________________
અધ્યયન—૧ : શ્રમણોપાસ આનંદ
શ્રુતજ્ઞાન પરોક્ષજ્ઞાન છે, જેમ કે આંખના માધ્યમથી પદાર્થને જોવા. વ્યવહારમાં એમ કહેવાય કે મેં આંખથી પ્રત્યક્ષ જોયું પરંતુ તે વ્યવહાર ભાષા છે. દર્શનશાસ્ત્રમાં તેને સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કહ્યું છે, નિશ્ચયથી તે જ્ઞાન પરોક્ષ છે. કારણ કે તેમાં જ્ઞાતા અને જ્ઞેયનો સંબંધ આંખનાં માધ્યમથી થાય છે.
૬૧
(ર) પ્રત્યક્ષ :– ઇન્દ્રિય અને મનની સહાયતા વિના સાક્ષાત્ આત્મા દ્વારા જ જ્ઞેય ને જાણે, તે પ્રત્યક્ષ જ્ઞાન છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ ત્રણ પ્રત્યક્ષજ્ઞાન છે.
તેમાં કેવળજ્ઞાન સકલ પારમાર્થિક પ્રત્યક્ષ છે અને અવધિજ્ઞાન તથા મન:પર્યવજ્ઞાન વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ છે. તેનાથી જ્ઞેય પદાર્થના સંપૂર્ણ પર્યાયો જાણવામાં આવતા નથી.
અવધિજ્ઞાન તે અતીન્દ્રિય જ્ઞાન છે. જેના દ્વારા વ્યક્તિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને મર્યાદાપૂર્વક અથવા મૂર્ત પદાર્થને જાણે છે. અવધિ જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમની તીવ્રતા, મંદતાને આધારે અવધિજ્ઞાનમાં તરતમતા થાય છે.
અવધિજ્ઞાનના સંબંધમાં એક વિશેષતા છે કે દેવયોનિ અને નરકોનિમાં તે જ્ઞાન જન્મ સિદ્ધ છે. આ યોનિમાં જીવને જન્મ ધારણ કરતાં જ સહજ સોપશમ દ્વારા અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે, તેને ભવ પ્રત્યય અવધિજ્ઞાન કહે છે. અવધિજ્ઞાનાવરણ કર્મના સયોપશમ માટે તેને તપસ્યા વગેરે વિશેષ પ્રયત્ન કરવો પડતો નથી.
તપ, વ્રત, પ્રત્યાખ્યાન વગેરે નિર્જરામૂલક અનુષ્ઠાનો દ્વારા અવધિ જ્ઞાનાવરણ કર્મ-પુદ્ગલોના ક્ષયોપશમથી જે અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે તેને ગુણ પ્રત્યય અવધિજ્ઞાન કહે છે. તે મનુષ્યો અને તિર્યંચોને હોય છે. ભવ પ્રત્યય અવધિજ્ઞાન દેવયોનિ અને નરકોનિના પ્રત્યેક જીવને થાય છે જ્યારે ગુણ પ્રત્યય અવધિજ્ઞાન પ્રત્યેક મનુષ્ય અને તિર્યંચોને થતું નથી, તે તચાપ્રકારની યોગ્યતા સંપન્ન જીવને જ થાય છે. આનંદ શ્રાવકે પોતાના ઉત્કૃષ્ટ આત્મબળના આધારે, પવિત્ર ભાવ તથા પ્રયત્નપૂર્વક તેવી સ્થિતિ પ્રાપ્ત કરી લીધી હતી. તેને અવધિજ્ઞાનાવરણ કર્મપુદ્ગલનો થયોપશમ થયો. તેના ફળસ્વરૂપે તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું.
આનંદશ્રાવકનું અવધિક્ષેત્ર :- આનંદ શ્રમણોપાસક(અવધિજ્ઞાન દ્વારા) તિરğ–પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં લવણ સમુદ્રમાં પ૦૦ યોજન, ઉત્તર દિશામાં ચુલ્લહિમવંત પર્વત સુધી. ઊંચું– પ્રથમ સૌધર્મ દેવલોક પર્યંત નીચે– પ્રથમ નરકના લોલાપાચ્યુત(લોલુપ) નરકાવાસ પર્યંતના તે ક્ષેત્રોમાં રહેલા રૂપી પદાર્થોને જાણતા-દેખતા હતા.
ત્રણ દિશામાં લવણ સમુદ્રમાં ૫૦૦ યોજન પર્યંતનું ક્ષેત્ર કહ્યું છે એટલે કે આનંદ શ્રાવક સ્વસ્થાનથી સંપૂર્ણ ભરતક્ષેત્ર, જંબૂદ્વીપની જગતી(કોટ) અને ત્યારપછી લવણ સમુદ્રની અંદર ૫૦૦-૫૦૦ યોજનના ક્ષેત્રને જાણતા દેખતા હતા. સામાન્ય રીતે અવધિક્ષેત્રની ગણના ઉત્સેધ અંગુલથી થાય છે, પરંતુ પ્રસ્તુતમાં ૫૦૦ યોજનનું માપ ઉત્સેધઅંગુલનું કહેવું સંગત નથી, કારણ કે આનંદના અવધક્ષેત્રનું કથન શાશ્વત ક્ષેત્રને અપેક્ષિત કરીને કહ્યું છે. ઉપર સૌધર્મકલ્પ પર્યંત, નીચે પ્રથમ નરકના લોલુપ નરકાવાસ પર્યંત અને તિરછું પણ લવણ સમુદ્રમાં ૫૦૦ યોજન પર્યંતનું ક્ષેત્ર કહ્યું છે. શાશ્વત ક્ષેત્રોનું માપ પ્રમાણાંગુલથી જ હોવાથી અહીં ૫૦૦ યોજનનું માપ પણ પ્રમાણાંગુલથી માનવું તે વિશેષ સંગત લાગે છે. લોલુપાચ્યુત :— તે પ્રથમ નરકનો નરકાવાસ છે. તેના નામ વિષયક મતભેદ છે. અનેક પ્રતોમાં ભિન્ન-ભિન્ન