________________
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
પાઠ ઉપલબ્ધ થાય છે. તોલુયન્તુય, તોલુઘ્ન, લોલુય-અન્નુયવગેરે. અભિધાન રાજેન્દ્ર કોષમાં પૂર્વોક્ત એક પણ શબ્દો પ્રાપ્ત થતા નથી, ત્યાં લોલુપ શબ્દ છે. તે પ્રથમ નરકના પ્રથમ પ્રતરનો કેન્દ્રવર્તી નરકાવાસ છે. તેવો ઉલ્લેખ છે. તેથી લોલુપ શબ્દનો પાઠ વધારે શુદ્ધ લાગે છે અથવા આ સૂત્રના અંતે આવેલી સંગ્રહણી ગાથાઓમાં પણ લોલુપ શબ્દ છે. લોલુપ અને અચ્યુત નામક બે નરકાવાસ પણ હોઈ શકે છે. —ઉપાસક દશાંગ સૂત્ર ટિપ્પણ (વિશ્વ ભારતી, લાડનૂ).
ગણધર ગૌતમનું ગોચરી માટે નિર્ગમન :
८१ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे समोसरिए, परिसा णिग्गया जाव पडिगया ।
૬૨
શબ્દાર્થ :-પરિક્ષા = પરિષદ પહિયા = પાછી ફરી.
ભાવાર્થ:તે કાલે—વર્તમાન અવસર્પિણીના ચોથા આરાના અંતે, તે સમયે–ભગવાન મહાવીર સમોસર્યા (પધાર્યા) હતા, તે સમયે પરિષદ ભેગી થઈ, ધર્મ સાંભળીને પાછી પોતાના સ્થાને ચાલી ગઈ.
८२ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्ठे अंतेवासी इंदभूई णामं अणगारे जाव छट्ठ-छट्टेणं अणिक्खित्तेणं तवोकम्मेणं संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ |
શબ્દાર્થ:- ભાવેમાળે – ભાવિત કરતાં.
ભાવાર્થ:તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી ઇન્દ્રભૂતી નામના અણગાર યાવત્ નિરંતર છટ્ટના પારણે છટ્ટ તપનું અનુષ્ઠાન કરતાં, સંયમ સાધના તથા તમ્મૂલક વિવિધ તપશ્ચર્યા દ્વારા પોતાના આત્માને ભાવિત કરતાં ત્યાં બિરાજતા હતા.
८३ त णं से भगवं गोयमे छट्ठक्खमण-पारणगंसि पढमाए पोरिसीए सज्झायं करेइ, बिइयाए पोरिसीए झाणं झियाई, तइयाए पोरिसीए अतुरियं अचवलं असंभ मुहपत्तिं पडिलेहेइ, पडिलेहित्ता भायण-वत्थाइं पडिलेहेइ, पडिलेहित्ता भायणाई पमज्जइ, पमज्जित्ता भायणाई उग्गाहेइ, उग्गाहित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ, णमंसइ, वंदित्ता, णमंसित्ता एवं वयासी- इच्छामि णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए छट्ठक्खमणपारणगंसि वाणियगामे णयरे उच्च-णीय-मज्झिमाइं कुलाई घर समुदाणस्स भिक्खायरियाए अडित्तए । अहासुहं देवाप्पिया ! मा पडिबंधं करेह ।
શબ્દાર્થ :- પમાણ્ = પ્રથમ સાયં = સ્વાધ્યાય જ્ઞાળ = ધ્યાન અતુરિય = ઉતાવળથી રહિત, મંદગતિ અપવતં = ચપળતાથી રહિત માખિ = ભાજન, પાત્ર મામારૂં = મધ્યમ ઘર-સમુવાળલ્સ = સામુદાનિક, સર્વ ઘરોમાં.
=
ભાવાર્થ:- છઠ્ઠના પારણાનો દિવસ હતો. ભગવાન ગૌતમે પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, બીજા પ્રહરમાં ધ્યાન અને ત્રીજા પ્રહરમાં ઉતાવળ રહિત, સ્થિરતાપૂર્વક, આકુળતારહિત(જાગૃતિપૂર્વક) મુહપત્તિનું