈને આજે છઠ્ઠના પારણાના દિવસે વાણિજ્યગ્રામ નગરમાં ઉચ્ચ (ધનવાન), નિમ્ન (નિર્ધન) અને મધ્યમ સર્વ કુળમાં સામુદાનિક– ક્રમમાં આવતાં કોઈપણ ઘરને છોડ્યા વિના ભિક્ષાચર્યા માટે જવા ઇચ્છું છું. ભગવાન બોલ્યા- હે દેવાનુપ્રિય! જેમ આપને સુખ ઊપજે તેમ (પ્રતિબંધ વિના–વિલંબ વિના) કરો. ८४ तए णं भगवं गोयमे समणेणं भगवया महावीरेणं अब्भणुण्णाए समाणे समणस्स भगवओ महावीरस्स अंतियाओ दूइपलासाओ चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता अतुरियमचवलमसंभंते जुगंतर-पलोयणाए दिट्ठीए पुरओ रियं सोहेमाणे जेणेव वाणियगामे णयरे तेणे व उवागच्छइ, उवागच्छित्ता वाणियगामे णयरे उच्च-णीय-मज्झिमाई कुलाई घर-समुदाणस्स भिक्खायरियाए अडइ । શબ્દાર્થ :- ગુગતર = યુગ પ્રમાણ(પરિમાણ) સાડા ત્રણ હાથ ફરિયં = ઈર્ષા સમિતિપૂર્વક આડ = ફરવા લાગ્યા. ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર પાસેથી આજ્ઞા લઈને ભગવાન ગૌતમે યુતિપલાશ ચૈત્યમાંથી પ્રસ્થાન કર્યું. મંદગતિથી, સ્થિરતાપૂર્વક, આકુળતારહિત, યુગ—પરિમાણ સાડા ત્રણ હાથ સુધીના માર્ગનું અવલોકન કરતાં, ઈર્યાસમિતિપૂર્વક ભૂમિને સારી રીતે જોઈને ચાલતાં જ્યાં વાણિજ્યગ્રામ નગર હતું, ત્યાં આવ્યા. આવીને ત્યાં ઊંચ, નિમ્ન અને મધ્યમ કુળોમાં ભિક્ષા માટે ફરવા લાગ્યા.
८५ तए णं से भगवं गोयमे वाणियगामे णयरे उच्च-णीय-मज्झिमाइंकुलाइंघरसमुदाणस्स भिक्खायरियाए अडमाणे अहापज्जत्तं भत्तपाण पडिग्गाहेइ, पडिग्गाहेत्ता वाणियगामाओ जयराओ पडिणिगच्छइ, पडिणिगच्छित्ता कोल्लागस्स सण्णिवेसस्स अदूरसामंतेणं वीईवयमाणे, बहुजणसई णिसामेइ, बहुजणो अण्णमण्णस्स एवमाइक्खई एवं खलु देवाणुप्पिया ! समणस्स भगवओ महावीरस्स अंतेवासी आणंदे णामं समणोवासए पोसहसालाए अपच्छिम मारण तिय-सलहणा-झूसणा-झूसिए, भत्तपाण-पडियाइक्खिए कालं अणवकंखमाणे विहरइ । શબ્દાર્થ :- અતૂરસાન = ન અતિ દૂર ન અતિ નજીક પણ માણસ = પરસ્પર. ભાવાર્થ :- ભગવાન ગૌતમસ્વામીએ વાણિજ્યગ્રામ નગરમાં ભિક્ષાચર્યાના વિધાનને અનુરૂપ ઊંચ, નિમ્ન અને મધ્યમ કુળોમાં સામુદાની ભિક્ષા માટે ફરતાં પર્યાપ્ત માત્રામાં આહાર-પાણી ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને વાણિજ્યગ્રામ નગરમાંથી નીકળીને, કોલ્લાક સન્નિવેશની ન અતિ દૂર ન અતિ નજીક એ રીતે પસાર થતા ત્યાં ઘણા લોકોને પરસ્પર વાતો કરતાં સાંભળ્યાં. તેઓ પરસ્પર એમ બોલતા હતા કે હે દેવાનુપ્રિયો! શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી શ્રમણોપાસક આનંદ પૌષધશાળામાં મૃત્યુને નહીં ઇચ્છતાં, અંતિમ મારણાંતિક સંલેખના કરીને ખાન-પાનનો ત્યાગ કરીને, આમરણ-અનશનનો સ્વીકાર કરીને આરાધનામાં લીન થયા છે.