________________
[ ૫૪ |
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
७३ तए णं जेट्टपुत्ते आणंदस्स समणोवासगस्स तह ति एयमटुं विणएणं पडिसुणेइ। શબ્દાર્થ - યમદું = આ અર્થને. ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણોપાસક આનંદના મોટા પુત્રે, “જેવી આપની આજ્ઞા”, આ પ્રમાણે કહીને અત્યંત વિનયપૂર્વક પોતાના પિતાના કથનનો સ્વીકાર કર્યો. પૌષધશાળામાં નિવૃત્તિમય જીવન - ७४ तए णं से आणंदे समणोवासए जाव परिजणस्स पुरओ जेट्ठपुत्तं कुटुंबे ठवेइ, ठवित्ता एवं वयासी- मा णं देवाणुप्पिया ! तुब्भे अज्जप्पभिई केइ ममं बहुसु कज्जेसु य कारणेसु मंतेसु य कुडुंबेसु य गुज्झेसु य रहस्सेसु य णिच्छएसु य ववहारेसु य आपुच्छउ वा, पडिपुच्छउ वा, ममं अट्ठाए असणं वा पाणं खाइम वा साइमं उवक्खडेउ वा उवकरेउ वा । શબ્દાર્થ - સુવું = કુટુંબમાં બિછાસુ = નિર્ણયોમાં હવે = સ્થાપિત કર્યા નેસુ = કાર્યોમાં Tો = સમસ્યાઓમાં, ગૂઢ વાતોમાં ૩૧૭૩ = તૈયાર કરવો ૩વરે૩= કરવો, લાવવો. ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણોપાસક આનંદે પોતાના મિત્રવર્ગ, જાતિવર્ગ વગેરેની સમક્ષ પોતાના મોટા પુત્રને કુટુંબમાં પોતાના સ્થાને સ્થાપિત કર્યો, વારસો તેને સોંપ્યો. આ પ્રમાણે કરીને જેટલા માણસો હાજર હતા તેને કહ્યું- હે દેવાનુપ્રિયો ! આજથી આપના વિવિધ કાર્યોમાં, મંત્રણાઓમાં, કારણોમાં, પરિવારની સમસ્યાઓમાં, ગુપ્તવાતોમાં, એકાંતમાં વિચારણીય વિષયોમાં, કરેલા નિર્ણયો તથા પરસ્પરના વ્યવહારોના સંબંધમાં મને પૂછવું નહીં, વિચાર વિનિમય કરવો નહીં. મારા માટે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ વગેરે આહાર તૈયાર કરવા નહીં અને મારી પાસે લાવવા નહીં. ७५ तए णं से आणंदे समणोवासए जेटुपुत्तं मित्तणाइं जाव आपुच्छइ, आपुच्छित्ता सयाओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता वाणियगाम णयर मज्झं-मज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता, जेणेव कोल्लाए सण्णिवेसे, जेणेव णायकुले, जेणेव पोसहसाला, तेणेव उवागच्छइ, उवागच्छित्ता पोसहसाल पमज्जइ, पमज्जिता उच्चारपासवणभूमि पडिलेहेइ, पडिलेहित्ता दब्भसंथारयं संथरइ, संथरेत्ता दब्भसंथारयं दुरुहइ, दुरुहित्ता पोसहसालाए पोसहिए दब्भसंथारोवगए समणस्स भगवओ महावीरस्स (अंतियं) धम्मपण्णत्तिं उवसंपज्जित्ताणं विहरइ । શબ્દાર્થ - સયાગો = પોતાના શિહો = ઘરેથી બિચ્છ = નીકળ્યા ૦૫ સંથાવું = તૃણની પથારી (સંથારો) પાક્ = પ્રમાર્જન કર્યું. ભાવાર્થ :- ફરીથી આનંદે પોતાના મોટા પુત્ર, મિત્રવૃંદ, જ્ઞાતિજનો વગેરેની અનુમતિ લીધી. અનુમતિ લઈને ઘેરથી પ્રસ્થાન કર્યું. પ્રસ્થાન કરીને વાણિજ્યગામ નગરની મધ્યમાંથી પસાર થયા અને કોલ્લાક સન્નિવેશમાં જ્ઞાતકુળ અને જ્ઞાતકુળની પૌષધશાળામાં જઈને પૌષધશાળાનું પડિલેહણ કર્યું, પ્રમાર્જન કર્યું, વડીનીત અને લઘુનીતના સ્થાનની પણ પ્રતિલેખના કરીને ડાભના તુણની પથારી કરી (સંથારો કર્યો).