________________
| ૨૦ |
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
કૃષ્ણ લેશ્યા જનિત ભાવોની કલુષિતતા જ્યારે કંઈક ઓછી થાય છે ત્યારે નીલલેશ્યા યોગ્ય પરિણામ થાય છે. જેમ જેમ કલુષિતતા મંદ થતી જાય તેમ-તેમ વેશ્યા શુભ થતી જાય છે. કૃષ્ણ, નીલ અને કાપોત આ ત્રણે વર્ણ અપ્રશસ્ત ભાવના સૂચક છે. શેષ ત્રણ વર્ણ પ્રશસ્ત ભાવના સૂચક છે. પહેલી ત્રણ વેશ્યાઓ અશુભ તથા અંતિમ ત્રણ લેશ્યા શુભ છે.
આત્મામાં જે ભાવલેશ્યા ઉત્પન્ન થાય છે, તેનાં બે કારણ છે– (૧) મોહનીય કર્મોનો ઉદય (૨) મોહનીય કર્મનો ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમ. - કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. તે અશુભ અથવા અપ્રશસ્ત હોય છે તથા તેજલેશ્યા, પાલેશ્યા અને શુક્લલેશ્યા મોહનીય કર્મના ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. તે શુભ અથવા પ્રશસ્ત હોય છે. આત્મામાં ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક કે ક્ષાયોપથમિક આદિ જે ભાવ ઉત્પન્ન થાય તે પ્રમાણે દ્રવ્ય લેશ્યાઓ ઉત્પન્ન થાય છે.
દ્રવ્ય અને ભાવ બને વેશ્યાઓ અન્યોન્યાશ્રિત પણ છે. દ્રવ્ય લશ્યાની અને ભાવ લેશ્યાની અન્યોન્યાશ્રિતતાને આયુર્વેદના એક ઉદાહરણથી સમજી શકાય છે. આયુર્વેદમાં વાત, પિત્ત, કફ આ ત્રણ દોષ માનવામાં આવ્યા છે. પિત્તના પ્રકોપથી વ્યક્તિ ક્રોધિત અને ઉત્તેજિત થાય છે. ક્રોધ અને ઉત્તેજનાથી ફરી પિત્ત વધે છે. કફના પ્રકોપથી શિથિલતા, તંદ્રા અને આળસ ઉત્પન્ન થાય અને શિથિલતા તંદ્રા અને આળસથી ફરીથી કફ વધે છે. વાતની પ્રબળતાથી ચંચળતા, અસ્થિરતા અને કંપન પેદા થાય છે. ચંચળતા અને અસ્થિરતાથી ફરી વાયુની વૃદ્ધિ થાય છે. આ રીતે દ્રવ્ય અને ભાવ વેશ્યાનું અન્યોન્યાશ્રિતપણું સમજી શકાય છે.
જૈન સિદ્ધાંતમાં અનેક ગ્રંથોમાં વેશ્યાનું પ્રસંગોપાત વિશ્લેષણ થયું છે. પ્રજ્ઞાપના સૂત્ર, પદ–૧૭ તથા ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન-૩૪માં વેશ્યાનું વિસ્તૃત વિવેચન છે, જે મનનીય છે. આધુનિક મનોવિજ્ઞાનની સાથે જૈનદર્શનનો વિષય સમીક્ષાત્મક અને તુલનાત્મક દૃષ્ટિથી ચિંતન કરવા યોગ્ય છે.
પ્રસ્તુત સૂત્રમાં આનંદ શ્રાવકના ઉત્તરોત્તર પ્રશસ્ત થતા અથવા વિકાસ પામતા આંતરભાવોનો જે સંકેત છે તેનાથી સ્પષ્ટ થાય છે કે આનંદ શ્રાવક આત્મશોધનની ભૂમિકામાં અત્યંત અપ્રમત્ત હતા. તેના ફળ સ્વરૂપે આત્મપરિણામ શુદ્ધ, શુદ્ધતર થયાં અને તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. અવધિજ્ઞાન :- અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય(શક્તિ) આત્માનો સ્વભાવ છે. કર્મ એક આવરણ છે. જૈન દર્શન પ્રમાણે કર્મ પુદ્ગલાત્મક છે, મૂર્તિ છે. આત્મસ્વભાવને તે ઢાંકે છે. આત્માના સ્વોન્મુખ, પ્રશસ્ત અધ્યવસાય, ઉત્તમ પરિણામ, પવિત્ર ભાવ અને તપશ્ચરણથી કર્મોનાં આવરણ જેમ જેમ દૂર થતાં જાય છે તેમ તેમ આત્માનો સ્વભાવ પ્રકાશિત અથવા પ્રગટ થાય છે.
જ્ઞાનને આવત્ત કરનારું કર્મ જ્ઞાનાવરણ કહેવાય છે. જૈનદર્શનમાં જ્ઞાનના પાંચ ભેદ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવળજ્ઞાન. તેને આવરણ અથવા આચ્છાદન કરનારા કર્મ ક્રમથી મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય તથા કેવળ જ્ઞાનાવરણીય કહેવાય છે.
આ આવરણો દૂર થવાથી ક્રમશ: પાંચ જ્ઞાન પ્રગટ થાય છે. પરોક્ષ અને પ્રત્યક્ષ રૂપે તેના બે ભેદ છે(૧) પરોક્ષ :- ઇન્દ્રિય અને મનની સહાયતાથી જોયને જાણે તેને પરોક્ષ જ્ઞાન કહે છે. મતિજ્ઞાન અને