________________
અધ્યયન—૧ : શ્રમણોપાસક આનંદ
૫૩
समुपज्जत्था एवं खलु अहं वाणियगामे णयरे बहूणं राईसर जाव सयस्स वि य णं कुडुंबस्स जाव चक्खूभूए सव्वकज्ज वड्ढावए, तं एएणं वक्खेवेणं अहं नो संचाएमि समणस्स भगवओ महावीरस्स (अंतियं) धम्मपण्णत्तिं उवसंपज्जित्ताणं विहरित्तए । तं सेयं खलु ममं कल्लं जाव (जहा पूरणो) जेट्ठपुत्तं कुटुंबे ठवेत्ता, तं मित्त णाइणियगसयणसंबंधिपरिजणं जेट्ठपुत्तं च आपुच्छित्ता, कोल्लाए सण्णिवेसे णायकुलंसि पोसहसालं पडिलेहित्ता, समणस्स भगवओ महावीरस्स ( अंतियं) धम्मपण्णत्तं उवसंपज्जित्ताणं विहरित्तए । एवं संपेहेइ, संपेहेत्ता कल्लं जाव जेट्ठपुत्तं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी एवं खलु पुत्ता ! अहं वाणियगामे बहूणं राईसर जाव एएणं वक्खेवेणं अहं णो संचाएमि समणस्स भगवओ महावीरस्स ( अंतियं) धम्मपण्णत्तं उवसंपजित्ताणं विहरित्तए । तं सेयं खलु मम इदाणिं तुमं सयस्स कुडुंबस्स मेठिं, पमाणं, आहारं, आलंबणं, चक्खुं ठवेत्ता तं मित्त-णाइ-णियग-सयण-संबंधि-परिजणं तुमं च आपुच्छित्ता कोल्लाए सण्णिवेसे णायकुलंसि पोसहसालं पडिलेहित्ता, समणस्स भगवओ महावीरस्स (अंतियं) धम्म- पण्णत्तिं उवसंपज्जित्ताणं विहरित्तए ।
શબ્દાર્થ:- જ્વાવ = અનેક પ્રકારના, ધનિક કે ગરીબ શ્રઘ્ધાળું = આત્માને સંવાડું = વરસ, સંવત્સર વતારૂં = વ્યતીત થયા વટ્ટમાળK = વર્તતું (ચાલતું) i = કાલે નેકપુખ્ત = મોટા પુત્રને હિપ્તેન્દિત્તા = પડિલેહણ કરીને, પ્રતિલેખન કરીને.
=
ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણોપાસક આનંદને અનેકવિધ, શીલવ્રત, ગુણવ્રત, વિરમણ–વિરતિ, પ્રત્યાખ્યાન, ત્યાગ, પૌષધોપવાસ આદિ દ્વારા આત્માને ભાવિત કરતાં, આત્માનું શોધન અને પરિમાર્જન કરતાં ચૌદ વર્ષ વ્યતીત થઈ ગયા. જ્યારે પંદરમું વર્ષ ચાલી રહ્યું હતું ત્યારે એક દિવસ અર્ધ રાત્રિ વ્યતીત થયા પછી ધર્મ જાગરણ કરતાં આનંદ શ્રાવકના મનમાં એવો અંતર્ભાવ—ચિંતન, અંતરની માંગ, મનોભાવ અથવા માનસિક સંકલ્પ ઉત્પન્ન થયો કે વાણિજ્ય ગામ નગરમાં ઘણા માંડલિક રાજા, ઐશ્વર્યશાળી અને પ્રભાવશીલ પુરુષો વગેરેનાં અનેક કાર્યોમાં હું પૂછવા યોગ્ય અને સલાહ લેવા યોગ્ય છું. હું મારા કુટુંબને માટે ચક્ષુભૂત છું અને સમસ્ત કાર્યને પૂર્ણ કરાવનાર છું. આ વિક્ષેપ, કાર્યબહુલતા અથવા રુકાવટના કારણે હું શ્રમણ ભગવાન મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ-ધર્મસાધનાનું સમ્યક પ્રકારે પાલન કરી શકતો નથી. મારા માટે તે જ શ્રેયસ્કર છે કે હું કાલે યાવત્ પૂરણની જેમ [ભગવતી સૂત્ર શ. ૩, ઉર્દૂ. ૨ પૂરણ તાપસના વર્ણનની જેમ] જયેષ્ઠ પુત્રને પોતાના સ્થાને નિયુક્ત કરીને, કુટુંબનો ભાર તેને સોંપીને, પોતાના મિત્રગણ, પારિવારિક સદસ્ય, બંધુ-બાંધવ, સંબંધી, પરિજન તથા જયેષ્ઠ પુત્રને પૂછીને તેમની અનુમતિ લઈને કોલ્લાક સન્નિવેશમાં સ્થિત જ્ઞાતકુળની પૌષધશાળાનું પ્રતિલેખન કરીને ભગવાન મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ-ધર્મસાધનાનું પાલન કરીશ. આ રીતે આનંદે વિચાર્યું, ચિંતન કર્યું અને બીજા દિવસે યાવત્ મોટા પુત્રને બોલાવ્યો. બોલાવીને કહ્યું– હે પુત્ર! વાણિજ્યગામ નગરમાં હું ઘણા માંડલિક રાજા, ઐશ્વર્યશાળી પુરુષો વગેરેથી સંબંધિત છું યાવત્ આ બધાથી સંબંધિત હોવાના કારણે શ્રમણ ભગવાન મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ-ધર્મોપાસના કરી શકતો નથી તેથી આ સમયે મારા માટે શ્રેષ્ઠ છે કે તમને કુટુંબના મેઢીભૂત(મેઢ સમાન), પ્રમાણભૂત, આધાર અને આલંબનના રૂપમાં સ્થાપિત કરી હું મિત્રવૃંદ, સ્વજનો, પરિવારના સભ્ય, બંધુ, બાંધવ સંબંધી પરિજન આ બધાને તથા તમને પૂછીને કોલ્લાક સન્નિવેશમાં સ્થિત જ્ઞાતકુળની પૌષધશાળાને પોંજીને ભગવાન મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ- ધર્મોપાસનામાં વિચરું.