________________
| અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ
મારામાં હજુ ઉત્થાન-ધર્મોન્મુખ ઉત્સાહ, કર્મ-તરૂપ પ્રવૃત્તિ, બલ–શારીરિક શક્તિ, દઢતા, વીર્યઆંતરિક ઓજ, પુરુષાકાર પરાક્રમ-પુરુષોચિત પરાક્રમ અથવા અંતઃશક્તિ, શ્રદ્ધા–ધર્મ પ્રત્યે આસ્થા, ધૃતિ-સહિષ્ણુતા, સંવેગ–મુમુક્ષભાવ છે. જ્યાં સુધી આ બધું જ મારામાં છે તેમજ જ્યાં સુધી મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, જિન-રાગદ્વેષવિજેતા, સુહસ્તિ (ભગવાન મહાવીરનું ઉત્કર્ષસૂચક વિશેષણ) શ્રમણ ભગવાન મહાવીર વિચરી રહ્યા છે ત્યાં સુધી મારા માટે એ શ્રેયસ્કર છે કે હું કાલે સૂર્યોદય થાય ત્યારે અંતિમ મારણાંતિક સંલેખના સ્વીકારી લઉં, ખાનપાનના પ્રત્યાખ્યાન કરું, મરણની ઇચ્છા ન કરતો આરાધનામાં લીન થાઉં, શાંતિપૂર્વક પોતાનો અંતિમકાળ વ્યતીત કરું
આનંદ શ્રાવકે આ પ્રમાણે વિચાર કર્યો, વિચાર કરીને બીજે દિવસે સવારે અંતિમ મારણાંતિક સંલેખના કરી, ખાનપાનનો ત્યાગ કર્યો, મૃત્યુની કામના ન કરતાં તે આરાધનામાં લીન થઈ ગયા. આનંદ શ્રાવકને અવધિજ્ઞાનની પ્રાપ્તિ - ८० तए णं तस्स आणंदस्स समणोवासगस्स अण्णया कयाइ सुभेणं अज्झवसाणेणं, सुभेणं परिणामेणं, लेसाहिं विसुज्झमाणीहिं, तदावरणिज्जाणं कम्माणं खओवसमेणं
ओहिणाणे समुप्पण्णे। पुरथिमे णं लवणसमुद्दे पंचजोयणसयाई खेत्तं जाणइ पासइ, एवं दक्खिणेणं पच्चत्थिमेणं य, उत्तरे णं जाव चुल्लहिमवंतं वासहरपव्वयं जाणइ, पासइ, उड्ढे जाव सोहम्मं कप्पं जाणइ पासइ, अहे जाव इमीसे रयणप्पभाए पुढवीए लोलुयच्चुयं [लोलुयं] णरयं चउरासीइ-वाससहस्सट्ठिइयं जाणइ पासइ । શબ્દાર્થ – સુમેળ = શુભારવશોવર્મા = ક્ષયોપશમ દિગીને = અવધિજ્ઞાન પુસ્થિને પૂર્વમાં વેત્ત = ક્ષેત્રને સ્થમ = પશ્ચિમ પત્રય = પર્વત વાલીડ્રવાસસહસ = ચૌરાસી હજાર વર્ષની સ્થિતિ. ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણોપાસક આનંદને એક દિવસ આત્માના શુભ અધ્યવસાય, શુભ પરિણામોથી (અંતર પરિણતિથી) વેશ્યાઓ વિશુદ્ધ, વિશુદ્ધતર થવાથી, અવધિ જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી, અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તેના ફળ સ્વરૂપે તે પૂર્વ-પશ્ચિમ તથા દક્ષિણ દિશામાં પાંચસો પાંચસો યોજન સુધીનું લવણ સમુદ્રનું ક્ષેત્ર, ઉત્તરદિશામાં ચુલહિમવંત, વર્ષધર પર્વત સુધીનું ક્ષેત્ર, ઊર્ધ્વદિશામાં સૌધર્મકલ્પ - પહેલા દેવલોક સુધી તથા અધોદિશામાં પહેલી નરક–રત્નપ્રભામાં ચોરાશી હજાર વર્ષની સ્થિતિથી યુક્ત લોલુપાચ્યત[લોલુપ] નામના નરકાવાસ સુધી જાણવા લાગ્યા અને જોવા લાગ્યા. વિવેચન :લેશ્યાઓઃ- પ્રસ્તુત સૂત્રમાં શ્રમણોપાસક આનંદને અવધિજ્ઞાન ઉત્પન્ન થયાના સંદર્ભમાં શુભ અધ્યવસાય તથા શુભપરિણામોથી વિશુદ્ધ થતી વેશ્યાઓનો ઉલ્લેખ છે. આત્મામાં જે પરિણામ ઉત્પન્ન થાય છે તેને ભાવ લેશ્યા કહે છે. ભાવ લેશ્યાથી લેશ્યા વર્ગણાના પુદગલો ગ્રહણ થાય તેને દ્રવ્ય લેશ્યા કહેવાય છે.
દ્રવ્ય લેશ્યા પુદ્ગલાત્મક છે માટે તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે.
લેશ્યાનો રંગ ભાવોની પ્રશસ્તતા તથા અપ્રશસ્તતા પર આધારિત છે. કૃષ્ણ લેશ્યા અત્યંત કલુષિત ભાવોની પરિચાયક છે. ભાવોની કલુષિતતા જેમ જેમ ઓછી થાય છે તેમ વર્ગોમાં અંતર પડતું જાય છે.