________________
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
(૫) ગૃહીતાર્થ:- ધર્મતત્ત્વને ગ્રહણ કર્યું હોય, તેની ધારણા કરી હોય છે. () પાર્થ – તદ્વિષયક જિજ્ઞાસા થાય તો તેને પૂછીને સમાધાન મેળવેલું હોય છે. (૭) અભિગતાર્થ:- તે તત્ત્વોને સ્વાધીન અર્થાત્ ઓતપ્રોત કરેલાં હોય છે. (૮) વિનિશ્ચિતાર્થ - તત્ત્વોને નિશ્ચિત રૂપે આત્મસાત્ કર્યા હોય છે.
આ વિશેષણો શ્રાવકોના માનસિક વલણને, તેમજ તેના ગુણોના ક્રમિક વિકાસને સૂચિત કરે છે. શ્રાવકો જિનવાણીના શ્રવણ માત્રથી જ પૂર્ણતા ન માને. તે તત્ત્વોને સમજીને, સ્વીકારીને જીવનના પ્રત્યેક વ્યવહારમાં તેનું આચરણ કરવાનો પ્રયત્ન કરે અને તે આચરણમાં પણ જ્યારે ઓતપ્રોત થઈ જાય ત્યારે જ કહેવાય કે ધર્મનો રંગ તેની હાડ-હાડની મજ્જાએ લાગ્યો છે. (૯) નિર્વેદવાન :- દઢ શ્રદ્ધાથી સાધના પ્રતિ સંવેગ ભાવ જાગૃત થાય, તેની સાથે સંસારના સમસ્ત પ્રપંચો પ્રતિ તેને નિર્વેદભાવ જાગૃત થાય અને તેના અંતરમાં તે પ્રપંચથી છૂટવાની ભાવના થઈ જાય. (૧) દાનવીર ઃ- પોતાને પ્રાપ્ત થયેલી સંપત્તિનો હંમેશાં યથાશક્તિ દાનમાં ઉપયોગ કરનારા હોય. સંયમી અને સાધર્મિકને સહાયક બનતાં હોય. (૧૧) પ્રામાણિક - તેના જીવનમાં નીતિમત્તાનો ગુણ પ્રધાનપણે હોય. પોતાના વ્યક્તિગત તેમજ સામાજિક જીવનમાં તે પ્રામાણિકપણે વ્યવહાર કરનાર હોય. (૧૨) વિશ્વસનીય – તેનું બાહ્ય અને અત્યંતર જીવન સમાન હોવાથી અન્યને માટે તે વિશ્વાસપાત્ર હોય છે. (૧૩) પૌષધ-આરાધક - સંસારની પ્રવૃત્તિમાંથી હંમેશાં નિવૃત્ત થવાની ભાવના તે રાખતાં જ હોય છે. તદ્દનુસાર પર્વ-તિથિએ–બે આઠમ, બે ચૌદસ, પૂર્ણિમા અને અમાવસ્યા તે છ પર્વતિથિઓમાં પૌષધવ્રતના આરાધક હોય છે.
શ્રાવકના ૨૧ ગુણોનો ઉલ્લેખ ધર્મરત્ન પ્રકરણ વગેરે ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત મૂળપાઠમાં આનંદ શ્રાવકના જીવનના મુખ્ય ગુણોનું કથન સંખ્યા વગર છે. તેનું જ અહીં વિવેચન કરવામાં આવ્યું છે. |७१ तए णं सा सिवाणंदा भारिया समणोवासिया जाया अभिगयजीवाजीवा जाव पडिलाभेमाणी विहरइ । શબ્દાર્થઃ- સમોવાસા = શ્રાવિકા. ભાવાર્થ :- આનંદની પત્ની શિવાનંદા શ્રમણોપાસિકા થઈ ગયાં. તેણીએ પણ જીવ, અજીવ આદિ પદાર્થોના સ્વરૂપને સારી રીતે સમજી લીધાં હતાં યાવત શ્રમણ નિગ્રંથોને પ્રાસુક અને એષણીય પદાર્થો દ્વારા પ્રતિલાભિત કરતાં જીવન વ્યતીત કરવા લાગ્યાં. આનંદ શ્રાવકનો શ્રેષ્ઠ સંકલ્પ:७२ तए णं तस्स आणंदस्स समणोवासगस्स उच्चावएहिं सीलव्वयगुणवेरमणपच्चक्खाण-पोसहोववासेहि अप्पाणं भावेमाणस्स चोद्दस संवच्छराई वीइक्कताइ । पण्णरसमस्स संवच्छरस्स अंतरा वट्टमाणस्स अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयसि धम्मजागरियं जागरमाणस्स इमेयारूवे अज्झथिए, चिंतिए, पत्थिए, मणोगए संकप्पे