________________
[ ૫૬ ]
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
७७ तए णं से आणंदे समणोवासए दोच्चं उवासगपडिम, एवं तच्चं, चउत्थं, ji, છઠ્ઠ, સત્ત, માં, જવ, રસમ, રસમ, મહાસુત્ત, અહીં, અહીમાં, अहातच्च सम्मं कारणं फासेइ, पालेइ, सोहेइ, तीरेइ, कित्तेइ, आराहेइ । શબ્દાર્થ - રોવું = બીજીવાર તવં = ત્રીજીવાર પારસમં = અગિયારમી. ભાવાર્થ :- શ્રમણોપાસક આનંદે ત્યાર પછી બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમા, આઠમી, નવમી, દસમી તથા અગિયારમી પડિમાની આરાધના કરી. તેની યથાશ્રુત, યથાકલ્પ, યથામાર્ગ અને યથાતત્ત્વ સારી રીતે સ્પર્શના કરી, પાલન કરી, શોધન તથા સમ્યક પ્રકારે સમાપ્ત કરી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આનંદ શ્રાવકે સ્વીકારેલી ૧૧ ઉપાસક પ્રતિમાનું વર્ણન છે.
પ્રતિમા શબ્દ પ્રતીક કે પ્રતિબિંબનો વાચક છે. તે જ રીતે પ્રતિમાન અને માપદંડ અર્થમાં પણ પ્રયુક્ત થાય છે.
જ્યારે સાધક વિશેષ અનુષ્ઠાનના ઉત્કૃષ્ટ પરિપાલનમાં તલ્લીન બની જાય છે ત્યારે તેનું પરિપાલન એક આદર્શ ઉદાહરણ કે માપદંડ બની જાય છે. પ્રતિમા વિશેષ અનુષ્ઠાન રૂપ અથવા વિશિષ્ટ પ્રતિજ્ઞારૂપ છે. સાધક પોતાની શક્તિ અનુસાર ક્રમશઃ વિશિષ્ટ પ્રતિજ્ઞાનું આરાધન કરતા જાય છે. ૧૧ પ્રતિમા ઉપાસકના ક્રમિક આધ્યાત્મ વિકાસને સૂચિત કરે છે. દશાશ્રુતસ્કંધ સૂત્રની છઠ્ઠી દશામાં ૧૧ પ્રતિમાનું વિસ્તૃત વર્ણન આવ્યું છે, તે આ પ્રમાણે છે(૧) દર્શન પ્રતિમા - તે પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મ અને ચારિત્રધર્મમાં દઢ શ્રદ્ધા રાખે છે. મન, વચન, કાયાથી સમ્યત્વમાં કોઈ પ્રકારના અતિચારનું કે દેવતા, રાજા આદિના કોઈપણ આગારનું સેવન કરતા નથી. એક મહિના સુધી દેઢ સમ્યક્તની આરાધના કરે છે. આ પ્રકારે પ્રથમ દર્શન પ્રતિમાના ધારક વ્રતધારી શ્રાવક કહેવાય છે.
કેટલીક પ્રતોમાં તે સંસાવા ભવ એવો પાઠ પણ મળે છે. દર્શન શ્રાવક એક પણ વ્રતધારી હોતા નથી. સમ્યગ્દર્શન પ્રાપ્ત, ચતુર્થ ગુણસ્થાનવર્તી જીવ દર્શન શ્રાવક કહેવાય છે, પરંતુ પ્રતિમાધારક શ્રાવક બાર વ્રતના પાલક તો પહેલેથી હોય જ છે, તેથી તેને કેવળ દર્શન શ્રાવક કહેવા ઉચિત નથી. (૨) વ્રત પ્રતિમા વ્રત પ્રતિમાધારી શ્રાવક દઢ સમ્યક્ત સહિત પાંચ અણુવ્રતોનું અને ત્રણ ગુણવ્રતોનું નિરતિચાર પાલન કરે છે, ચાર શિક્ષાવ્રતને પણ ધારણ કરે છે, પરંતુ તેમાં સામાયિક અને દેશાવગાસિકવ્રતનું યથાવિધ સમ્યક પાલન કરી શકતા નથી. તે અનુકંપા વગેરે ગુણોથી યુક્ત હોય છે. આ પડિમાની આરાધનાનો સમય બે મહિનાનો છે. (૩) સામાયિક પ્રતિમા :- સમ્યગ્દર્શન અને વ્રતોની આરાધના કરનારા સાધક સામાયિક પ્રતિમા સ્વીકારીને હંમેશાં નિયમથી ત્રણ સામાયિક કરે છે. આ પડિમાધારી શ્રાવક સામાયિક અને દેશાવગાસિક વ્રતનું સમ્યકરૂપે પાલન કરે છે, પરંતુ આઠમ, ચૌદશ તથા પૂનમ વગેરે વિશિષ્ટ દિવસોમાં પૌષધ ઉપવાસનું સમ્યક પ્રકારે આરાધન કરી શકતા નથી.
તન્મયતા અને જાગૃતિ સાથે સામાયિક વ્રતની ઉપાસના કરવી તે જ આ પ્રતિમાનો મૂળ હેતુ છે.