________________
| અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ |
આ આરાધનાની અવધિ (કાળ) ત્રણ મહિનાની છે. (૪) પૌષધ પ્રતિમા :- પહેલી, બીજી અને ત્રીજી પડિમાથી આગળ વધતાં આરાધક શ્રાવક ચોથી પૌષધ પડિમા સ્વીકારીને આઠમ, ચૌદશ વગેરે છ પર્વ તિથિઓના દિવસે પૌષધવ્રતનું પૂર્ણરૂપે પાલન કરે છે. આ પ્રતિમાની આરાધનાનો સમય ચાર મહિનાનો છે. (૫) કાયોત્સર્ગ પ્રતિમા :- કાયોત્સર્ગનો અર્થ કાય અથવા શરીરનો ત્યાગ છે. શરીર તો જીવનપર્યત સાથે જ રહે છે, તેનો ત્યાગ એટલે તેની આસક્તિ, મમતા છોડવી. કાયોત્સર્ગ પ્રતિમામાં ઉપાસક શરીર, વસ્ત્ર વગેરેના મમત્વને છોડીને પોતાના આત્મચિંતનમાં લીન બની જાય છે. આઠમ અને ચૌદશે એક
અહોરાત્રિ કાઉસગ્ગ અથવા ધ્યાનની આરાધના કરે છે. આ પડિમાનો સમય એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ પાંચ મહિનાનો હોય છે. () બ્રહ્મચર્ય પ્રતિમા :- આ પ્રતિમામાં પૂર્ણરૂપથી બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે. સ્ત્રીઓને અનાવશ્યક મળવું, વાતચીત કરવી, તેના શણગારની ચેષ્ટાઓને જોવી વગેરે ક્રિયાઓ વર્જિત છે. ઉપાસક સ્વયં પણ શણગાર, વેશભૂષા વગેરે ઉપક્રમથી દૂર રહે છે, સ્નાન કરતાં નથી, ધોતીની પાટલી બાંધતા નથી, રાત્રિભોજન કરતાં નથી. આ પ્રતિમાધારી શ્રાવક સચિત્ત આહારનો ત્યાગ કરતાં નથી, કારણવશ તે સચિત્તનું સેવન કરે છે. આ પ્રતિમાની આરાધનાનો સમય જઘન્ય એક, બે, ત્રણ દિવસ તથા ઉત્કૃષ્ટ છ મહિનાનો છે. (૭) સચિરાહારવર્જન પ્રતિમા :- પૂર્વોક્ત નિયમોનું પાલન કરતા, પરિપૂર્ણ બ્રહ્મચર્યનું અનુસરણ કરતા, ઉપાસક આ પ્રતિમામાં સચિત્ત આહારનો સર્વથા ત્યાગ કરી દે છે, પણ તે આરંભનો ત્યાગ કરતા નથી. આ પ્રતિમાની આરાધનાનો ઉત્કૃષ્ટ કાળ સાત મહિનાનો છે. (૮) સ્વયં આરંભવર્જન પ્રતિમા - પૂર્વોક્ત સર્વ નિયમોનું પાલન કરતા આ પ્રતિમામાં ઉપાસક સ્વયં કોઈ પ્રકારનો આરંભ અથવા હિંસા કરતા નથી, આરંભનો પૂર્ણરૂપે ત્યાગ કરે છે, પરંતુ બીજા પાસે આરંભ કરાવવાનો તેને ત્યાગ હોતો નથી. આ પ્રતિમાની આરાધનાનો કાળ જઘન્ય એક, બે, ત્રણ દિવસ ઉત્કૃષ્ટ આઠ મહિનાનો છે. (૯) પ્રખ્યત્યાગ પ્રતિમા :- પૂર્વવર્તી પ્રતિમાઓના સર્વ નિયમોનું પાલન કરતા ઉપાસક આ પ્રતિમામાં આરંભનો ત્યાગ કરે છે એટલે કે તેઓ સ્વયં આરંભ કરતા નથી, બીજા પાસે કરાવતા નથી પરંતુ પોતાના ઉદ્દેશથી બનાવેલા ભોજનનો તે ત્યાગ કરતા નથી. આ પ્રતિમાની આરાધનાનો સમય જઘન્ય એક, બે, ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ નવ મહિનાનો છે. (૧૦) ઉદિષ્ટ ભક્ત વર્જન પ્રતિમા :- પૂર્વોકત નિયમોનું પાલન કરતા ઉપાસક આ પ્રતિમામાં ઉદિષ્ટ - પોતાને માટે તૈયાર કરેલા ભોજન વગેરેનો પણ ત્યાગ કરે છે. તે પોતે લૌકિક કાર્યોથી પ્રાયઃ દૂર રહે છે. તે સંબંધી કોઈ આદેશ અથવા પોતાનો વિચાર પણ દર્શાવતા નથી. અમુક વિષયમાં તે જાણે છે અથવા જાણતા નથી આટલો જ જવાબ દઈ શકે છે. આ પ્રતિમાના આરાધક ક્ષુરમુંડન કરાવે અથવા કોઈ શિખા પણ રાખે છે. તેની આરાધનાનો સમય એક દિવસ, બે દિવસ અથવા ત્રણ દિવસ છે તથા ઉત્કૃષ્ટ સમય ૧૦ મહિનાનો છે. (૧૧) શ્રમણ ભૂત પ્રતિમા :- પૂર્વોકત બધા નિયમોનું પાલન કરતા શ્રાવક આ પ્રતિમામાં પોતાને લગભગ શ્રમણ અથવા સાધુ જેવો બનાવી દે છે. તેની બધી ક્રિયાઓ એક શ્રમણ જેવી યતના અને જાગૃતિપૂર્વકની હોય છે. તે સાધુ જેવો વેશ ધારણ કરે છે, તેવાં જ પાત્રા, ઉપકરણ વગેરે રાખે છે, માથાના વાળને અસ્ત્રાથી કાઢે છે, જો સહનશીલતા અથવા શક્તિ હોય તો લોચ પણ કરે છે. સાધુની જેમ તે ભિક્ષાચર્યાથી