________________
| અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ |
તેના પર આરૂઢ થયા. આરૂઢ થઈને પૌષધશાળામાં પૌષધ કરીને શ્રમણ ભગવાન મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ-નિવૃત્ત સંવરમય ધર્મ સાધના સ્વીકાર કરીને ત્યાં રહ્યા. વિવેચનઃ
ઉપરોક્ત સૂત્રોમાં આનંદ શ્રાવકનો અધ્યાત્મ વિકાસ પ્રતીત થાય છે. અણુવ્રતનું પાલન કરનાર શ્રાવકનું લક્ષ્ય સદા મહાવ્રતનું, સર્વસંગ પરિત્યાગનું જ હોય છે. ગૃહસ્થ જીવનની ફરજ પૂર્ણ કરીને તે ગૃહસ્થ સંબંધોનો ત્યાગ કરી શ્રમણભૂત જીવન જીવવા કટિબદ્ધ થાય છે. તે જ રીતે આનંદ શ્રાવક પણ જ્યેષ્ઠ પુત્રને કૌટુંબિક જવાબદારીઓ સોંપી, સ્વયં પૌષધશાળામાં ઉપાસક પ્રતિમાની આરાધના માટે તૈયાર થયા હતા.
એક ગૃહસ્થ પણ સાધનામાં કઈ રીતે ક્રમિક વિકાસ કરી શકે, તેનું તાદશ્ય ચિત્ર આનંદના કથાનકથી જાણી શકાય છે. પોતાની શક્તિ અનુસાર સ્વેચ્છાથી ગૃહસ્થ જીવન સ્વીકાર્ય છે. તેથી તેનાં કર્તવ્યો પણ પૂર્ણ કરવાં અને તેમ છતાં પ્રવૃત્તિઓની વચ્ચે પણ નિવૃત્તિની ભાવના, ભોગમાં પણ ત્યાગના પ્રબળતમ ભાવોના પરિણામો શ્રાવકોના જીવનમાં હોવાં જ જોઈએ. તેનાં પરિણામો જ શ્રાવકની ભૂમિકાને દઢતમ બનાવે છે. અને તેવા શ્રાવકો જ ગૃહસ્થ જીવનમાં પણ આધ્યાત્મ વિકાસ કરીને અંતિમ લક્ષ્યને સિદ્ધ કરી શકે છે. પૌષધશાળા:- તે જમાનાના શ્રાવકો ગૃહસ્થ જીવનની આવશ્યકતા અનુસાર ભોગ-ઉપભોગની સાધનસામગ્રીની વ્યવસ્થા કરતા. તેની સાથે જ પોતાની સાધના માટે સાધનાને અનુકૂળ એક સ્થાનની વ્યવસ્થા પણ કરતા હતા. જેને જેન પારિભાષિક શબ્દમાં પૌષધશાળા કહેવાય છે. એ પૌષધશાળામાં ઘાસની પથારી, તેમજ પરઠવાની ભૂમિ વગેરેની પણ વ્યવસ્થા અવશ્ય રાખતા હતા.
વર્તમાનમાં ગુહસ્થ સાધકો માટે આનંદનું જીવન દિશાસુચક છે. શ્રાવકોએ પોતાના ઘરમાં કેવળ ભોગ વિલાસ યોગ્ય જ વાતાવરણ ન રાખતાં, સાધના યોગ્ય સ્વતંત્ર સ્થાન રાખવું, તે અત્યંત જરૂરી છે. ઉપાસક પ્રતિમા :७६ तए णं सं आणंदे समणोवासए पढम उवासगपडिम उवसंपज्जित्ताणं विहरइ जाव पढम उवासगपडिम अहासुत्तं, अहाकप्पं, अहामग्गं अहातच्चं सम्मं काएणं फासेइ, पालेइ, सोहेइ, तीरेइ, कित्तेइ, आराहेइ । શબ્દાર્થ – ૩વાસ પરમં = શ્રાવકની પ્રતિમા, પડિમા મહીલુd = સૂત્રપ્રમાણે, સૂત્રોક્ત વિધિ પ્રમાણે
અદાણં = પ્રતિમાના આચાર પ્રમાણે અહીમાં વીતરાગ માર્ગને અનુરૂપ મહાતવં = યથાતથ્થરૂપે વિડ = કીર્તિત કરી. ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણોપાસક આનંદે શ્રાવકની પહેલી પડિમા ધારણ કરી યાવતુ પહેલી શ્રાવક પડિમા તેણે યથાશ્રુત– શાસ્ત્ર પ્રમાણે, યથાકલ્પ-પડિમાના આચાર અથવા મર્યાદા અનુસાર, યથામાર્ગ- વિધિ અથવા ક્ષાયોપથમિક ભાવ પ્રમાણે, યથાતત્ત્વ-સિદ્ધાંત અથવા દર્શન પ્રતિમાના શબ્દના તાત્પર્યને અનુરૂપ સમ્યક પ્રકારે સહજરૂપમાં ગ્રહણ કરી, તેનું પાલન કર્યું, અતિચાર રહિત અનુસરી, તેને શોધિત કરી અથવા ગુરુભક્તિપૂર્વક અહોભાવથી પાલન કરી શોભિત કરી, તીર્ણ કરી, આદિથી અંત સુધી સારી રીતે પૂર્ણ કરી, કીર્તિત કરી, સમ્યક આચરણ દ્વારા અભિનંદિત કરી, આરાધિત કરી.